આવતીકાલથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. અને આ મહિનો સ્કુલના વિદ્યાર્થીઓ માટે રજાઓની ભરમાર લઈને આવશે. તહેવારના આ મહિનામાં બાળકોને કુલ કેટલા દિવસ સ્કૂલમાં રજા રહેશે. ચાલો જોઈએ લિસ્ટ.
એક નજર કેલેન્ડર પર
ઓગસ્ટ મહિનો આવે એટલે છોકરાઓને જલસા પડી જાય. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો આ મહિને આવે રક્ષાબંધ, 15 ઓગસ્ટ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો અને સાથે રવિવારની રજા તો ખરી જ. તો ચાલો કરીએ એક નજર કેલેન્ડર પર જેથી જો તમે લાંબી રજામાં ક્યાંય જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો તો ફેમિલી સાથે મળશે પૂરતો સમય.
ઓગસ્ટમાં કેટલી રજાઓ ?રજાની ભરમાર
ઓગસ્ટ 2025 ભારતના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક રોમાંચક મહિનો રહેશે. ઘણા તહેવારો અને એક નેશનલ ફેસ્ટિવલ સાથે સ્કૂલો ઘણા દિવસો બંધ રહેશે. રક્ષાબંધન શનિવાર 9 ઓગસ્ટના છે તે પછી રવિવારે પણ શાળાઓ બંધ રહેશે. ઘણા રાજ્યોમાં ઘણા સ્કૂલમાં 2-3 દિવસની રજા રહેશે. રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે પબ્લિક હોલિડે ની જાહેરાત કરી છે માટે આ દિવસે તમામ કોલેજો, શાળાઓ અને સરકારી ઓફિસ બંધ રહેશે.
રક્ષાબંધનની રજા
રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિકસમા આ દિવસે બહેન તેના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેની ઉંમર અને રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. આ તહેવાર શનિવારે આવે છે અને રવિવારની રજા એમ રક્ષાબંધન પર કુલ 2 દિવસની રજા રહેશે.
Independence Day ની રજા
15 ઓગસ્ટ એટલે કે Independence Day ની રજા આખા ભારતમાં હોય છે. આ વર્ષે 15 ઓગસ્ટ શુક્રવારે આવે છે. આ દિવસે તમામ શાળાઓ, સરકારી કચેરીઓમાં આઝાદીનો દિવસ ઉજવાશે. આ દિવસે શાળામાં કોઈ શિક્ષણ કાર્ય નહીં થાય. 15 ઓગસ્ટના બીજા દિવસે જન્માષ્ટમી છે અને પછી રવિવાર. આમ તમે 15 થી 17 ઓગસ્ટ સુધી લાંબુ વિકેન્ડ એન્જોય કરી શકો છો.
જન્માષ્ટમીની રજા
16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે અને આ વસરે પણ શાળાઓમાં રજા રહેશે.
ગણેશ ચતુર્થી
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે શનિવારના દિવસે આવશે. તેના બીજા દિવસે શનિ અને રવિ આમ 3 રજા મળશે. આ સાથે 31 ઓગસ્ટ સુધી એક લાંબુ વિકેન્ડ મળશે.
દેશભરમાં મોટા ભાગની સ્કૂલોમાં શનિ અને રવિવારના રોજ રાજા હોય છે. જો કે દરેકના નિયમ અલગ હોય છે. ઘણી જગ્યાએ બીજા અને ચોથા શનિવારે રજા આપતા હોય છે. તો ઘણી શાળાઓમાં શનિવારે હાફ ડે પણ મળે છે. આ સ્થિતિમાં પણ શનિ રવિની ઘણી રજાઓ આ મહિને મળશે
સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય! વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે લઈ શકે છે 30 દિવસની રજા, નહીં કપાઈ પગાર
Government Employees: સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે અને કર્મચારીઓનો કોઈ પગાર કાપવામાં આવશે નહીં.
સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે. જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અને તમારા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે ચિંતિત છો. તો સરકારે હવે મોટી રાહત આપી છે. તમે તમારા માતા-પિતાની સંભાળ રાખવા માટે 30 દિવસની રજા લઈ શકો છો.
કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહે શું માહિતી આપી
કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસની Earned Leaveનો લાભ લઈ શકે છે, જેમાં તેઓ તેમના વૃદ્ધ માતાપિતા અને અન્ય અંગત બાબતોની સંભાળ રાખી શકે છે.
સરકારી કર્મચારીઓને મળતી રજાઓ
કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (લીવ) નિયમ 1972 હેઠળ, એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની Earned Leave,20 દિવસની હાફ પે લીવ (Half Pay Leave), 8/12 દિવસની કેઝ્યુઅલ રજા (Casual Leave) અને 2 દિવસની Restricted રજા મળે છે. આ બધી રજાઓ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે
રજા બાબતે પ્રશ્ન શું હતો ?
શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા-પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે?
ડો. સિંહને પૂછવામાં આવ્યું કે, શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા-પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે? આના પર તેમણે કહ્યું કે, આ માટે કોઈ અલગ ખાસ રજાની જરૂર નથી, કારણ કે પહેલાથી જ ઉપલબ્ધ રજાઓ આ જરૂરિયાત પૂરી કરી શકે છે.
GUJRAT LEAVE FAQ
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને કેટલી રજાઓ મળે છે?
વર્ષ દરમ્યાન બંને વેકેશન અને જાહેરસભાઓ સાથે પ્રાથમિક શિક્ષકોને ૮૨ રજા મળવાપાત્ર છે
નમસ્કાર,શિક્ષક મિત્રો શિક્ષણ કાર્યમાં પાઠ્યપુસ્તકને સહાયરૂપ થાય તે માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ગાંધીનગર દ્વારા શિક્ષક આવૃત્તિનું નિર્માણ કરેલ છે.તો તેનો મહત્તમ લાભ લઈ બાળકોને મદદરૂપ થઈએ અને શિક્ષણના હેતુને ફલિતાર્થ કરીયે તે હેતુસર અહીં વિજ્ઞાન ધોરણ – 6/7/8 ના સત્ર – 1 શિક્ષક આવૃતિ પીડીએફ સ્વરૂપે આપેલ છે.
ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? રજા ના નિયમોમાં નિયમ, ,રજા પ્રકાર પ્રાપ્ત રજા /હક રજા અર્ધ પગારી રૂપાંતરિત બિન જમા રજા ,પ્રસુતિ રાજા ,દિવસ ,વિશેષ માહિતીની આ પોસ્ટ માં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે . સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.
રજા વિષે કેટલીક સમજવા જેવી બાબતો
💢સર્વિસ /નોકરી દરમિયાન ગમે તેટલી રજા જમા હોય પણ રોકડ માં રૂપાંતર 300 રજા નું થાય .
💢વેકેશન કર્મચારી ને 30 (2.5)અને નોન વેકેશન ને અર્ધપગારી રજા 20 મળે મહિને 1.66/(5/3) જમા થાય
💢પ્રાપ્ત રજા 7/120 = 7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય .7 કે 7 કરતા વધુ મંજુર કરવી .(1,2,3,4,5,6 )એમ મંજુર ન કરવી એક વર્ષ માં ત્રણ વાર આપવી
💢ફિક્સ પે માં હોય તેને 12 કે 15 સી .એલ સિવાય કોઈ રજા મળતી નથી (ગ્રાન્ટેડ માધ્યમિક માં 15 c .l છે )
💢કાયમી કર્મચારી એટલે ફિક્સ માંથી દૂર થઇ પગાર પંચ મુજબ પગાર હોય (રજા સંદર્ભેજ )
💢પ્રસુતિ માટે હયાત બાળકો નો નિયમ છે.(ex એક મહિલા કર્મચારી છે .તેને બે સંતાન છે . સંતાન થયા બાદ નોકરી મળે તો રજા મળવા પાત્ર નથી એમ પિતૃત્વ રજા માં પણ છે
💢બે અથવા વધુ જીવિત બાળકો હોય તો પ્રસુતિ ની કોઈપણ રજા મળવાપાત્ર નથી ,
💢લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવવા ની સત્તા અધિકારી ને નથી . કર્મચારી ની લેખિત પરવાનગી હોવી આવશ્યક છે
💢રજા મંજૂરી થી સવર્ગ નું સંખ્યાબળ ઘટવું જોઈએ નહિ .લઘુતમ આવશ્યક સંખ્યાબળ કરતા ઘટી જાય તેમ રજા મંજુર કરી શકાય નહિ .
💢વારંવાર કોઈ કર્મચારી તબીબી કારણ ધરી રજા માંગે તો તબીબી મંડળ નું ધ્યાન દોરવું
નિયમ
રજા પ્રકાર
દિવસ
વિશેષ માહિતી
👉46
💥પ્રાપ્ત રજા /હક રજા
30
💥શિક્ષકો ને મળતી નથી (નોન વેકેશનલ ) 💥સત્ર 1ની 15 સત્ર 2 ની 15=30 💥નોકરી દરમિયાન 300 જમા થાય . 💥મહિનામાં 2.5 (અઢી )રજા મંજુર થાય દર મહિને આજ રીતે ગણતરી 💥પ્રાપ્ત રજા 7/120 = 7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય 💥વર્ષ માં ત્રણ વાર ભોગવી શકાય
👉50(2)
💥પ્રાપ્ત રજા
(વેકેશન વાળા કર્મચારી )
💥વેકેશન માં કામ કર્યું હોય 💥3 દિવસ વેકેશન માં કામ કરો ત્યારે 1 દિવસ પ્રાપ્ત મળે 💥1/3 રજા જમા થાય 💥(ફિક્સ પગાર ના કર્મચારી ને પ્રાપ્ત રજા ન મળે તેને વળતર રજા મળે એપણ પુરેપુરી મળે )
👉57(1)
💥અર્ધ પગારી
20
💥મહિને 5/3 અથવા 1.66 જમા થાય
👉58
💥રૂપાંતરિત
💥7 દિવસ થી લઇ 90 દિવસ ભોગવી શકો (વિવેકાનું સાર ફેરફાર મંજુર કરનાર કરી શકે ) 💥સમગ્ર નોકરી દરમિયાન 240 રજા વાપરી શકો
👉59
બિન જમા રજા
360
💥રજા જમા ન હોય ત્યારે વાપરી શકાય . 💥સળંગ 90 અને સમગ્ર નોકરી દરમિયાન 360 મળે
👉60
💥કપાત /અસાધારણ રજા
36 માસ (1080 દિવસ )
💥સળંગ 3 મહિના /આખી નોકરી દરમિયાન 36 માસ
👉69
💥પ્રસુતિ
180
💥6 મહિના 💥0થી 1 વર્ષ દરમિયાન પગાર મળતો નથી .(ફક્ત પ્રસુતિ રજા ફૂલ પગાર માં નડતી નથી ) 💥1 વર્ષ અને 2 વર્ષ કરતા ઓછી નોકરી અડધો પગાર મળે 💥2 વર્ષ કરતા નોકરી વધુ હોય તો ભાપગારી 💥હયાત બે બાળકો નો નિયમ છે.
👉70
💥પિતુત્વ
15
💥બાળક ના જન્મ થી 6 મહિના
👉71
💥કસુવાવડ /ગર્ભ પાત
45/7
💥કુદરતી કસુવાવડ 45 દિવસ સુધીની રજા મળવાપાત્ર (અધિકારી નક્કી કરે ) 💥કૃત્રિમ (બાળક નથી જોઈતું તો 7 દિવસ ) 💥5 વર્ષ માં એકજ વાર (કુદરતી કસુવાવડ માં આ નિયમ લાગુ પડતો નથી )
👉કેજ્યુઅલ લીવ
👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.
👉કુલ વર્ષ ની પ્રાથમિક માં 12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ
[[કેજ્યુઅલ લિવ CL રજા ના પ્રકાર માં નથી અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.
આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]
👉 વેકેશન ની આગળ પાછળ રજા ભોગવતા પેહલા પૂર્વ મંજૂરી અવશ્ય લેવી
👉 3 દિવસ થી વધુ નહિ તેટલી પરચુરણ રજા ભોગવી શકાશે (અપવાદ -10)
👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦(૨) ▸ કેન્સલ કરી શકે છે
👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.
👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.
👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ
👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.
પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.
👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.
👫સ્ટાફના ૧/ર કરતાં વધુ શિક્ષકોની C એકસાથે મુખ્યશિક્ષક મંજૂર કરી શકશે નહી.
👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.
» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.
ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2024 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. જે અહીં મૂકવામાં આવેલ છે.
મરજિયાત રજાઓ 2025 ની ઈમેજ ડાઉનલોડ કરો
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..
Marjiyat raja list pdf 2025 d0wnlod
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજાઓની યાદી વર્ષ 2025 ની જાહેર થઈ ગઈ છે, જેમાં બેંકની રજાઓ, Holiday લીસ્ટ અને શાળા / કોલેજો માટેની રજાઓની યાદી PDF જાહેર કરવામાં આવેલ છે.
હવે ગુજરાતમાં શાળાઓમાં રજાનો રીપોર્ટ લખવા માંથી મુક્તિ મેળવો. અહી નીચે દર્શાવેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમને pdf ફાઇલ સ્વરૂપે એક ફાઇલ ઓપન થશે જેને તમે ડાઉનલોડ કરી અને સેવ કરી શકો છો.
વૈદકિય દાખલા પરથી આપેલી રજા (મેડીકલ જમા ન હોય તો કપાત પગારી રજા)
અસાધારણ રજા
કુલ
આ ઉપરથી દાખલો લખી આપવામાં આવે છે કે સને ૨૦……. થી ૨૦……. સુધી ……………… મહીને ……………….. દિવસની લેણી થતી રજા ખાનગી કારણો માટે સરેરાશ ………………. પગાર લીધેલ રકમ ફન્ડામેન્ટલ્સ રૂલ્સ બોમ્બે સિવિલ સર્વિસ રૂલ્સ કાનૂન સને ૨૦૦૨ ના રીવાઇઝ્ડ રૂલ અન્વએ મંજુર કરી શકાય તેમ છે.
જય ભારત સાથ જણાવવાનું કે હું …………………………………………………………….. શ્રી……………………………………. પ્રાથમિક શાળામાં આચાર્ય / આ.શિ. / વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. હું …………………………………………….. કારણોસર તારીખ ……………… થી ………………… સુધી કુલ દિવસ ……………………… દરમ્યાન શાળા પર ફરજ બજાવી શકું તેમ નથી તો આ સંદર્ભે મારી ………………….. દિવસની ……………………… રજા મંજુર કરવા વિનંતી.
વર્ગ વ્યવસ્થા
સંભાળનારની સહી : લિ. આપનો વિશ્વાસુ,
જા.નં. આચાર્યનું નામ :
તારીખ શાળાનું નામ :
તારીખ:
પ્રતિ શ્રી,
આચાર્યશ્રી
……………………… પે સે. શાળા
તા. જિ. ……………………………
વિષય : ઉપરોક્ત સંદર્ભે
જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ……………………………………….ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.
આ.શિ./મુ.શિ. શ્રી …………………………………………………………………………. ની ઉપરોક્ત સાદર–૨ વાળા પત્રથી રજા માંગણી રીપોર્ટ રજૂ કરેલ છે.
સબબ સાદર–૨ વાળા પત્ર અન્વયે શ્રી …………………………………………………………………… આ.શિ. / મુ.શિ. …………………………………………………… શાળા માં ફરજ બજાવતા શિક્ષકશ્રી તારીખ : ……………………………….. થી ……………………………….. સુધી દિવસ ………….. ની અર્ધપગારી રજા / કોમ્યુટેડ રજા / પ્રાપ્ત રજા / કપાત રજા જે સાદર–૧ વાળા નિયમોનુસાર રજા મંજૂર કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.
આ અંગેની નોંધ મજકુર કર્મચારીશ્રીની સેવાપોથીમાં કરવી.
રાજ્ય સરકારે ભારે વરસાદને લઈ પરિપત્ર જાહેર કર્યો, શિક્ષણ અધિકારીઓને આપી આ મહત્વની સૂચના .ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર જાહેર કરીને મહત્વની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને લઈ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરીને મહત્વની ચાર સૂચનાઓ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. ઘણા બધા તાલુકા અને ગામડાઓ તો એવા છે કે જ્યા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ભારે વરસાદને કારણે પરિસ્થિતી વણસી છે. જેથી શાળામાં જતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સાથેજ અમુક ગામડાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
પરિપત્રમાં સરકાર દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી જે કોઈ પણ સુચના આપવનામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાથે જ ભારે વરસાદ કે પુરની પરિસ્થિતિમાં સમગ્ર પરિસ્થિતિ પર ચોક્સઈ પૂર્વક નજર રાખવાની રહેશે અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે.
ખેડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાછેલ્લે આ ભરતી નું નોટિફિકેશન અને તેના ઇમેજ આપવામાં આવી છે. જેમાં સંપૂર્ણ માહિતી છે. આ પત્ર ગુજરાત માં અને ખેડા, નડિયા.
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ નડિયાદમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત આપી છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટની વિગત નીચે કોષ્ટકમાં આપેલું છે.
પોસ્ટ
જગ્યા
ઓપ્ટોમેટ્રીસ્ટ
1
ઓડિયોલોજીસ્ટ
1
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ
1
સ્ટાફ નર્સ
3
કુલ Total job
6
સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ઓપ્ટોમેટ્રીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી
ઓડિયોલોજીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ:– ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હિયરિંગ લેંગવેજ એન્ડ સ્પીચમાં ડિપ્લોમાં