“પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને NEP 2020 (New Education Policy 2020) ના દૃષ્ટિકોણથી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

🔸 NEP 2020 મુજબ કલા અને સંસ્કૃતિને અભ્યાસક્રમમાં સામેલ કરવો

🔸 બાળકોમાં સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન

🔸 શાળામાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં કલા અને સંગીતનું આયોજન કરવાની ક્ષમતા વધારવી

🔸 ‘અનંદદાયી શનિવાર’, ‘બેગલેસ ડે’ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપવો

📝 ઉમેદવારો માટે આ ભરતીમાં સમાવેશ થવા માટે સ્થાનિક શાળાના સંપર્કમાં રહેવું જરૂરી છે.

📌 અરજી પસંદગી શાળાની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) દ્વારા થશે.

🎓 સંબંધિત વિષયમાં તાલીમ, અભ્યાસક્રમ અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે.

💥Art & Music Teacher Recruitment Gujarat 2025

💥Pay Center School Teacher Bharti

💥Drawing Teacher Honorarium Job in Gujarat

💥NEP 2020 Art Education Implementation

💥SSA Gujarat Contract Teacher Jobs

💥Gujarat Government Music Teacher Vacancy

💥Kendriya Vidyalaya Art Teacher Jobs

💥Honorarium Based Teacher Appointment News

📍 કલા, સંગીત, નાટક, નૃત્ય જેવા વિષયોમાં ભાગ લેવાથી શિક્ષણની ગુણવત્તા વધશે

📍 બાળકો માટે આનંદદાયી શાળાનો અનુભવ

📍 સ્વાનુભવી કલાકારોને શિક્ષણક્ષેત્રમાં યોગદાન આપવાની તક

📍 શાળામાં કુશળ તાલીમકારો મળવાથી બાળકોની પ્રસ્તુતિ શક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ કળામાં વધારો

1. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને તાસ દીઠ રૂ.50/-નું ઉચ્ચક માનદવેતન આપવાનું રહેશે. દિવસના મહત્તમ 6 થી 8 તાસનો કાર્યભાર આપવાનો રહેશે. આ પ્રકારના અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને મહત્તમ માસિક રૂ.9000/- સુધીનું મહેનતાણું આપવાનું રહેશે.

2. આ રીતે સેવાઓ લેવા માટે લાયકાત તરીકે વયમર્યાદા 18 વર્ષથી વધુ અને 38 વર્ષથી ઓછી રાખવાની રહેશે તેમજ અંશકાલીન ચિત્ર/સંગીત વિષયના શિક્ષકો માટે ચિત્ર/સંગીત વિશારદ લાયકાત ધ્યાને લેવાની રહેશે. અને વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓને પગાર કેન્દ્રની શાળાની શાળાવ્યવસ્થાપન સમિતિ મારફત કામગીરી સોંપી શકાશે. આવા ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહી કે નિમણૂંક પત્ર આપવાનો રહેશે નહી. પરંતુ સંબંધિત પગાર કેન્દ્રની શાળા તથા તેની તાબાની શાળાના ગામોના જાહેર સ્થળના નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવવાની રહેશે.અને તેની નકલ અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે.

૩. પગાર કેન્દ્રની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ તેઓના પગાર કેન્દ્ર વિસ્તારમાં રહેતા કે તે તાલુકામાં રહેતા ઉમેદવારોની સદર કામગીરી માટે સેવાઓ લેવા પ્રાથમિકતા આપવાની રહેશે.

4. મંજૂર કરેલ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની મર્યાદામાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિની જરૂરીયાત પ્રમાણે નિયુકત કરવાની રહેશે.

5. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને કાર્યભાર સોંપતી વખતે પ્રથમ ધોરણ 6 થી 8 ના તાસની ફાળવણી કરવાની રહેશે અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના તાસની ફાળવણી કરવાની રહેશે. તે મુજબ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્યે કામગીરી કરવાની રહેશે.

6. પગાર કેન્દ્ર શાળાઓમાં અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનતાણાંથી નિમણૂક કરવાની રહેશે, જે કાર્યવાહી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા હાથ ધરવાની રહેશે.

7. પગાર કેન્દ્રના આચાર્ય દ્વારા તેઓને પગાર કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં દરરોજની કામગીરી માટેનું સમયપત્રક ફાળવવાનું રહેશે.

8. આ રીતે કામ કરનાર શિક્ષકોને શાળા ફાળવતી વખતે સંબંધિત પગાર કેન્દ્ર શાળામાં આવેલ શાળાઓ પૈકી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓને અગ્રતાક્રમ આપવાનો રહેશે.

9. મહેનતાણું ચુકવવાની જવાબદારી પગારકેન્દ્રના આચાર્યશ્રીની રહેશે અને સબંધિત અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોના ખાતામાં તે રકમ સીધી જમા કરાવવાની રહેશે અથવા ચેકથી ચૂકવવાની રહેશે. કોઇપણ સંજાગોમાં રોકડમાં મહેનતાણું ચૂકવવાનું રહેશે નહી.

10. મહેનતાણું ચૂકવતી વખતે સદર પ્રવાસી શિક્ષકોએ જે શાળાઓમાં જે તે દિવસે કામગીરી કરેલ તે શાળાના આચાર્યશ્રીએ તે તારીખ સહિત કામ કરેલ તાસની સંખ્યાનું પ્રમાણપત્ર સંબંધિત પગારકેન્દ્રના આચાર્યશ્રીને રજૂ કરવાનું રહેશે. તેના આધારે મહેનતાણાની ચૂકવણી કરવાની રહેશે.

11. અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.

12. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી/ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

13. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.

શિક્ષણ ક્ષેત્રમાં “કલા અને સંગીત” શિક્ષકોની માનદ વેતનથી ભરતી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પગલું છે. આ ભર્તીનો લાભ સ્થાનિક કલા શિક્ષકો અને તાલીમાર્થીઓને રોજગારરૂપ અને બંને રીતે મળશે.

EDUCATION PARIPATR :BHARTI

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment