GSSSB દ્વારા ભરતીની જાહેરાત: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યા ખાલી, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. યુવાનો 17 જુલાઈ 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે, જેની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. OJAS પોર્ટલ પર ફોર્મ ભરાશે. નવેમ્બર 2026માં MCQ આધારિત પરીક્ષા સંભવિત છે. ઉમેદવારોને વિગતવાર સૂચનાઓ વાંચી, સાચી માહિતી સાથે અરજી કરવા જણાવાયું છે.

પ્રિ.પી.ટી.સી. (બાળ અધ્યાપન મંદિર) માં વર્ષ 2026-27 માટે પ્રવેશ અંગેની જાહેરાત

GSSSB Recruitment 2026: ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 17મી જુલાઈ 2026થી ઓનલાઈન અરજી કરી શકશે.

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, જેમાં ઉમેદવારોએ ઓજસ (OJAS) પોર્ટલ મારફતે નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાનું રહેશે. 16મી જુલાઈ 2026, બપોરે 2 વાગ્યાથી અરજી કરાશે. જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ 2026, રાત્રે 11:59 કલાક સુધી રહેશે. નવેમ્બર 2026 દરમિયાન (MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા) પરીક્ષાનું સંભવિત આયોજન થશે.

વર્ગવાર અનામત જગ્યાઓની વિગત

IBPS PO Recruitment 2026 official notification is out for 6,715 Probationary Officer vacancies. Check the exam schedule, eligibility, fees, and apply online before July 21, 2026.

જાહેરાત મુજબ 100 જગ્યાઓમાંથી સામાન્ય વર્ગ માટે 58, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10, અનુસૂચિત જાતિ (SC) માટે 22, અનુસૂચિત જનજાતિ (ST) માટે 4 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમ મુજબ અનામતનો લાભ આપવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનની વિગતવાર સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવા અનુરોધ કર્યો છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ અને અન્ય જરૂરી પ્રમાણપત્રોની અસલ વિગતોના આધારે જ અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટી માહિતી અથવા અપૂર્ણ વિગતો સબમિટ કરવામાં આવશે, તો તેમની અરજી સીધી રદ થઈ શકે છે. તેથી અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Leave a Comment