નમસ્કાર,શિક્ષક મિત્રો શિક્ષણ કાર્યમાં પાઠ્યપુસ્તકને સહાયરૂપ થાય તે માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ગાંધીનગર દ્વારા શિક્ષક આવૃત્તિનું નિર્માણ કરેલ છે.તો તેનો મહત્તમ લાભ લઈ બાળકોને મદદરૂપ થઈએ અને શિક્ષણના હેતુને ફલિતાર્થ કરીયે તે હેતુસર અહીં વિજ્ઞાન ધોરણ – 6/7/8 ના સત્ર – 1 શિક્ષક આવૃતિ પીડીએફ સ્વરૂપે આપેલ છે.
વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર
ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર
Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra
Vishay Shikshan ane Tas Falavni Paripatra
Related Search
Dhoran 3-5 Tas Falvani
Dhoran 6-8 Tas Falvani
Dhoran 3-8 Tas Falvani
Dhoran 3-5 Karyabhar Vibhajan
Dhoran 6-8 Karyabhar Vibhajan
Dhoran 3-8 Vishay Karyabhar
Dhoran 3-5 Time-Table
Dhoran 6-8 Time-Table
Dhoran 3-8 Time-Table
Abhyaskram Falvani
New Pragna Material
General Time-Table
શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત – વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ – યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે .
ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે .
ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે
• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે .
• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત – વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત – વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે .
• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી .
• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત – વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે .
શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .
ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .
ગુજરાત ની શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાલવાટિકા થી માંડી ને ધોરણ 12 સુધી તાસ ફાળવણી અને વિષય કાર્યભાર બાબતે વિગતવાર પરિપત્ર થયેલ છે .આ પરિપત્રો ને આધીન અહીંયા આપણી સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક પ્રશ્નો મૂકી રહ્યો છું .સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨સદર પ્રશ્નના વધુમહાવરા માટે વિભાગના પરીપત્રનો અભ્યાસ કરવો(આ ફક્ત મહાવરા માટે)
🔑શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષ થી અમલીકરણ થયેલ છે?
Ans : 2009
🔑શિક્ષણના અધિકાર 2009 ના કાયદા પ્રમાણે 6 થી 8 ને ક્યા વિભાગમાં સમાવેશ કરેલ છે
Ans: ઉચ્ચ પ્રાથમિક
🔑ધોરણ 6 થી 8 માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ 7 વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
Ans : શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યોનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે
🔑જીસીઈઆરટી (GCERT) નું પૂર્ણ નામ જણાવો.
Ans : Gujarat council off educational research and training (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર)
🔑.ધોરણ 6 થી 8 માં ક્યા વિષયના સાપ્તાહિક તાસ ૭ રાખવામાં આવેલા છે
Ans : ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
🔑.અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે?
Ans : 6 તાસ
🔑અઠવાડિયામાં 5 તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ?
Ans: હિન્દી,શારીરિક શિક્ષણ, કર્યાનુભવ, કલા શિક્ષણ
🔑સંસ્કૃત ના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે
Ans : 2 તાસ
🔑તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોન ફેરફાર કરી શકે છે
Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)
🔑સામાજિક વિજ્ઞાનના 6 તાસ લેખે ત્રણ વર્ગ ના 18 તાસ તો કાર્યભાર કેવી રીતે વહેચવો?
Ans : સામાજિક વિજ્ઞાન ના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે ભાષાઓ,ગણિત-વિજ્ઞાન, શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની ક્ષમતાના આધારે વહેંચણી કરવી.
.🔑શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના રહેશે
Ans : 15 થી 20
🔑.પ્રાથમિક નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે?
Ans : બ્લોક નં:12, ગાંધીનગર
ધોરણ 3 માં અંગ્રેજી વિષય પ્રથમ સત્રથી શીખવવા બાબત.
રાજ્ય સરકારે ભારે વરસાદને લઈ પરિપત્ર જાહેર કર્યો, શિક્ષણ અધિકારીઓને આપી આ મહત્વની સૂચના .ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર જાહેર કરીને મહત્વની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને લઈ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરીને મહત્વની ચાર સૂચનાઓ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. ઘણા બધા તાલુકા અને ગામડાઓ તો એવા છે કે જ્યા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ભારે વરસાદને કારણે પરિસ્થિતી વણસી છે. જેથી શાળામાં જતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સાથેજ અમુક ગામડાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
પરિપત્રમાં સરકાર દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી જે કોઈ પણ સુચના આપવનામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાથે જ ભારે વરસાદ કે પુરની પરિસ્થિતિમાં સમગ્ર પરિસ્થિતિ પર ચોક્સઈ પૂર્વક નજર રાખવાની રહેશે અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે.
Gujarat All District Primary School Jaher ane Marjiyat Raja List 2025 PDF. Gujarat State Government All Primary School Holiday (Raja) List 2025 – Darek Jilla ni Prathmik Shala Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List Download : Gujarat General Administration Department has released Holiday List of Year 2025, This List is Very Useful for All Schools and College Holiday in Year 2025, in This Holiday List 3 Types are Holidays Include – General Holiday (Jaher Raja),Optional Holiday(Marjiyat Raja),Bank Holiday (Bank Raja). you can download Gujarat Holiday List 2025 PDF from below links