નમસ્કાર મિત્રો ધોરણ ત્રણ પર્યાવરણ અધ્યયન નિષ્પતિઓ સેમ 1 વિષય પર્યાવરણ અહીંયા આપવામાં આવેલી છે.
અર્ધ પગારી રજા (Ardhpagari leave)

| યુનિટ નું નામ | અ. નિ code | સમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો |
| પ્રકરણ 1: કુટુંબ અને મિત્રો | C-1.1 | કુટુંબના સભ્યો, સંબંધીઓ અને પડોશીઓ જેવા સામાજિક ઘટકોનું અવલોકન કરે છે અને ઓળખે છે. |
| C-1.2 | કુટુંબ અને સમાજમાં રહેતા માણસો તથા પાલતુ પ્રાણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે. | |
| C-4.5 | પાલતુ પ્રાણીઓ (જેમ કે કૂતરો, બિલાડી) અને વન્યજીવની જરૂરિયાતોને ઓળખે છે અને પ્રેમ તથા કાળજી પ્રદર્શિત કરે છે. | |
| C-4.7 | ઘરકામ, સફાઈ અને પાણી બચાવવા જેવા કાર્યોના વિતરણના મૂલ્યો વિશે શીખે છે. | |
| પ્રકરણ 2: મેળામાં જઈએ | C-1.4: | બજાર અને બસ/ટ્રેન જેવા જાહેર પરિવહનની કામગીરી અને લોકોની ભૂમિકાનું વિશ્લેષણ કરે છે. |
| C-3.1 | મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય, સાવચેતી, અસલામત પરિસ્થિતિ અને પ્રાથમિક સુરક્ષાનું વર્ણન કરે છે. | |
| C-3.2 | કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિઓ (જેમ કે અગ્નિશામક વાહન, એમ્બ્યુલન્સ અને પોલીસની ભૂમિકા) માટેની તૈયારીની ચર્ચા કરે છે. | |
| C-4.7 | જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, કતારમાં ઊભા રહેવું અને કચરાપેટીનો ઉપયોગ કરી પોતાનું પર્યાવરણ સ્વચ્છ રાખવાના મૂળભૂત ધોરણો શીખે છે. | |
| C-5.1 & C-5.2 | શાળા, ઘર કે મેળાના મેદાનનું દિશાચિત્ર અને નકશા પાયાના સંદર્ભો દ્વારા સમજે છે અને દોરે છે. | |
| પ્રકરણ 3: ઉત્સવોની ઉજવણી | C-1.2 | સમાજમાં સામાજિક પરંપરાઓ, ઉજવણીઓ અને વિવિધ પ્રાકૃતિક તત્ત્વોનું વર્ણન કરે છે. |
| C-2.2 | પ્રદેશ આધારિત વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ, ઉત્સવો, પરંપરાગત પોશાક અને ઊજવણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે. | |
| C-4.2 | સ્થાનિક પર્યાવરણમાં રહેલ સાંસ્કૃતિક વૈવિધ્ય (ખોરાક, પહેરવેશ, વિવિધ ઋતુઓ, વસ્ત્રાલંકાર, ભાષા વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે. | |
| EV3331 | રસ્તા પર અથવા વાહન વ્યવહાર દરમિયાન સલામતીને લગતા વિવિધ ચિહ્નો (Signboards) અને સૂચનાઓ વાંચે છે અને ઓળખે છે. | |
| પ્રકરણ 4: વનસ્પતિને જાણીએ | આસપાસના વિસ્તારોમાં જોવા મળતા ઝાડ, છોડ, પાંદડા અને ફૂલોના આકાર, કદ તથા વિવિધતા વિશે પ્રશ્નો પૂછે છે અને ઓળખે છે. | |
| C-4.1: | : વનસ્પતિઓમાં રહેલ વિવિધતા (પાંદડાનો આકાર, સપાટી, સુગંધ વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે. | |
| C-4.41: | કુદરતી સંસાધનો જેવી કે વનસ્પતિઓ અને અનાજ/કઠોળના બીજને કેવી રીતે જાળવી શકાય અને તેનું સંરક્ષણ કરી શકાય તે સમજે છે. | |
| પ્રકરણ 5: વનસ્પતિ અને પ્રાણીઓનું સહજીવન | C-1.1 | આસપાસના પર્યાવરણના નૈસર્ગિક ઘટકો જેવા કે જંતુઓ, પક્ષીઓ, અન્ય પ્રાણીઓનું અવલોકન કરે છે. |
| C-2.1: | વનસ્પતિ અને પ્રાણીઓનું જીવનચક્ર, પૃથ્વીની સપાટી પર રહેલી માટી/જમીનનું બંધારણ અને નૈસર્ગિક સંરક્ષણો સમજે છે. | |
| C-4.1 | વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે રહેલી વિવિધતા, અવાજ (પક્ષીઓના અવાજો), ખોરાકની ટેવો, કાળજી અને રહેઠાણ (આશ્રય)નું અવલોકન અને વર્ણન કરે છે. | |
| પ્રકરણ 6: સુમેળભર્યું જીવન | C-2.1 | પોતાના જીવનનો આધારરૂપ બનતી વનસ્પતિ અને પ્રાણીઓના ઉપયોગો (લાકડું, દવાઓ, દૂધ, ઈંધણ, રેસા, લાકડું વગેરે)ની સમજણ ધરાવે છે. |
| C-4.5 | વનસ્પતિ અને પ્રાણીઓની જરૂરિયાતોને ઓળખે છે તથા આપણી આસપાસ પર્યાવરણીય સમતોલન (Balance) અને સુમેળ (Harmony) જાળવવા માટે કેવી રીતે સહાય કરી શકાય તે પ્રદર્શિત કરે છે. |
Standard-3 ENGLISH – Learning Outcomes

