રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ગણવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT – Direct Benefit Transfer) જમા કરવામાં આવે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસે હજુ પણ બેંક ખાતા નથી. જ્યારે શિક્ષકો આ વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવા માટે બેંકમાં જાય છે, ત્યારે ઘણી બેંકો દ્વારા ‘ઝીરો બેલેન્સ’ ખાતા ખોલવા માટે આનાકાની કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે.
બેંકોની આનાકાનીને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલીક બેંકો દ્વારા ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રકારની શરતો લાદવામાં આવે છે અથવા ઝીરો બેલેન્સ ખાતું ખોલવાની ના પાડવામાં આવે છે. આ પ્રકારના વલણને લીધે વિદ્યાર્થીઓને મળતી સરકારી સહાયની રકમ તેમના ખાતામાં જમા થઈ શકતી નથી, પરિણામે અનેક વિદ્યાર્થીઓ આર્થિક લાભથી વંચિત રહી જાય છે.
શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત
આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક સંઘે માંગ કરી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા બેંક અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ ખાતા ઝડપથી અને સરળતાથી ખોલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય તેમના સુધી સમયસર પહોંચી શકે.

આ પણ વાંચો ⤵️🙏
ધો 3 2026 ➖27 પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ
Standard-3 Environment – Learning Outcomes (Sem-1, 2026-27)
Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)
Standard-3 ENGLISH – Learning Outcomes
Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)
