ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર તમામ શાખાઓના કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. આનો હેતુ હાજરી વ્યવસ્થામાં નિયમિતતા, એકરૂપતા, ચોકસાઈ અને પારદર્શિતા લાવવાનો છે. આ સિસ્ટમ હેઠળ નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુક્તિ આધારિત, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, કોલર તથા કન્સલ્ટન્ટ્સ સૌને ફરજિયાત હાજરી નોંધાવવી પડશે. હાજરી સંબંધિત તમામ નિયમો, કચેરી સમય, રજાના નિયમો, પગાર જોડાણ તથા અન્ય પ્રક્રિયા માટેનું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ( આ સાથે સંલગ્ન છે. ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમથી જનરેટ થતી હાજરીની માહિતી પગાર તથા સેવાને લગતી વહીવટી પ્રક્રિયામાં માન્ય રહેશે.
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નો અહેવાલ 2025
નિયમો, કચેરી સમય, રજાના નિયમો, પગાર જોડાણ તથા અન્ય પ્રક્રિયા માટેનું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)
- ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરીનો સિસ્ટમ 1 ઓક્ટોબર 2025 થી અમલ કરવામાં આવશે.
- તમામ કર્મચારીઓએ આ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરીનો સિસ્ટમ ટ્રાઇલ બેઝ પર હોઇ તમામ કર્મચારીઓને જયાં સુધી અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સધુી હાજરી રજીસ્ટ્રરમાં પણ સહી કરવાની રહેશે.
- પ્રથમ તબક્કામાં સ્ટેટ પ્રોજેકટ ઓફિસ માટે ફરજિયાત અમલ કરવાનો રહેશે. ત્યારબાદ ક્રમશઃ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ, BRC, CRC અને અન્ય તમામ કચેરી માટે ફરજિયાત લાગુ કરવામાં આવશે. જેમાં નિયમિત, કોન્ટ્રાક્ટ, પ્રતિનિયુક્તિ, કન્સલ્ટન્ટ તથા આઉટસોર્સ તમામ કર્મચારીઓ માટે લાગુ.
ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ શિક્ષણ વિભાગમાં ફરજિયાત અમલ બાબત
education paripatr introdacshan
(1)આ પરિપત્ર સમગ્ર શિક્ષા, ગાંધીનગર વડી કચેરીના સરકારશ્રીના નિયમિત કર્મચારીઓ, પ્રતિનિયુક્તિઆધારીત કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ તથા કન્સલ્ટન્ટ, કોલર કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે.
(2)દરેક કર્મચારીએ સવારે ૧૦:૩૦ કલાક સુધીમાં ફરજિયાત હાજરી ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમમાં હાજરી પુરી પોતાની જગ્યા પર હાજર થવાનું રહેશે. આવી રીતે સાંજના ૦૬:૦૦ કલાક કે ત્યારબાદ જ પોતાની જગ્યા છોડવાની રહેશે અને ત્યારે પણ નીકળતી વખતે પોતાની હાજરી રજીસ્ટર કરવાની રહેશે.
(3)રવિવાર તથા 2જો અને 4થો શનિવાર રજા રહેશે. રજાઓ રાજ્ય સરકારના GAD ના નિયમ મુજબ રહેશે. 1લો, 3જો અને જો હોય તો 5મો શનિવાર કાર્યકારી દિવસ ગણાશે.
(4) હાજરી ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક મશીનથી જ કરવાની રહેશે.
(5)દિવસમાં 2 વખત (આવતાં અને જતાં) હાજરી પુરાવાની રહેશે. પ્રથમ “IN” ગણાશે અને અંતિમ “OUT” એમ 2 વખત ) હાજરી ગણાશે. મહિને મહત્તમ 2 વાર 60 મિનિટ સુધી ગ્રેસ પિરિયડ મંજૂર.
(6) 2 વાગ્યા પછી આવનાર કે 2:30 વાગ્યા પહેલાં જનારને હાફ-ડે ગણાશે.
(7) ફિલ્ડ કામ માટે કર્મચારીને geo-fenced મોબાઇલ FR એપથી હાજરી કરવી પડશે.
(8)ઈલેક્ટ્રીસીટી/મશીન ખરાબી, મુસાફરી કે મેડિકલ કારણસર હાજરી ન ભરવાના સંજોગોમાં 2 દિવસમાં લેખિત પુરાવા સાથે રિપોર્ટિંગ શાખા અધિકારીને રજૂઆત આપવાની રહેશે. એક નકલ મહેકમ શાખામાં આપવાની રહેશે.
(9)હાજરીનો ડેટા સંલગ્ન શાખા દ્વારા સંગ્રહ કરી સુરક્ષિત રીતે રાખવાનો રહેશે તથા પગાર પ્રક્રિયા સાથે સીધો જોડાશે. તમામ નિયમોનું કડક પાલન ફરજિયાત કરવાનું રહેશે
(10) કોઈ કારણોસર સવારે ૧૦:૩૦ કલાક બાદ વધુમાં વધુ ૧૦ મીનીટ (એટલે કે ૧૦:૪૦ કલાક સુધી) છૂટ આપવામાં આવશે.
(11) કોઈ પણ કારણોસર શાખા અધિકારીશ્રીને જાણ કર્યા વગર કોઈ પણ કર્મચારી સવારે ૧૦:૪૦ કલાકે કે ત્યારબાદ કચેરીમાં આવશે કે સાંજે ૦૬:૦૦ કલાક પહેલા કચેરી છોડીને જશે તો તે દિવસે જે -તે કર્મચારીને તેના નિયંત્રણ અધિકારીશ્રીની જાણ હેઠળ **લેટ કર્મીંગ’ / ‘અર્લી ગોઇંગ’ યાદી આપવામાં આવશે.
Ujash Bhani Program:Aheval Values and citizenship
(12) એક માસમાં આવા ત્રણ ‘લેટ કીંગ’ / ‘અર્લી ગોઈંગ’ યાદી મેળવનાર કર્મચારીશ્રીની અડધા દિવસની પરચૂરણ રજા ગણાશે. મહિનામાં ત્રણ દિવસથી વધુ થશે તો ગણવામાં આવશે.
(13) નવા હાજર થનાર કે કોઈ પણ કારણોસર ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એટેન્ડન્સ સીસ્ટમમાં રજીસ્ટર ન ધરાવતા કર્મચારીઓને ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એટેન્ડન્સ સીસ્ટમમાં રજીસ્ટર કરાવવાની જવાબદારી, કર્મચારીની પોતાની, તેમના શાખા/નિયંત્રણ અધિકારીશ્રી તથા મહેકમ શાખાની રહેશે
(14) ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમમાં હાજરી રજીસ્ટર ન થતી હોય તો કર્મચારીએ મહેકમ શાખાનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. આવા કર્મચારીએ જયાં સુધી એટેન્ડન્સ સીસ્ટમમાં હાજરી રજીસ્ટર ન થાય ત્યાં સુધીના સમયગાળા માટે મહેકમ શાખાના હાજરી રજીસ્ટરમાં આવતા-જતાની એન્ટ્રી કરવાની રહેશે.
(15) કચેરીના કામે ફિલ્ડમાં ગયેલ કર્મચારીઓએ તેઓના ફિલ્ડની કામની જગ્યાએથી ફેસ-રીકગ્નિશન / બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમની geo-fenced મોબાઇલ FR એપથી દ્વારા પોતાની હાજરી પુરવાની રહેશે. ફિલ્ડમાં ગયેલ કર્મચારી દ્વારા ઓનલાઇન હાજરી જેતે શાખાના અધિકારીશ્રીના મોબાઇલ એપ પર એપ્રુવલ માટે આવશે. જેને શાખા અધિકારીશ્રીના એપ્રુવલ મળ્યા બાદ જ કર્મચારીની જે તે દિવસની હાજરી ગણાશે.
(16)કર્મચારી કચેરી કામે કચેરી સમય પહેલા (સવારે ૧૦:૩૦ પહેલા બહાર ગયેલ હોય અને કચેરી કામે બહાર ગયેલ કર્મચારીને કચેરીના કામ માટે વધુ સમય બહાર રહેવુ પડે (સાંજે ૬:૦૦ પછી) તો તેવા કર્મચારીએ હાજરી સીસ્ટમમાં In & Out ની એન્ટ્રી કરવા કચેરીએ આવવાની જરૂર રહેશે નહી. તેવા કર્મચારીઓને ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રીક બેસ એન્ટેન્ડસ સીસ્ટમની geo-fenced મોબાઇલ FR એપથી પણ In & Out ની એન્ટ્રી કરી શકશે.
(17) કચેરી કામે સ્થાનિક કક્ષાએ બહાર કે ફિલ્ડમાં ગયેલ કર્મચારીઓએ In & Out ની એન્ટ્રી ને શાખા અધિકરીશ્રીએ એપ્રુવલ આપવાની રહેશે. ત્યારબાદ જ કર્મચારીની હાજરી માન્ય ગણાશે.
(18) કર્મચારીએ આખા દિવસ રજા અને અડધા દિવસની રજાનો રીપાર્ટ શાખા અધિકારીશ્રીની મંજુરી લઇ મહેકમ શાખામાં આપવાનો રહેશે.
(19) તમામ કર્મચારીઓને તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવશે.
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |
(20) માર્ગદર્શન અને મદદ માટે મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. ટેકનીકલ સપોર્ટ માટે MIS શાખાનો સંપર્ક કરવાનો રહેશે



(21) તા.૩૧.૧૨.૨૦૨૫ સુધી Facial Attendance અને Officer Register માં પણ હાજર પૂરવાની રહેશે.
✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )