એક લુચ્ચો દુકાનદાર -કરિયાણાની દુકાન – એક ગ્રાહક – ખાંડ ખરીદવી – દુકાનદારનું ઓછું તોલવું – ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, “વધારે ઊંચકવું નહિ પડે.” – ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા – દુકાનદારે પૂરા પૈસા માગવા-ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે.” –બોધ.
જેવા સાથે તેવા
ક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.
એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”
ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા નું મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.દુકાનદારે પૈસા ગણ્યા તો ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”ગ્રાહકે રોકડું પરખાવ્યું.ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.”
દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો.
બોધ-
જેવા સાથે તેવા થવું પડે.
ALSO READ:;
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય![]() | CLICK HERE |
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR ![]() | CLICK HERE |
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)![]() | CLICK HERE |
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.![]() | CLICK HERE |
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?![]() | CLICK HERE |