રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતીને લઈ ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારી અને બિનસરકારી અનુદાનિત સ્કૂલ માટે જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત ધોરણે જ્ઞાન સહાયકની ભરતી કરવા અંગે મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
નવી જોગવાઈ મુજબ, ટાટ (TAT) પાસ ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવા પાત્ર રહેશે.
ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા અંગે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માધ્યમિક શાળાઓ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 48 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 50 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પગાર
પગારની વાત કરીએ તો, માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલા જ્ઞાન સહાયકોને દર મહિને ₹24,000નું માનધન આપવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને ₹26,000 માસિક માનધન ચૂકવવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ સુલભ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયા, અરજીની તારીખો અને અન્ય વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha)
“જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
(૧) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે. તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે.
7 દિવસ રોજકામ
(૨ ) જો કોઇ બાળક સતત સાત દિવસ સુધી
(ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે .
10 દિવસ રોજકામ
(૩) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી (ઉપર જણાવેલ સાત દિવસો સહીત) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા-પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે.
સતત પંદર દિવસ
(૪) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી (ઉપર જણાવેલ દસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે.
બાળક સતત એકવીસ દિવસ
(૫ ) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી (ઉપર જણાવેલ પંદર દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટરે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે .
(૬) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી (ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે. પરંતુ, બાળકના માતા-પિતા કે વાલી, જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે. આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨/૦૭/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ/૧૨૧૬/યુઓઆર
શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ
૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે.
(૧ ) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ , (ર ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ (૩ ) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક (૪ ) જે તે શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટર
(૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.
(૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે.
(૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
(૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.
(૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.
(૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e