રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતીને લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારી અને બિનસરકારી અનુદાનિત સ્કૂલ માટે જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત ધોરણે જ્ઞાન સહાયકની ભરતી કરવા અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
અર્ધ પગારી રજા (Ardhpagari leave)
નવી જોગવાઈ મુજબ, ટાટ (TAT) પાસ ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા પાત્ર રહેશે.
ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા અંગે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 48 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 50 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પગાર
પગારની વાત કરીએ તો, માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા જ્ઞાન સહાયકોને દર મહિને ₹24,000નું માનધન આપવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને ₹26,000 માસિક માનધન ચૂકવવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ સુલભ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયા, અરજીની તારીખો અને અન્ય વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha)
“જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે.
જગ્યાની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | માસિક ફિક્સ મહેનતાણું | વય મર્યાદા |
| 1 | જ્ઞાન સહાયક (માધ્યમિક) | ₹24,000/- | 18 થી 45 વર્ષ |
| 2 | જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) | ₹26,000/- | 18 થી 45 વર્ષ |
ઓનલાઈન અરજીની તારીખો
અરજી શરૂ: 08/09/2025 (12:00 કલાકથી)
અરજીની છેલ્લી તારીખ: 15/09/2025 (23:59 કલાક સુધી)
મેરિટ લિસ્ટ જાહેર: 18/09/2025
પ્રથમ રિપોર્ટિંગ: 20/09/2025 (સોમવાર)
બીજું રિપોર્ટિંગ: 22/09/2025 (બુધવાર)
ત્રીજું રિપોર્ટિંગ: 24/09/2025 (શુક્રવાર)
full notifecation
https://beta.vtvgujarati.com/media/documents/Gyan_Sahayak_Final_GR_2026_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%95%E0%AA%B2%E0%AA%95%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%9A_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AA%B0_%E0%AA%A0%E0%AA%B0%E0%AA%B5.pdf
અરજી માટે વેબસાઇટ:
https://gyansahayak.ssgujarat.org
– સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (Samagra Shiksha), ગાંધીનગર.
દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ
