કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

new education paripatr::ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તબીબી સારવારના લાભો મુખ્યત્વે પત્ની/પતિ, બાળકો અને માતા-પિતા સુધી મર્યાદિત હતા, પરંતુ હવે તેમાં નિર્ભર ભાઈ-બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો હેઠળ ‘કુટુંબ’ની જૂની વ્યાખ્યાને રદ કરી, તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. નવા સુધારા મુજબ, હવે કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય તેવા સભ્યોને પણ મેડિકલ બેનિફિટ્સ મળશે.

હવે ‘કુટુંબ’માં કોનો કોનો સમાવેશ થશે?

JNVST Class 6 Result 2026 Date: नवोदय विद्यालय कक्षा 6 रिजल्ट, navodaya.gov.in पर होगा जारी! ऐसे चेक करें स्कोरकार्ड

  • નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે. જોકે, તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ.

‘નિર્ભર’ કોને ગણવામાં આવશે?

શાળાઓમાં ઉનાળુ વેકેશન 2026 ની તારીખ જાહેર! વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત, જાણો ક્યારે પડશે રજા – Summer Vacation 2026 Gujarat

સરકારે આર્થિક નિર્ભરતા માટેની મર્યાદા પણ સ્પષ્ટ કરી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતો (પેન્શન સહિત) માંથી થતી માસિક આવક ₹500થી વધુ ન હોય, તો જ તેઓ કર્મચારી પર ‘પૂર્ણત: આશ્રિત’ ગણાશે અને તેમને આ યોજનાનો લાભ મળશે.

ક્યારથી અમલમાં આવશે?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નિયમોમાં કરવામાં આવેલો આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગીય સરકારી પરિવારોને આર્થિક મોટી રાહત મળશે અને માંદગીના સમયે પરિવારના અન્ય સભ્યોની સારવારનો બોજ હળવો થશે.

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

RTE Admission 2026:હવે તપાસો તમારા બાળકને કઈ સ્કૂલ મળી

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Leave a Comment