ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સ્ટાફ નર્સ (આયુર્વેદ) વર્ગ-3 ની સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો આયુર્વેદિક નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ તક છે.
| વિગત | માહિતી |
| ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ-૩ |
| કુલ જગ્યાઓ | 90 |
| નોકરીનું સ્થળ | ગુજરાત (વિવિધ સરકારી આયુર્વેદ હોસ્પિટલો/કેન્દ્રો) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (OJAS પોર્ટલ દ્વારા) |
કેટેગરી મુજબ જગ્યાઓની વિગત
કુલ 90 જગ્યાઓનું કેટેગરી મુજબ વિભાજન નીચે મુજબ છે
| સામાન્ય (General): | 47 જગ્યાઓ |
| EWS | 09જગ્યાઓ |
| OBC (સા.શૈ.પ. વર્ગ): | 15 જગ્યાઓ |
| SC (અનુસૂચિત જાતિ): | 00 જગ્યાઓ |
| ST (અનુસૂચિત જનજાતિ) | 19 જગ્યાઓ |
પાત્રતા અને શૈક્ષણિક લાયકાત (Eligibility)
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય સંસ્થા અથવા ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી Diploma in Ayurvedic Nursing નો કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ.
- રજીસ્ટ્રેશન: ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાં રજીસ્ટ્રેશન હોવું આવશ્યક છે.
- કોમ્પ્યુટર જ્ઞાન: સરકારશ્રીના નિયમ મુજબ કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ભાષાકીય જ્ઞાન: ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા (Age Limit)
| ન્યૂનતમ વય | 18 વર્ષ |
| મહત્તમ વય | 45 વર્ષ |
| વય મર્યાદામાં છૂટછાટ | અનામત વર્ગના ઉમેદવારો (EWS, OBC, ST) અને મહિલા ઉમેદવારોને ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. |
પગાર ધોરણ (Salary)
પસંદગી પામેલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વર્ગ-3 ના નક્કી કરેલા ફિક્સ પગાર ધોરણ મુજબ પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે.
મહત્વની તારીખો (Important Dates)
- અરજી શરૂ થવાની તારીખ: (30/03/2026 થી…)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 13/04/2026 (રાત્રે 11:59 સુધી)
અરજી કેવી રીતે કરવી? (How to Apply)
- સૌ પ્રથમ OJAS Gujarat ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
- ત્યાં ‘Online Application‘ વિભાગમાં જઈ ‘Apply’ બટન પર ક્લિક કરો.
- ‘GSSSB’ પસંદ કરી ‘Staff Nurse (Ayurveda)’ ની જાહેરાત સામે ‘Apply Now’ પર ક્લિક કરો.
- જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરો, અન્યથા નવું રજીસ્ટ્રેશન કરો.
- તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનપૂર્વક ભરો.
- ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ ‘Confirm’ કરો.
- જો ફી ભરવાની થતી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
🔗 Important Links
| Link | URL |
| Official Notification (PDF) | Click Here |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
🔔 All Latest Important Updates
Gujarat Education Department District Transfer Seniority List
ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
