
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 19 સપ્ટેમ્બર 2025 ના રોજ હેડ ટીચર વર્ગ III ની ભરતી ના નિયમોમાં સુધારો કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ સુધારા હેડ ટીચર HEAD TEACHER વર્ગ ત્રણ ભરતી સુધારા નિયમો 2025 તરીકે ઓળખાશે અને તે સરકારી ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.
મુખ્ય સુધારાઓ અને તેનું અર્થઘટન :
ભરતી માટે નવો ગુણોત્તર રેશિયો
- ✅ સૌથી મોટો અને મહત્વનો ફેરફાર ભરતીના પ્રમાણમાં કરવામાં આવ્યો છે હવે એ ટીચરની નિમણૂક નીચે મુજબ ના 1:1:2 ના ગુણોત્તરમાં કરવામાં આવશે.
- 1 ભાગ: સિનિયર ના આધારે પ્રમોશન બઢતી દ્વારા
- 1 ભાગ :સીધી ભરતી ડાયરેક્ટ સિલેક્શન દ્વારા
- 2 ભાગ: ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે પ્રમોશન દ્વારા
✅ પ્રમોશન માટેની નવી પદ્ધતિ :
- 🔛 નિયમો એક નવી પદ્ધતિ ઉમેરવામાં આવી છે જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પ્રમોશનની છે
- 🔛 આ પરીક્ષા એવા શિક્ષકો આપી શકશે જેઓની નીચેની લાયકાત
- ➖ ડાયરેક્ટટુરેટ ઓફ પ્રાઈમરી એજ્યુકેશન હેઠળ પ્રાઇમરી અથવા અપર પ્રાઇમરી શિક્ષક તરીકે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોય.
- ➖ ગુજરાત સિવિલ સર્વિસીસ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સી નિયમો 2006 મુજબ કોમ્પ્યુટરની જ્ઞાનની લાયકાત ની પરીક્ષા પાસ કરી હોય.
- ➖ સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોય.
સિનિયોરિટી આધારિત પ્રમોશન માટેના માપદંડ:
🔗 જે પ્રમોશન સિનિયોરિટી ના આધારે આપવામાં આવશે તેના માટે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ “સારા” (GOOD ) બેન્ચમાર્ગને ધ્યાનમાં લેવામાં આવશે.
સારાંશ ➖
આ પરિપત્રનો મુખ્ય હેતુ (HTAT )હેડ ટીચરની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાનો છે. હવે કુલ ખાલી જગ્યાઓમાંથી 50% જગ્યાઓ બે ભાગ નવી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પ્રમોશનથી ભરવામાં આવશે. બાકીની 25% જગ્યા એક ભાગ જગ્યાઓ સિન્યોરીટીના આધારે પ્રમોશનથી અને 25% એક ભાગ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ફેરફારથી અનુભવી શિક્ષકોની પરીક્ષા દ્વારા ઝડપથી પ્રમોશન મેળવવાની તક મળશે.




📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 3 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 4 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 5 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 6 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 7 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
📌પ્રથમ સત્રાંત પરીક્ષા ના ધોરણ 8 ના મોડલ પેપર માટે અહીંયા ક્લિક કરો
અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી