Reliance Foundation Scholarship 2025: ભારતમાં અનેક તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ તેમના સપનાઓને સાકાર કરવા માટે સંઘર્ષ કરે છે. આવા વિદ્યાર્થીઓ માટે Reliance Foundation Scholarship 2025 એક સોનેરી તક છે. આ સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર આર્થિક મદદ જ નહીં, પણ મેન્ટરિંગ અને એલ્યુમની નેટવર્કનો લાભ પણ મળે છે.
Eligibility-Reliance Foundation Scholarship 2025
આ સ્કોલરશીપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ નીચેના માપદંડો પૂર્ણ કરવાના રહેશે:
- ભારતીય નાગરિક હોવો જોઈએ.
- 12મા ધોરણમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ થેલ હોવો જોઈએ.
- 2025–26ના શૈક્ષણિક વર્ષમાં પ્રથમ વર્ષના પૂર્ણ-સમયના ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેવેલો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક ₹15 લાખથી ઓછી હોવી જોઈએ (પ્રાથમિકતા ₹2.5 લાખથી ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને મળશે).
- ફરજિયાત Aptitude Test આપવો જરૂરી છે.
કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં ?
- બીજા વર્ષ કે તેથી ઉપરના વિદ્યાર્થીઓ.
- Distance/Hybrid/Online કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ.
- માત્ર ડિપ્લોમા કોર્સ કરનારા વિદ્યાર્થીઓ.
- Aptitude Test ન આપનાર વિદ્યાર્થીઓ.
Scholarship Benefits-Reliance Foundation Scholarship 2025
🎉પસંદ થયેલા વિદ્યાર્થીઓને કુલ ₹2,00,000 સુધીની આર્થિક મદદ મળશે.
🎉સાથે જ Reliance Foundation ના Alumni Network માં જોડાવાનો મોકો મળશે, જે કારકિર્દી નિર્માણ માટે ખૂબ જ ફાયદાકારક છે.
Required documents-Reliance Foundation Scholarship 2025
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સરનામું પુરાવા (Address Proof)
- ધોરણ 10 અને 12ના માર્કશીટ
- બોનાફાઇડ સ્ટુડન્ટ સર્ટિફિકેટ
- આવકનો પુરાવો (Gram Panchayat/Tehsildar/DM દ્વારા આપવામાં આવેલ)
- અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
Application process-Reliance Foundation Scholarship 2025
ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025
💡Reliance Foundation Scholarship ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
💡Eligibility Questionnaire ભરો.
💡યોગ્યતા પુષ્ટિ થયા બાદ ઇમેઇલ દ્વારા Login ID મળશે.
💡પોર્ટલમાં લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
💡તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
💡ફોર્મ સબમિટ કર્યા બાદ ફરજિયાત Aptitude Test આપો.
છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર 2025 |
જો તમે પણ આ સ્કોલરશીપ માટે પાત્ર છો, તો આ તક ચૂકી ન જશો. તે તમારા અભ્યાસને આર્થિક સપોર્ટ આપશે અને સાથે ભવિષ્યના સફળ કારકિર્દી માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.