PPF vs FD: 15 વર્ષ પછી કયું રોકાણ આપશે ડબલ રિટર્ન? ગુજરાતી માં સંપૂર્ણ હિસાબ

PPF vs FD: દર મહિને પગાર મળ્યા બાદ ઘણા લોકો વિચાર કરે છે કે પૈસા ક્યાં રોકાણ કરવું જેથી ભવિષ્ય માટે સારી બચત ઊભી કરી શકાય. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે બે વિકલ્પ વર્ષોથી સૌથી લોકપ્રિય છે—PPF (Public Provident Fund) અને FD (Fixed Deposit). બંને સુરક્ષિત છે, પણ લાંબા ગાળે કયું વધુ ફાયદાકારક? ચાલો સરળ ભાષામાં સમજીએ.

 📝PPF: સુરક્ષા, કમ્પાઉન્ડિંગ અને ટેક્સ ફ્રી રિટર્નનો રાજા

💡PPF સંપૂર્ણ સરકારી યોજના છે, એટલે રોકાણ 100% સુરક્ષિત ગણાય છે. અત્યારે PPF પર 7.1% વ્યાજ દર મળે છે અને તેનું સૌથી મોટું ફાયદું એ છે કે સંપૂર્ણ રિટર્ન ટેક્સ ફ્રી છે.
💡જો તમે દર વર્ષે ₹1.5 લાખ PPFમાં મૂકો છો અને 15 વર્ષ સુધી સતત રોકાણ કરો છો તો કુલ જમા રકમ ₹22.5 લાખ થાય છે.
💡કમ્પાઉન્ડિંગના કારણે 15 વર્ષ પછી તમારું એકાઉન્ટ આશરે ₹42–43 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે તમને લગભગ ₹20 લાખ જેટલો શુદ્ધ નફો મળે છે અને તે પણ ટેક્સ વગર.
💡PPFની બીજી ખાસિયત એ છે કે 15 વર્ષ પૂર્ણ થયા પછી તમે તેને 5–5 વર્ષ માટે વધારી પણ શકો છો, અને આ વધારેલા સમયમાં કમ્પાઉન્ડિંગ વધુ ઝડપથી કામ કરે છે. એટલે લાંબા ગાળાના ફાઈનાન્શિયલ ગોલ માટે PPF શ્રેષ્ઠ માનવામાં આવે છે.

 📝FD: ટૂંકા ગાળે સારું, લાંબા ગાળે નફો ઓછો

  • બેંકની FD પણ સુરક્ષિત છે, પરંતુ તેમાં મળતું વ્યાજ સરેરાશ 6.5% – 7% રહે છે. જો તમે દર વર્ષે ₹1.5 લાખની FD કરો છો અને 15 વર્ષ સુધી વ્યાજને ફરીથી reinvest કરો છો, તો અંતે કુલ રકમ લગભગ ₹35–36 લાખ બને.
  • અહીં તમને નફો માત્ર ₹13–14 લાખ જેટલો મળે છે.
  • અને FD પર મળેલું વ્યાજ ટેક્સેબલ હોવાથી, તમે 30% ટેક્સ બ્રેકેટમાં હો, તો નેટ રિટર્ન વધુ ઓછું થઈ શકે છે. અંતે હાથમાં લગભગ ₹9–10 લાખ જેટલો જ નફો રહી જાય છે.

 📝FD મુખ્યત્વે તે સમયે યોગ્ય છે જ્યારે:

  • તમને 3–5 વર્ષમાં પૈસા જોઈએ
  • સિનિયર સિટિઝન તરીકે દર મહિને ઈનકમ જોઈએ
  • જોખમ વગર ટૂંકા સમયનું રોકાણ જોઈએ
  • લાંબા ગાળે સ્પષ્ટ જવાબ: PPF વધુ ફાયદાકારક
  • જો તમને બાળકોના ભણતર, લગ્ન, ઘર ખરીદી કે નિવૃત્તિ માટે બચત કરવી છે, તો PPF લાંબા ગાળે FD કરતાં વધુ રિટર્ન, વધુ સુરક્ષા અને પૂર્ણ ટેક્સ ફ્રી નફો આપે છે.
  • FD ટૂંકા સમય માટે સારું, જ્યારે PPF લાંબા સમય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Gujarat Board Exam 2026: ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર – જાણો સંપૂર્ણ વિગત

ALSO MOST IMP AARTIKAL READ EDUCATION .BHARTI

1::: BEST APPLICATION : ALL FILE READER

2::: Bank of Baroda Bharti 2025: ₹15,000 સ્ટાઇપેન્ડ સાથે 2700 જગ્યાઓ માટે ભરતી શરૂ

3::: SIR FORM GUJRAT : સ્પેશિયલ ઇન્ટેન્સિવ  રીવીઝન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા દસ્તાવેજો જરૂરી છે ,અહીં બધું જ જાણો 

4:::: મહેસાણા ભરતી 2025 : ITI અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક

5::: CBSE Bharti 2025 : કેન્દ્રિય અને નવોદય વિદ્યાલયોમાં ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફની બમ્પર ભરતી, અહીં વાંચો બધી જ માહિતી

Leave a Comment

0

Subtotal