…………………….પ્રાથમિકશાળા………………………. *****’ઉજાસ ભણી કાર્યક્રમ*****
4. મૂલ્યો અને નાગરિકતા
……………………….. પ્રાથમિક શાળામાં ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિષયના વક્તા હતા ………………………………………………………………………………………… ખૂબ જ સરળ શૈલીમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી વગેરે મૂલ્યોની વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરેક વ્યક્તિને પોતાના મૂલ્યો હોય છે. આ મૂલ્યો કુટુંબ ,મિત્રો, જાતિ, ધર્મ, સામાજિક વાતાવરણ વગેરે જેવા અનેકવિધ પરિબળોના આધારે ઘડાતા હોય છે .વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા આ મૂલ્યોનો સિંચન થતું જ હોય છે. સૌથી વધારે મહત્વની બાબત આ ઉંમરે મિત્રતાની છે .મિત્રો સારા હોવા જોઈએ એ વિશે સમજાવતા શ્રી ……………………………………… મગર અને વાંદરો, કૃષ્ણ અને સુદામા તથા દુર્યોધન અને કંસની મિત્રતા કેવા પરિણામો લાવી તેની સુંદર છણાવટ કરી.
સાથે સાથે વ્યસન કરવાથી આપણને પોતાને તથા દેશને કેવું નુકસાન થાય છે તેની સમજ આપી.
શાળામાં ,ઘરમાં તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. દેશના એક સારા નાગરિક બની દેશને મદદરૂપ થવું જોઈએ . આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ ડિગ્રી મેળવી દેશને મદદરૂપ બનો વ્યસનો નહીં કરવાના તથા સારું ભણવા માટે તેમણે બાળકોને ઉભા કરી, હાથ ઉંચે કરાવીને પ્રતિજ્ઞા પણ લેવડાવી.
✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )
આમ આજના સેશનમાં બાળકોને જીવન ઘડતરમાં જરૂરી તમામ મૂલ્યોની તથા એક નાગરિક તરીકે આપણી દેશ માટે શું ફરજ છે તેની બાળકોને સમજ આપી.
કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી એ શ્રી ……………………………………..નો આભાર માન્યો.

