અધ્યયન નિષ્પત્તિ (Learning Outcome) એટલે:

વિદ્યાર્થીએ કોઈ એકમ અથવા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું શીખ્યું છે, શું સમજે છે અને શું કરી શકે છે તેનું સ્પષ્ટ વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ.
સરળ ભાષામાં કહીએ તો, “બાળકે અભ્યાસ પછી કઈ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ” તેને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.
ઉદાહરણ:
- અંગ્રેજીના સરળ શબ્દો વાંચી શકે.
- ચિત્ર જોઈને 4–5 વાક્યો બોલી શકે.
- Rhymes અને Poems યોગ્ય ઉચ્ચાર સાથે ગાઈ શકે.
- Wh-Questions (Who, What, Where વગેરે) ના ટૂંકા જવાબ આપી શકે.
શિક્ષક માટે તેનો ઉપયોગ:
- પાઠ આયોજન (Lesson Plan) બનાવવા.
- વર્ગખંડમાં શીખવવાનું આયોજન કરવા.
- વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા.
- બાળક ઇચ્છિત શૈક્ષણિક લક્ષ્ય સુધી પહોંચ્યો છે કે નહીં તે જાણવા.
અહીંયા આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીની પ્રથમ સત્રની અધ્યન નિષ્પતિ જોઈએ
| યુનિટ નું નામ | અ. નિ code | સમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો |
| Pre-reading Activities | E312.1 | અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે. |
| E312.3 | સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે. | |
| Unit 1: Colours All Around | E301 | Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Fruits અને Teapot કાવ્યોનું ગાન) |
| E304 | વર્ગખંડમાં ઉપલબ્ધ વિવિધ સામગ્રી તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે. | |
| E314 | વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે. | |
| E305 | લોંગવર્ડ્સ સહિત આશરે 300 જેટલા શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે. | |
| Unit 2: Beautiful Birds | E309.2 | અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દસમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુખ કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે. (The Big Tree વાર્તા) |
| E310 | વાર્તા/કવિતા સંબંધિત પ્રશ્નોના જવાબમાં શબ્દસમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે. | |
| E315 | વસ્તુ, વ્યક્તિ, સ્થળ, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિષયોનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો/શબ્દસમૂહો જણાવે છે. | |
| Unit 3: Rainbow | E301 | Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Rainbow Colours ગીતનું ગાન) |
| E306 | પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડી બનાવે છે. (Rhyming Words ઓળખવા) | |
| E307 | 51 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે. (51 થી 70 સુધીના અંકોનું લેખન-વાંચન) | |
| Unit 4: Lion or Donkey? | E308 | પોતાના પ્રિય વાર્તાના પુસ્તક/પાત્ર વિશે ટૂંકમાં વાત કરે છે. મુખ કે ચિત્રોની મદદથી વાર્તાનું વર્ણન કરે છે. (The Donkey in a Lion’s Skin વાર્તા) |
| E309.2 | અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે. | |
| E316 | ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ટૂંકમાં મૌખિક જવાબ આપે છે. |
અર્ધ પગારી રજા (Ardhpagari leave)

