સરકારી કર્મચારીઓએ તેમની માલિકીના મકાન જમીન સ્થાપન મિલકત તેમજ વાહન, સોનું,શેરબજાર કે અન્ય રોકાણો જંગલ મિલકતની વિગતો આપવાની રહેશે.
એજ્યુકેશન ન્યુઝ ગુજરાત: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વર્ગ એક થી ત્રણ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ 2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગલ મિલકત દર્શાવતા પત્રક આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઇન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.
✴️ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી
રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓએ આ વિગતો તારીખ 1 .1 .2026 થી 31. 1 .2026 સુધીમાં કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
ર્મયોગી વેબસાઈટ પર જાઓ 🔗
🔯 માર્ગદર્શિકા અને નિયત ફોર્મ
ગુજરાત સરકાર નો ઓફિસિયલ પત્ર
📲 નિયમ અને જોગવાઈ વિશે જાણો
ગુજરાત રાજ્ય સેવા વ્રતનું નિયમો 1971 ના નિયમ 19 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. જે મુજબ દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પત્રક સરકારમાં જમા કરાવવું અનિવાર્ય છે.
તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો પરંતુ વર્ષ 2024 થી વર્ગ ત્રણ ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
સરકારી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમય મર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક ઓનલાઇન સબમિટ નહીં કરે તો તેમનો પગાર આ કરવામાં આવશે નહીં. પગાર અટકાવવામાં આવશે. વહીવટમાં વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
📲 સ્થાવર જંગમ મિલકત એટલે શું?
કર્મચારીઓએ તેમની માલિકીના મકાન જમીન સ્થાપન મિલકતો તેમ જ વાહન સોનું શેરબજાર કે અન્ય રોકાણો જંગલ મિલકતની વિગતો આપવાની રહેશે. આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીની દર વર્ષ દરમિયાનની મિલકતમાં થયેલા વધારા ઘટાડાની સત્તાવાર માહિતી સરકારમાં ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારના આ આદેશથી હવે અધિકારી કર્મચારીઓને પોતાની સ્થાવર જંગલ મિલકતની ઓનલાઈન પોર્ટલ પર નોંધવાની રહેશે.. અને કર્મયોગી પોર્ટલ ઉપર કોઈ ભૂલ ન રહે તે માટે તેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
₹35000 કમાઓ: Work From Home માટે કોમ્પ્યુટર નહીં, માત્ર મોબાઇલ પૂરતો!
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
