Rajya Stariya Bal Vaigyanik Pradarshani (RSEVP) 2025 માટે Education Department, Gujarat દ્વારા official circular જાહેર કરાયું છે. આ વર્ષનું main theme છે:“STEM for Viksit and Atmanirbhar Bharat”આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં Science, Technology, Innovation અને Research-oriented mindset વિકસાવવાનો છે. વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025
🎯 Sub-Themes of RSEVP 2025
અંબાજી પાર્કિંગ એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ માહિતી
આ વર્ષે નીચેના sub-themes નક્કી કરવામાં આવ્યા છે: વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025
- Sustainable Agriculture (સ્થાયી કૃષિ)
- Waste Management and Alternatives to Plastics (કચરો વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો)
- Green Energy (હરિત ઊર્જા)
- Emerging Technology & Recreational Mathematical Modelling
- 5-A- Health and Hygiene (આરોગ્ય અને સ્વચ્છતા)
- 5. B – Water Conservation and Management (જળ સંરક્ષણ અને સંચાલન)
📌 વિદ્યાર્થીઓએ ઉપરના sub-themes માંથી પસંદ કરી innovative working models / projects તૈયાર કરવા પડશે.
🌍 One Day Seminar Topic 2025
ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન RC બુકમાં મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી…🚘
👉આ વર્ષે Seminar માટે ખાસ વિષય જાહેર કરાયો છે: વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025
👉“Reducing Plastic Pollution” (પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું)
👉વિદ્યાર્થીઓએ plastic free society બનાવવા માટે eco-friendly innovations રજૂ કરવાની તક મળશે.
આપની કક્ષાએથી આ અંગે તમામ શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસને જાણ કરવાની રહેશે. આ અન્વયે આ સાથે સીઆરસી, બીઆરસી અને એસવીએસ કક્ષાના આયોજન માટે અત્રેની કચેરી દ્વારા આયોજન મોકલવામાં આવેલ છે. અત્રેની કચેરી દ્વારા ઉપરોકત આયોજન સંદર્ભે સીઆરસી, બીઆરસી/યુઆરસી અને એસવીએસ કક્ષાના પ્રદર્શન માટે ઓનલાઇન ગ્રાંટ ફાળવણી કરવામાં આવશે. આ સંદર્ભે આપના જિલ્લામાં સંકલન બેઠકનું આયોજન કરવુ. આ આયોજન સંદર્ભે નીચે જણાવેલ સુચનાઓ ધ્યાને લઇ આયોજન અને અમલીકરણ કરવા જણાવવામાં આવે છે.
આયોજન અંગે માર્ગદર્શક બાબતોઃ
🔑ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન(બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) ૨૦૨૫-૨૬નું આયોજન School Level — CRC BRC/URC-SVS District -Zone Leve State Level મુજબ થશે.
🔑આ પ્રદર્શનના આયોજન સંદર્ભે જિલ્લા કક્ષાએ સંકલન સમિતિની રચના કરવી જેમાં પ્રાર્ચાયશ્રી, ડીઇઓશ્રી, ડીપીઇઓશ્રી, શાસનાધિકારીશ્રી, વિજ્ઞાન સલાહકારનો સમાવેશ કરવો. સંકલન સમિતિનો નિર્ણય આયોજન અને અમલીકરણ સંદર્ભે આખરી રહેશે.
🔑જિલ્લા કક્ષાના આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું પ્રદર્શન સંયુકત રીતે આયોજન કરવામાં આવે તે સંજોગોમાં જિલ્લાકક્ષાએ આવનાર મોડેલની સંખ્યાને ધ્યાને લઇ આ આયોજન દરમ્યાન જે જિલ્લાઓમાં એસવીએસની સંખ્યા વધુ છે ત્યાં(૮ કે તેથી વધુ) જિલ્લાકક્ષાએ એસવીએસ કક્ષાએથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પૈકી જે શ્રેષ્ઠ મોડેલ હોય તે એક મોડેલને જ હાજર રહેવા જાણ કરવાની રહેશે.
🔑જિલ્લા કક્ષાએ પ્રદર્શન પૂર્ણ થયેથી ઝોન કક્ષાએ ૨ દિવસીય પ્રદર્શન આયોજીત કરવાના રહેશે.
🔑સીઆરસી કક્ષા, એસવીએસ કક્ષાના પ્રદર્શનમાં ૧૦૦ ટકા શાળાઓ ભાગ લે તે માટે ડીઇઓ, ડીપીઇઓ અને શાસનાધિકારી સાથે સંકલન કરી આયોજન કરવુ.
🔑આ પ્રદર્શનમાંથી સ્પર્ધાના તત્વને દુર કરવુ અર્થાત નંબર આપવાનો રહેતો નથી. મૂલ્યાંકન દરમ્યાન મુલ્યાંકન માપદંડ મુજબ વિભાગવાર શ્રેષ્ઠ કૃતિ/મોડેલને ઉપલા ક્રમે નોમીનેટ કરવાના રહેશે. પ્રોત્સાહનરૂપે તમામને સર્ટીફીકેટ, સ્મૃતિચિહ્ન, પુસ્તક આપી શકાય. તમામ કક્ષાએ નિર્ણાયકોની સંખ્યા વિભાગ મુજબ ૨ રાખવાની રહેશે. એનસીઇઆરટી ગાઇડલાઇનમાં આપેલ મુલ્યાંકન માપદંડ મુજબ કામગીરી કરવાની રહેશે.
🔑પ્રદર્શનમાં રજુ થયેલ મોડેલના મુલ્યાંકન માટે ડાયટ/સાયન્સ કોલેજ/અધ્યાપન મંદિર/ વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાના પ્રતિનિધીઓને આમંત્રિત કરવાના રહેશે.
🔑જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજીત પ્રદર્શન દરમ્યાન જે તે વિસ્તારમાં વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા/ અન્ય વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થાને સ્ટોલ રજુ કરવા જણાવવુ.
🔑આ પ્રદર્શનના આયોજન અને અમલીકરણ સંદર્ભે ગ્રાંટ ડાયટ-પ્રાચાર્યને હવાલે મુકવામાં આવે છે. આ ગ્રાંટમાંથી સરકારી નિયમોનુસાર/ GeM મારફત પ્રક્રિયા હાથ ધરી જુદા જુદા હેડ હેઠળ ખર્ચ કરવાનો રહેશે. જે અન્વયે આમંત્રણ કાર્ડ, ઓળખપત્ર, ભોજનપાસ, પ્રમાણપત્ર, સ્ટેશનરી, મંડપ, સાઉન્ડ સીસ્ટમ, ચા-નાસ્તો, ભોજન, નિર્ણાયકોને ટીએ-ડીએ અને માનદ વેતન(સરકારશ્રીના નિયમોનુસાર), પ્રાથમિક શાળાઓના માર્ગદર્શક શિક્ષકો અને વિધાર્થીઓને ટીએ( જિલ્લા કક્ષા), ફોટોગ્રાફી, વીડીઓ, પ્રોત્સાહક ઇનામો, સાંસ્કૃતિક કાર્યક્રમ, તથા અન્ય આનુષંગિક ખર્ચ સંદર્ભે ખર્ચ કરવાનો રહેશે.
🔑ઝોનકક્ષા અને રાજયકક્ષાએ આયોજીત પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિયમોનુસાર ટીએ આપવાનું રહેશે.
🔑સીઆરસી-બીઆરસી-એસવીએસ કક્ષાના પ્રદર્શન સમયે ડાયટના તાલુકા લાયઝને સંકલનકાર તરીકે કામગીરી કરવાની રહેશે અને પ્રદર્શન મુલાકાત કરવાની રહેશે.
🔑તાલુકા કક્ષાએ પ્રથમ દિવસે સ્ટોલ ગોઠવણી અને પ્રદર્શન ખુલ્લુ મુકવાનું રહેશે. બીજા દિવસે પ્રદર્શન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી શાળાઓ તથા જાહેર જનતા માટે ખુલ્લુ મુકવાનું રહેશે.
🔑જિલ્લા કક્ષાના પ્રદર્શન પૂર્ણ થયેથી જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષા માટે પસંદ થયેલ મોડેલના વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો સાથે વર્કશોપનું આયોજન કરી જરૂરી સુધારા સાથે ઝોન અને રાજય કક્ષાએ મોકલવાના રહેશે.
🔑ઝોન કક્ષાએ પ્રથમ દિવસે સ્ટોલ ગોઠવણી અને પ્રદર્શન ખુલ્લુ મુકવાનું રહેશે. બીજા દિવસે પ્રદર્શન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી શાળાઓ તથા જાહેર જનતા માટે ખુલ્લુ મુકવાનું રહેશે. અ પ્રદર્શનના આયોજન દરમ્યાન સંબધિત જિલ્લાઓમાંથી જિલ્લા દીઠ એક ડી એલએડ સંસ્થાને હાજર રહેવા ઝોનકક્ષાના યજમાન ડાયટ દ્વારા જાણ કરવાની રહશે.
🔑શાળાઓના વિધાર્થીઓ અને જાહેર જનતા પ્રદર્શનનો વધુ સમય લાભ લઇ શકે તે હેતુસર ઉદઘાટન કાર્યક્રમમાં વધુ સમય વ્યતિત ન થાય તે અપેક્ષિત છે.
🔑જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ દરેક જિલ્લામાંથી વિભાગવાર ૧૦ શ્રેષ્ઠ મોડેલ ( ૫ પ્રાથમિક અને ૫ માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક પૈકી) હાજર રહેશે. ઝોન કક્ષાએથી રાજય કક્ષા માટે મોડેલ હાજર રહેવા અંગે હવે પછી જાણ કરવામાં આવશે.
🔑જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજીત પ્રદર્શન દરમ્યાન એક દિવસીય સેમીનારના વિષયને અનુરૂપ વકતાને આમંત્રિત કરી પાર્ટીસીપન્ટસ સાથે વાર્તાલાપનું આયોજન કરવા જણાવવામાં આવે છે.
🏫 Levels of Participation
Rajya Stariya Bal Vaigyanik Pradarshani 2025 નીચેના stages પર યોજાશે: વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025
- School Level
- CRC / BRC / URC Level
- SVS Level
- District Level
- Zone Level
- State Level
આ રીતે selection process થશે અને talented students ને state-level સુધી પહોંચવાની તક મળશે.
📅 Important Dates
- CRC Level: 15 – 20 September 2025
- BRC Level: 25 – 30 September 2025
- SVS Level: 25 – 30 September 2025
- District Level & Zone Level: September–October 2025 (as per schedule)
- State Level: Final round November 2025 (expected)
અગત્યની લીંક 🔗
💡 Why is RSEVP Important?
🔹 Develops scientific temperament among school students.
🔹 Promotes STEM education (Science, Technology, Engineering, Mathematics).
🔹 Encourages students for innovation, problem-solving & research skills.
🔹 Helps in achieving Atmanirbhar Bharat vision through young minds.
📌 Conclusion
🔑વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025 Rajya Stariya Bal Vaigyanik Pradarshani (RSEVP) 2025 Gujarat ના વિદ્યાર્થીઓ માટે એક golden opportunity છે, જ્યાં તેઓ પોતાના innovative scientific projects રજૂ કરી શકે છે. STEM for Viksit Bharat થીમ હેઠળ, sustainable development, green energy, waste management, અને water conservation જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નવી ideas રજૂ થવાના છે.
👉 Teachers, Parents અને Students સૌએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જોઈએ જેથી Gujarat ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી શકે.