Time table //time tebal Gujarat Primary Education Circular, its interpretation and various time tebal

સમય પત્રક //time tebal ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ના time tebal ના પરિપત્ર તેનું અર્થઘટન અને વિવિધ time tebal 

ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર

Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra

Vishay Shikshan ane Tas Falavni Paripatra

Related Search :

Dhoran 3-5 Tas Falvani

Dhoran 6-8 Tas Falvani

Dhoran 3-8 Tas Falvani

Dhoran 3-5 Karyabhar Vibhajan

Dhoran 6-8 Karyabhar Vibhajan

Dhoran 3-8 Vishay Karyabhar 

Dhoran 3-5 Time-Table

Dhoran 6-8 Time-Table

Dhoran 3-8 Time-Table

Abhyaskram Falvani

New Pragna Material

General Time-Table

શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત – વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ – યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે . 

ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે . 

ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે

૦ ગુજરાતી ૭ તાસ 

૦ હિન્દી ૫ તાસ 

૦ અંગ્રેજી ૬ તાસ 

૦ સંસ્કૃત ૨ તાસ 

૦ ગણિત ૭ તાસ 

૦ વિજ્ઞાન ૭ તાસ 

૦ સામાજિક વિજ્ઞાન ૬ તાસ 

૦ શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પ તાસ ( પીટી સહિત ) 

• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે . 

• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત – વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત – વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે . 

• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી . 

• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત – વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે . 

શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .

 ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .

પરિપત્ર PDF

🔗તાસ ફાળવણી ધો 3 થી 5 પરિપત્ર  DOWNLOD
🔗 નિયામક gr તાસ /વિષય 2019 letest  DOWNLOD
🔗 તાસ ફાળવણી ધો 3 અંગ્રેજી 2023 new DOWNLOD DOWNLOD
🔗 તાસ ફાળવણી ધો 3 થી 8 નમૂના ના સમય પત્રક  DOWNLOD
WHAT UP CHENAL JOIN // WHAT UP GRUP JOIN TELIGRAM CHENAL JOIN
www.educationparipatr.com
💥ઉચ્ચ તાસ ફાળવણી પત્ર  DOWNLOD
🎯6 થી 8 કાર્યભાર પત્ર 2012 DOWNLOD

વિવિધ ટાઈમ ટેબલ 

🔛 ધો 1 થી 8 સમયપત્રક pdf 🎯 DOWNLOD
   
   
   

તાસ ફાળવણી ટાઈમ ટેબલ અને પ્રાથમિક શિક્ષણ  કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI  SUBJECT KARY FAQ❓

ગુજરાત ની શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાલવાટિકા થી માંડી ને ધોરણ 12 સુધી તાસ ફાળવણી અને વિષય કાર્યભાર બાબતે વિગતવાર પરિપત્ર થયેલ છે .આ પરિપત્રો ને આધીન અહીંયા આપણી સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક પ્રશ્નો મૂકી રહ્યો છું .સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨સદર પ્રશ્નના વધુમહાવરા માટે વિભાગના પરીપત્રનો અભ્યાસ કરવો(આ ફક્ત મહાવરા માટે)

તાસ આયોજન ધોરણ 6 થી 8

સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એમ્ડ.ઇ/૧૦/૦૭/૨૦૧૨

🔑શિક્ષણનો અધિકારનો કાયદો કયા વર્ષ થી અમલીકરણ થયેલ છે?

Ans : 2009

🔑શિક્ષણના અધિકાર 2009 ના કાયદા પ્રમાણે 6 થી 8 ને ક્યા વિભાગમાં સમાવેશ કરેલ છે

Ans: ઉચ્ચ પ્રાથમિક

🔑ધોરણ 6 થી 8 માં મુખ્ય વિષયો તેમજ ભાષાઓ એમ કુલ 7 વિષયો ઉપરાંત અન્ય કયા વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે 

Ans : શારીરિક શિક્ષણ યોગ કલા શિક્ષણ અને કાર્યોનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે

🔑જીસીઈઆરટી (GCERT) નું પૂર્ણ નામ જણાવો.

Ans : Gujarat council off educational research and training (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર)

🔑.ધોરણ 6 થી 8 માં ક્યા વિષયના સાપ્તાહિક તાસ ૭ રાખવામાં આવેલા છે

Ans : ગુજરાતી,ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી

🔑.અંગ્રેજી વિષયના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં આવે?

Ans : 6 તાસ

🔑અઠવાડિયામાં 5 તાસ કયા કયા વિષયના રાખવા જોઈએ? 

Ans: હિન્દી,શારીરિક શિક્ષણ, કર્યાનુભવ, કલા શિક્ષણ

🔑સંસ્કૃત ના કુલ કેટલા તાસ એક અઠવાડિયામાં રાખવામાં આવે છે

Ans : 2 તાસ

🔑તાસ ફાળવણી વિષય શિક્ષકના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ કોન ફેરફાર કરી શકે છે

Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)

🔑સામાજિક વિજ્ઞાનના 6 તાસ લેખે ત્રણ વર્ગ ના 18 તાસ તો કાર્યભાર કેવી રીતે વહેચવો?

Ans : સામાજિક વિજ્ઞાન ના શિક્ષકનો કાર્યભાર સરખા પ્રમાણમાં રાખવા માટે ભાષાઓ,ગણિત-વિજ્ઞાન, શારીરિક શિક્ષણ કાર્યાનુભવ જેવા કોઈપણ વિષયમાંથી શિક્ષકની ક્ષમતાના આધારે વહેંચણી કરવી.

.🔑શાળાના મુખ્ય શિક્ષકે સાપ્તાહિક કેટલા તાસ ફરજિયાત લેવાના રહેશે

Ans : 15 થી 20

🔑.પ્રાથમિક નિયામકશ્રીની કચેરી ક્યાં આવેલી છે?

Ans : બ્લોક નં:12, ગાંધીનગર

ધોરણ 3 માં અંગ્રેજી વિષય પ્રથમ સત્રથી શીખવવા બાબત.

સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/અભ્યાસક્રમ/૧૩૪૭૬-૧૩૫૫૧૩૫૫૧ તા-૦૩/૦૬/૨૦૨૩

🔑ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષયના શિક્ષણની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે?

 Ans: 2022-23

🔑2023 પહેલા ધોરણ ૩ માં અંગ્રેજી વિષય કયા સત્ર થી ભણાવવામાં આવતો હતો?

Ans: હા દ્વિતીય ( બીજા) સત્ર થી

🔑.ધોરણ 3માં અંગ્રેજી વિષય ક્યા સત્રથી ભણાવવામાં આવે છે?

Ans: પ્રથમ સત્ર

🔑56.વર્ષ 2023-24માં અંગ્રેજી વિષય કયાં કયાં ધોરણમાં ભણાવવામાં આવશે?

Ans: ધોરણ 1 થી 8

🔑ધોરણ 3માં ગુજરાતી અને ગણિતના સાપ્તાહિક તાસ કેટલા રાખશો?

Ans: 12 (પ્રથમ અને દ્વિતીય સત્ર)

🔑.પર્યાવરણના કુલ કેટલા તાસ પ્રથમ અને દ્વિતીય સત્રના રાખશો?

Ans: 10

🔑અંગ્રેજી વિષયના 3 તાસ રાખવા જોઇએ? હા કે ના?

Ans: ……………………

🔑શારીરિક શિક્ષણ,સંગીત અને કાર્યાનુભવના કેટલા તાસ હોવા જોઈએ?

Ans: 8

તાસ આયોજન ધોરણ 3 થી 5

સંદર્ભ: ક્રમાંક/જી.સી.ઇ.આર.ટી/સી.એન્ડ.ઇ/૨૦૧૮//૨૧૯૯૦-૨૨૦૦૫

.🔑ધોરણ 3 થી 5 માં વર્ષ દરમિયાન કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરાવવાનું હોય છે?

 Ans: 800

🔑ધોરણ 3 થી 5 માં અઠવાડીયાના કુલ કેટલા તાસ રાખવાના હોય છે?

Ans: 45 તાસ

🔑ધોરણ 4 માં ગુજરાતી અને ગણિતના સાપ્તાહિક તાસ કેટલા રાખવા જોઈએ? 

Ans: ગુજરાતીના-12,ગણિતના-11

🔑ધોરણ 3 થી5 માં અસરકારક શિક્ષણ આપવા માટે શું કરી શકાય?

Ans: એકજ ધોરણમાં શિક્ષક ભણાવે તેના કરતાં દરેક ધોરણમાં વિષય દીઠ શિક્ષણ કાર્ય થાય 

🔑ધોરણ 3 થી 5 માં પ્રવૃતિલક્ષી શિક્ષણ માટે 35 મિનિટના બે તાસ ભેગા કરવા વધુ યોગ્ય

Ans: હા

🔑શિક્ષકને કયો વિષય આપવો એ કોણ નક્કી કરશે?

Ans : શાળાના મુખ્ય શિક્ષક (આચાર્ય શ્રી)

🔑ધોરણ ૧ થી ૫ મા કેટલાં શિક્ષક હોય તો તેવી ધોરણ ૩ થી ૫ વિષય શિક્ષક તાસ પધ્ધતિ નો અમલ થાય ? 

Ans :ચાર કે તેથી વધુ

Circular regarding the Re-constituting of School Management Committee (SMC) for the year 2025-26

  • શિક્ષણમાં લોકભાગીદારી વધારવા
  • શાળાની કામગીરીમાં પારદર્શિતા લાવવા
  • માતા-પિતા અને સમુદાયના સહયોગથી શિક્ષણની ગુણવત્તા સુધારવા
  • બાળકોના અધિકારના રક્ષણ માટે
  • કુલ 12 સભ્યો નું પેનલ હોય છે.
  • જેમાં 75% (9 સભ્યો) વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા વાલીઓમાંથી લેવામાં આવે છે.
  • 25% (3 સભ્યો) નીચે મુજબ:
  • 1 સ્થાનિક ચૂંટાયેલ સભ્ય (ગ્રામ પંચાયત/નગરપાલિકા)
  • 1 શાળાના શિક્ષક અથવા આચાર્ય
  • 1 સ્થાનિક શિક્ષણવિદ અથવા કડિયો
  • એસ.એમ.સી. કુલ બાર સભ્યોની હોય જેમાં ૭૫% (૯ સભ્યો) વાલી સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતાપિતા કે વાલીમાંથી હોય.
  • એસ.એમ.સી.ના કુલ ૧૨ સભ્યોમાં ૫૦% (૬ સભ્યો) મહિલા સભ્યો હોય.
  • એસ.એમ.સી.ના અધ્યક્ષ તરીકે ૯ વાલી સભ્યોમાંથી જ નિમણુંક થાય.
  • કુલ ૯ વાલી સભ્યોમાં ધોરણ ૧ થી ૪ ના બાળકોના ૨ વાલી એજ રીતે ધોરણ ૫,૬ ના ૩ વાલી અને ધોરણ ૭, ૮ ના ૪ વાલીની પસંદગી કરેલ હોય.
  • શાળા આચાર્યશ્રી હોદ્દાની રૂએ સભ્ય સચિવ તરીકે કામ કરતા હોય.
  • આચાર્યશ્રીની ગેરહાજરીમાં શ્રેયાન શિક્ષક કામગીરી કરતા હોય.
  • ગામનાં ઉત્સાહી, શિક્ષિત અને શિક્ષણમાં રસ ધરાવનાર તથા શૈક્ષણિક યોજનાઓના જાણકાર શિક્ષણવિદ્ તરીકે પસંદ થયેલ હોય.
  • પંચાયત/સ્થાનિક સત્તામંડળે પસંદ કરેલ પ્રતિનિધિ PRI સભ્ય તરીકે એસ.એમ.સી.માં સમાવેશ થયેલ હોય.
  • ૧૩મા સભ્ય તરીકે ગામના/બાજુના ગામનાં કડિયાની જ પસંદગી થયેલ હોય.
  • શાળામાં અભ્યાસ કરતા બાળકોના સમુદાય/જાતિને ધ્યાનમાં રાખીને તમામ જાતિના પ્રતિનિધિ વાળી વાલી એસ.એમ.સી.માં પસંદ કરેલ હોય.
  • એસ.એમ.સી. બેંક ખાતાની નાણાંકીય લેવડ દેવડ માટે મહિલા વાલી સભ્યને જ પ્રોમિનન્ટ સભ્ય તરીકે પસંદ કરેલ હોય
  • SMC અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માતા-પિતાના સભ્યોમાંથી ચૂંટવામાં આવે છે.
  • આચાર્યશ્રી કે શ્રેષ્ઠ શિક્ષકશ્રી SMCના સચિવ તરીકે જવાબદારી નિભાવશે.
  • વાલી મીટીંગનું આયોજન
  • જાહેર સૂચનાઓ દ્વારા વાલીઓને જાણ કરવી
  • કાર્યવાહી નોંધ તૈયાર કરી રાખવી
  • CRC → BRC → DPC સ્તરે પુનઃ રચનાનું પ્રમાણપત્ર મોકલવું

(આ કીવર્ડ્સ બ્લોગની SEO રેન્કિંગમાં મદદરૂપ થશે)

શિક્ષણ વિભાગ ગુજરાત

RTE act 2009 Gujarat

NEP 2020 implementation

School Management Committee formation

Primary School governance

Parental involvement in education

School education policy India

Free and compulsory education act

Educational rights for children in India

Sabarkantha (SK) District Holiday List pdf 2025

અહીં સાબરકાંઠા જિલ્લાની જાહેર અને મરજિયાત રજાઓ આપવામાં આવેલ છે. જે શિક્ષણ વિભાગ અને શાળાઓના શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે. નીચે આપેલ મહત્વપૂર્ણ લીંક પરથી આ યાદી pdf ડાઉનલોડ કરી શકો છો અને મોબાઈલમાં સેવ રાખી શકાય છે તેમજ પ્રિન્ટ કરીને રાખી શકાય છે.

સાબરકાંઠા જિલ્લાની રજાઓનું લીસ્ટ 2025 | Sabarkantha (SK) District Holiday List pdf 2025
સાબરકાંઠા જિલ્લાની રજાઓનું લીસ્ટ 2025

સાબરકાંઠા જિલ્લાની રાજાઓનું લીસ્ટઅહીં ક્લિક કરો
મરજિયાત રાજાઓનું લીસ્ટઅહીં ક્લિક કરો

Holistic Progress Card Pdf Downlod – HPC DOWNLOD 

હોલિસ્ટિક પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ (Holistic Progress Card – HPC) એ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નિપુણ ભારત (NIPUN Bharat) માર્ગદર્શિકા હેઠળ રજૂ કરાયેલ એક નવીન મૂલ્યાંકન પદ્ધતિ છે, જે બાળકોના સર્વાંગી વિકાસને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ રિપોર્ટ કાર્ડનો હેતુ પરંપરાગત ગ્રેડ-આધારિત મૂલ્યાંકનથી આગળ વધીને વિદ્યાર્થીઓના બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, શારીરિક અને નૈતિક વિકાસનું 360-ડિગ્રી મૂલ્યાંકન કરવાનો છે. ગુજરાતમાં પણ આ પદ્ધતિને શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. નીચે HPC વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે:

-સર્વાંગી વિકાસ પર ધ્યાન: 

  • HPC ફક્ત Absolute૦aà ગુણો પર નહીં, પરંતુ વિદ્યાર્થીની સર્જનાત્મકતા, ભાવનાત્મક સ્થિરતા, સામાજિક કૌશલ્યો, શારીરિક સ્વાસ્થ્ય અને મૂલ્યોના વિકાસ પર ધ્યાન આપે છે.

– શીખવાની પ્રક્રિયાને રસપ્રદ બનાવવી: 

  • આ કાર્ડ શિક્ષણને આનંદદાયક અને સમાવેશી બનાવે છે, જે વિદ્યાર્થીઓને તેમની રુચિ અને શક્તિઓ અનુસાર શીખવા પ્રોત્સાહિત કરે છે.

 વ્યક્તિગત મૂલ્યાંકન: 

  • દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓ અને નબળાઈઓને ઓળખીને તેમના માટે વ્યક્તિગત શૈક્ષણિક આયોજન કરવું.

– માતા-પિતા અને શિક્ષકોની ભાગીદારી: 

  • HPC શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતા વ વધારે છે, જે બાળકના વિકાસમાં સહાયરૂપ થાય છે.

1. બહુ-આયામી મૂલ્યાંકન

   – બૌદ્ધિક વિકાસ: વિશ્લેષણ, નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યા હલ કરવાની કુશળતા.

   – ભાવનાત્મક વિકાસ: સ્વ-જાગૃતિ, સહાનુભૂતિ, તણાવ વ્યવસ્થાપન.

   – સામાજિક કૌશલ્યો: સહકાર, નેતૃત્વ, ટીમવર્ક.

   – શારીરિક વિકાસ: આરોગ્ય, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી.

   – નૈતિક મૂલ્યો: નિષ્ઠા, જવાબદારી, આદર.

2. કોમ્પિટન્સી-આધારિત મૂલ્યાંકન:

   – HPC ગ્રેડ કે માર્ક્સ પર ધ્યાન આપવાને બદલે વિદ્યાર્થીની કુશળતા અને સમજણનું મૂલ્યાંકન કરે છે.

   – પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, સ્વ-મૂલ્યાંકન, પીઅર રિવ્યૂ અને શિક્ષકોની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે.

3. ડિજિટલ અને ઍક્સેસિબલ:

   – HPC ને ડિજિટલ પ્લેટફોર્મ (જેમ કે ડિજિલોકર) પર સંગ્રહિત કરી શકાય છે, જે માતા-પિતા અને શિક્ષકો માટે સરળતાથી ઉપલબ્ધ હોય છે.

   – શાળાઓ માટે ક્લાઉડ-આધારિત સોફ્ટવેર ઉપલબ્ધ છે, જે ડેટા સુરક્ષા અને ગોપનીયતા નીતિઓનું પાલન કરે છે.

4. વિવિધ શૈક્ષણિક તબક્કાઓ માટે:

   –ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ 1-2): આ તબક્કે મૂળભૂત સાક્ષરતા, ગણન અને સામાજિક કૌશલ્યો પર ધ્યાન આપવામાં આવે છે.

   – પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3-5): વિચારશીલતા, સર્જનાત્મકતા અને શારીરિક વિકાસ પર ભાર.

   – મિડલ સ્ટેજ (ધોરણ 6-8): “એમ્બિશન કાર્ડ” દ્વારા વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યો નક્કી કરે છે.

   – સેકન્ડરી સ્ટેજ (ધોરણ 9-12): સ્વ-પ્રતિબિંબ, સંશોધન કૌશલ્યો, કારકિર્દી લક્ષ્યો અને સમય વ્યવસ્થાપન પર ધ્યાન.

ગુજરાતમાં અમલીકરણ

  • – ગુજરાત શિક્ષણ વિભાગે NEP 2020 ની ભલામણોને અનુરૂપ HPC ને અપનાવવા માટે પગલાં લીધાં છે. રાજ્યની શાળાઓમાં આ કાર્ડનું પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને પ્રાથમિક ધોરણો (1 થી 5) માટે.
  • – ગુજરાતમાં સરકારી અને CBSE શાળાઓમાં HPC ને ડિજિટલ રૂપે રજૂ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, જેમાં શિક્ષકોને તાલીમ અને સોફ્ટવેર સપોર્ટ પૂરો પાડવામાં આવે છે.
  • – રાજ્ય શિક્ષણ વિભાગ નિપુણ ભારત યોજના હેઠળ મૂળભૂત સાક kmks્ષરતા અને ગણન કૌશલ્યોને પ્રોત્સાહન આપવા HPC નો ઉપયોગ કરી રહ્યું છે.

લાભો

– વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ: HPC વિદ્યાર્થીઓને પોતાની શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવે છે.

– શિક્ષક-માતાપિતા સહયોગ: માતા-પિતાને બાળકના વિકાસની સ્પષ્ટ સમજ મળે છે, જે તેમને ઘરે સહાય કરવા પ્રોત્સાહિત કરે છે.

– સમાવેશી શિક્ષણ: વિવિધ શીખવાની શૈલીઓ અને ક્ષમતાઓને સ્વીકારે છે, જે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે પણ લાભદાયી છે.

– ભવિષ્યની તૈયારી: ઉચ્ચ-ક્રમના કૌશલ્યો (વિશ્લેષણ, સર્જનાત્મકતા, નિર્ણય લેવો) ને પ્રોત્સાહન આપે છે, જે ભવિષ્યની કારકિર્દી માટે જરૂરી છે.

અમલીકરણના પડકારો

– શિક્ષકોની તાલીમ: HPC ને અસરકારક રીતે અમલમાં મૂકવા શિક્ષકોને વ્યાપક તાલીમની જરૂર છે.

– જાગૃતિનો અભાવ: ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને શિક્ષકોને HPC ના ફાયદાઓ વિશે જાગૃત કરવાની જરૂર છે.

HPC (Holistic Progress Card) આવશે. પત્રક A આખા વર્ગનું અપડેટ કરીએ છે તેમ 360 ડિગ્રી મૂલ્યાંકનવાળું વિધાર્થી દીઠ HPC કાર્ડ સતત અપડેટ કરતા રહેવાનું……

એકમ કસોટી ના બદલે આવી શકે છે

– ટેકનોલોજીની ઉપલબ્ધતા: ડિજિટલ HPC માટે ઈન્ટરનેટ અને ઉપકરણોની ઉપલબ્ધતા ગ્રામીણ શાળાઓમાં પડકાર બની શકે છે.

સંદર્ભ

– HPC ને NCERT ના પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ, એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (PARAKH) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

– ગુજરાત શિક્ષણ વિભાગ અને CBSE શાળાઓમાં HPC ના પાયલટ પ્રોજેક્ટની માહિતી વિવિધ સમાચાર સ્ત્રોતો અને સરકારી વેબસાઇટ્સ પરથી મળે છે.

important pdf

importent pdf 1

importent pdf 2

 

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.

read more :: 8મા પગારપંચની મોટી જાહેરાત: સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબરી

  વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.  કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથી આ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.

👁️અર્ધપગારી 20 રજાઓ 20 રજાઓ શિક્ષકો ને મળવાપાત્ર છે 

👁️કપાત રજા વધુમાં વધુ 36 મહિના મળે 

👁️15 દિવસ ની પિતૃત્વ ની રજા મળે છે .

👁️મહિલા શિક્ષક ને 180 દિવસ પ્રસુતિ રજા મળે છે .

👁️4 મહિના થી 9 મહિના રજા શિક્ષણ અધિકરી મંજુર કરે છે .

અહીંયા નીચે રજાઓ અંગેના વિવિધ પત્રો મુકેલા છે તેનો અભ્યાસ કરો 

🔛 રજા પ્રવાસ અંગે નો સંકલિત ઠરાવ 🔗👁️અહીંયા થી જુવો 
🔛 મૂલ્કી સેવા રજા નિયમ 🔗👁️ અહીંયા થી જુવો 
🔛માંદગી રજા પત્ર 2023🔗👁️અહીંયા થી જુવો 
🔛 પ્રસુતિ બાબત 🔗👁️અહીંયા થી જુવો 
🔛 ચૂંટણી ફરજ અવસાન 2022🔗👁️અહીંયા થી જુવો 
🔛 75 રજા અંગે નિયમો 🔗👁️અહીંયા થી જુવો 

HTAT ભરતી 2025 : દિવ્યાંગઉમેદવાર માટેની ભરતી notification download now HTAT NEW BHARTI

મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી Head teacher aptitude test લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ના આયોજન અને અમલીકરણ હેઠળ નક્કી કરેલા જિલ્લા અને જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓના સંચાલન હેઠળ આ પરીક્ષા લેવામાં આવશેમુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

➡ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2025 નો કાર્યક્રમ

✅ પરીક્ષાનો સંભવિત માસ ઓગસ્ટ 2025 રહેશે

➡ પરીક્ષા ફી

ફી ભરવાની પદ્ધતિ

✅ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા debit card net banking credit card upi પરીક્ષા ફી ભરી શકશે


✅ ઓનલાઇન થી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ઉપર ક્લિક કરવું

ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટબેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડ ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો.
✅ કી જમા થયેલ છે તેઓ ઓપ્શન આપની સ્ક્રીન ઉપર આવશે.


✅ આપે ભરાયેલ ફીની પ્રિન્ટ રસીદ લેવાની રહેશે

➡ પરીક્ષા કેન્દ્ર

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવાર ની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં કસોટી પરીક્ષા કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. ઉમેદવારે ત્યાં ઉપસ્થિત થવાનું રહેશે

➡ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

➡ અગત્યની સૂચનાઓ

  1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે
  2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતી થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઈટ જોતા રહેવાનું રહેશે
  3. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરાય કરવામાં આવતી નથી. માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે
  4. બોર્ડની માહિતી ખોટી માલુમ પડશે અથવા કોઈ માહિતી છુપાવવામાં આવી હોય અથવા ખોટી છે તેવું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. તેનો જ નિર્ણય આખરી રહેશે.
  5. દિવ્યાંકતા ની કેટેગરી વિગેરેની માહિતી રાજ્ય સરકાર શ્રી માન્ય કરેલ સક્ષમ અધિકારીએ ઈસુ કરેલ સર્ટિફિકેટ મુજબ ભરવાની રહેશે. ફોર્મની ચકાસણી રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે.

➡ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વેબસાઈટ

ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે HTAT મુખ્ય શિક્ષક સીધી ભરતી માટે અહીંયા થી ભરો

Notification DOWNLOD 2025

SC વિધાર્થોઓ ને બાલવાટિકા માં ગણવેશ સહાય : ગુજરાત સરકાર ની નવીન યોજના :જાણો ક્યારે મળશે ? કેટલી મળશે ?

નવી બાબત:2025-2026 bv student 

SCW-1 બાલવાટિકા ( ધોરણ એક પહેલાનું વર્ષ) માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવી સહાય આપવા અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં બાબત ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

✅❤ 🪀

WhatsApp Group Join Now

✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો

 

https://t.me/tbs78

 

Telegram Group Join Now4

✅ વિભાગના ઠરાવથી અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક 900 સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે 

Sc બાલવાટિકા ગણવેશ સહાય ઠરાવ 2025

સરકારની કાળજી પૂર્વકની વિચારનાના અંતે સરકારી તેમજ અનુદાની પ્રાથમિક શાળાઓમાં અને સ્વનિર્ભ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ-1 પહેલાંનું વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક ₹ 900/_ ગણવીત સહાય આપવાની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

 આ યોજનાની મંજૂરી સમય રજૂ કરવામાં આવેલા પરિશિષ્ટમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતોનું પાલન કરવાની જવાબદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ની રહેશે 

✅ આ યોજના હેઠળ નિયત થયેલ વિદ્યાર્થીઓની મર્યાદામાં જ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે કોઈપણ સંજોગોમાં યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રાખવાની રહેશે 

ગણવેશ સહાય કઈ રીતે મળશે?

બાલવાટિકાનાSC બાળકોને ગણવીત સહાય આપવા માટે ઓનલાઇન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રદાન રાખવાનું રહેશે.

✅ સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે.

 પરંતુ જે વસ્તુઓ ગવર્મેન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે 

✅ સાધન ખરીદી અથવા ગણેશ ખરીદી માટે કિટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે 

ગણવેશ સહાય IMPORTANT POINT

કોને મળશે?  ગુજરાતના sc વિદ્યાર્થીઓને જે વર્ષ 202526 માં બાલવાટિકામાં એડમિશન લેશે 
કેટલી ગણવેશ સહાય?  બાળક દીપ અંગે ₹900 ની મર્યાદામાં 
કોણ આપશે?  ગુજરાત રાજ્યનો અનુસૂચિત વિભાગ 
વર્ષ અને અંદાજ પત્ર  0.85 કરોડ વર્ષ 2025-26 
 ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તમામ પરિપત્રોનું સંકલન માટે અહીંયા જુઓ  વેબસાઈટ ➡️વહાર્ટસપપ join ટેલિગ્રામ join https://t.me/tbs78વહાર્ટસપપ ચેનલ join 

JNVST 2025 ADMISSION:નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ લેવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

JNVST 2026 Admission:નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અને 11માં પ્રવેશ લેવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. JNV વર્ગ 6મા  પ્રવેશ 2026: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ ધોરણ IX અને XI લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ cbseitms.nic.in ની મુલાકાત લઈને વર્ગ નવમા અને અગિયારમા JNVST પ્રવેશ 2026 માટે નોંધણી કરાવી શકે છે. સત્તાવાર સૂચના અનુસાર, JNVST પ્રવેશ 2025 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2024 છે.

ધોરણ IX અને XI માટે JNVST પ્રવેશ 2025 માટેની પસંદગી કસોટી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1:30 નો રહેશે. ધોરણ 9 અને 11 માટે નોંધણી કરતી વખતે, ઉમેદવારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે માન્ય ફોટો ID, ફોટોગ્રાફ, સહી, વાલીની સહી અને શૈક્ષણિક માર્કશીટ વગેરે અપલોડ કરવાના રહેશે.

JNVST 2026 પરીક્ષા તારીખ 

💥 BREARCKING NEWS…💥

🔆 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ 🔆

▪️ધોરણ 5 માં ભણતા બાળકો માટે…એક સુવર્ણ તક….એટલે નવોદય પ્રવેશ પરીક્ષા

▪️ નવોદય નું ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 

       29/7/25

🔹 *નવોદયની પ્રવેશ પરીક્ષાની તારીખ

13/12/2025 

➖ *નવોદય ના ફોર્મ ભરવાની લિંક

 

https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration

📣. ગ્રુપ join

 

https://chat.whatsapp.com/ICjSJMAIQvkDGOJ5XOMTWq

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ

JNVST એડમિટ કાર્ડ 2026

જવાહર નવોદય પરીક્ષા 2026 ના એડમિટ કાર્ડ. જ્યારે પણ બહાર પડશે ત્યારે અહીંયા નીચે મૂકવામાં આવશે. આપ અહીંયાથી એડમિટ કાર્ડ ની સરળતાથી ડાઉનલોડ કરી શકશો. એડમિટ કાર્ડ માટે આપ. બાળકનું જવાહર નવોદય નો નંબર અને જન્મ તારીખ ખાસ નોંધ કરી રાખજો

JNVST ધોરણ 6અને 9 પરીક્ષા પેટર્ન-

👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 અને 11 ની પસંદગીની પરીક્ષા માટેની પરીક્ષા પેટર્ન બહાર પાડવામાં આવી છે. NVS પ્રવેશ પરીક્ષા 2025 નો સમયગાળો બે કલાક ત્રીસ મિનિટનો હશે, જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓને વધારાની 50 મિનિટ આપવામાં આવશે. પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે.

👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 ની પસંદગી કસોટી માટેની પરીક્ષા પેટર્નમાં કુલ 100 ગુણ માટે અંગ્રેજી (15 પ્રશ્નો), હિન્દી (15 પ્રશ્નો), ગણિત (35 પ્રશ્નો) અને સામાન્ય વિજ્ઞાન (35 પ્રશ્નો) જેવા વિષયોનો સમાવેશ થાય છે.

👉તેવી જ રીતે, JNVST પ્રવેશ 2025 વર્ગ 11 ની પસંદગીની કસોટીમાં માનસિક ક્ષમતા, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક 20 પ્રશ્નો અને 20 ગુણનો સમાવેશ થાય છે, જેની કુલ પરીક્ષા બે કલાક ત્રીસ મિનિટ ચાલે છે.

important link 🔗

JNVST 2025 વર્ગ IX નોંધણી સીધી લિંક

jnvst 2026 ફોર્મ 

જવાહર નવોદય વિદ્યાલય નું ફોર્મ અહીંયા pdf મુકવામાં આવશે આપ તે ભરી ત્યારબાદ ઓનલાઇન jnv 2026નું ફોર્મ ભરવુ જેથી ભુલ ટાળી શકાયઃ 
✅ 🔗 ઓનલાઇન ફોર્મ માટે 🔗લિંક મુકેલ છે 
https://cbseitms.rcil.gov.in/nvs/Index/રેજીસ્ટ્રેશન

જવાહર નવોદય વિદ્યાલય જુના પેપર 

indexdownload
જવાહર નવોદય letest book pdf Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય / nmms best prectis formDownlod
નવોદય પેપર 2022 Downlod
નવોદય પેપર 2024Downlod
નવોદય પેપર 2025Downlod
javahar navoday pepar omr prectisDownlod
  

 

Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે

Gratuity Calculation: નિવૃત્તિ માટે આયોજન? ધ્યાનમાં લેવાનું એક નિર્ણાયક તત્વ ગ્રૅચ્યુઈટી છે, જે કર્મચારીઓને તેમની કંપનીમાં લાંબા ગાળાની સેવા માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જો તમે ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કર્યું હોય, તો તમે તમારી નોકરી છોડો ત્યારે ગ્રેચ્યુઈટી મેળવવા માટે તમે પાત્ર છો. પરંતુ આ રકમની ગણતરી કેવી રીતે થાય છે? ચાલો સૂત્રને તોડીએ અને તમને બતાવીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે, ઉદાહરણ સાથે પૂર્ણ કરો.

ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય છે?

ગ્રેચ્યુટીની ગણતરી નીચેના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે:

ગ્રૅચ્યુઇટી = (છેલ્લો પગાર × સેવાના વર્ષો × 15) ÷ 26

અહીં, છેલ્લા પગારમાં કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) સામેલ છે. 26 એક મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા દર્શાવે છે, કારણ કે સામાન્ય રીતે ગણતરીમાંથી 4 રવિવારને બાકાત રાખવામાં આવે છે. આ ફોર્મ્યુલા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલી કંપનીઓ માટે લાગુ કરવામાં આવે છે.

ઉદાહરણ: ગ્રેચ્યુટી ગણતરી

ગ્રેચ્યુટી ગણતરીને વિગતવાર સમજવા માટે એક ઉદાહરણ લઈએ.

👍સેવાના વર્ષો: 20 વર્ષ

છેલ્લો પગાર: ₹60,000

👍સૂત્રનો ઉપયોગ કરીને:

ગ્રૅચ્યુઇટી = (₹60,000 × 20 × 15) ÷ 26 = ₹6,92,308

 

    • તેથી, જો કોઈ કર્મચારી ₹60,000 ના છેલ્લા ખેંચાયેલા પગાર સાથે 20 વર્ષ સુધી કામ કરે છે, તો તેમને ગ્રેચ્યુઈટી તરીકે ₹6,92,308 પ્રાપ્ત થશે.

ગ્રેચ્યુટી ફોર્મ્યુલા ક્યારે બદલાય છે?

ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કંપની રજિસ્ટર્ડ નથી હોય તેવા કિસ્સામાં, થોડી અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. 26 દિવસનો ઉપયોગ કરવાને બદલે, ગણતરી 30 દિવસ (સંપૂર્ણ મહિનો) પર આધારિત છે.

આવી કંપનીઓ માટે, સૂત્ર આના જેવો દેખાશે:

ગ્રૅચ્યુઇટી = (છેલ્લો પગાર × સેવાના વર્ષો × 15) ÷ 30

ઉદાહરણ: નોન-ગ્રૅચ્યુઇટી એક્ટ કંપની ગણતરી

ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ કંપની માટે, ચાલો તે જ ઉદાહરણનો ઉપયોગ કરીએ:

👍સેવાના વર્ષો: 20 વર્ષ

છેલ્લો પગાર: ₹60,000

ગ્રૅચ્યુઇટી = (₹60,000 × 20 × 15) ÷ 30 = ₹6,00,000

જેમ તમે જોઈ શકો છો, ગ્રેચ્યુઇટીની રકમ થોડી ઓછી હોય છે જ્યારે ગણતરી 26ને બદલે 30 દિવસ પર આધારિત હોય છે.

મુખ્ય પરિબળોને સમજવું

પાત્રતા: જો તમે એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 5 વર્ષ સતત સેવા પૂરી કરી હોય તો તમે ગ્રેચ્યુઈટી માટે પાત્ર છો.

છેલ્લો પગાર: આમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું, અને કેટલાક કિસ્સાઓમાં, કમિશનનો સમાવેશ થાય છે.

સેવાની અવધિ: કંપનીમાં કામ કરેલા કુલ વર્ષો. 6 મહિનાથી વધુ એક વર્ષનો ભાગ 1 વર્ષ તરીકે ગણવામાં આવે છે.

તમે ક્યારે અલગ ગ્રેચ્યુટી ગણતરીની અપેક્ષા રાખી શકો?

જો તમે જે કંપની માટે કામ કરો છો તે ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ નથી, તો તેમની પાસે તેમની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રેચ્યુઈટીની ગણતરી કરવાની સુગમતા છે. તેઓ 26-દિવસની ગણતરીના નિયમને અનુસરતા નથી અને તેના બદલે, 30 દિવસના આધારે ગણતરી કરી શકે છે. વધુમાં, આ કંપનીઓ ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટે બંધાયેલી નથી પરંતુ તેમ છતાં તેમની મુનસફી પ્રમાણે ગ્રેચ્યુઈટી ઓફર કરી શકે છે.

નિષ્કર્ષ

ગ્રેચ્યુટી માટેના સૂત્રને સમજવું એ તમારા ભવિષ્ય માટે આયોજન કરવાની ચાવી છે. તમે 5 કે 20 વર્ષ પછી કંપની છોડી રહ્યાં હોવ, હવે તમે સરળતાથી તમારી ગ્રેચ્યુટીની ગણતરી કરી શકો છો અને શું અપેક્ષા રાખવી તે જાણી શકો છો. તે તમારી સખત મહેનત અને સમર્પણ માટેનો પુરસ્કાર છે-તેથી ખાતરી કરો કે જ્યારે તમે નિવૃત્ત થાઓ અથવા નવી તકો તરફ આગળ વધો ત્યારે તમે કેટલી રકમ માટે હકદાર છો તેની તમને જાણ છે.

 

BalMela Paripatra બાળમેળો  શાળા બાલમેળો અને લાઈફ સ્કિલ મેળો 2026 | Balmela Ane Life skill mela nu Aayojan 2026

વર્ષઃ2025-2026 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત 

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટ

અંગુઠા ની છાપ થી બનતી આકૃતિઓ 👉 બાળમેળા માટે ઉપયોગી શિક્ષકો માટે pdf

બાળ મેળા ની વિવિધ વિભાગની પ્રવૃત્તિ pdf અહીંયા થી ડાઉનલોડ કરો

ક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 

GIET , અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ

પ્રવૃત્તિ અને વિદ્યાપ્રવેશના મોડયૂલમાં દર્શાવલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . 

ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્યૂઆર.કોડ આપવામાં આવેલ છે . જેને સ્કેન કરવાથી ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે . 

બાળમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે .

૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય

૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે . 

૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . 

૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . 

૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય 

લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ 

૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . 

૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવ

વા તૈયાર થાય . 

૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . 

૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે . 

નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાંનું આયોજન કરવાનું રહેશે . 

1. વર્ષ – 2026માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન  સુધીમાં કરવાનું રહેશે . 

2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) 

૦ ” ટોક શો’ના વિષયો

।. મારા સપનાનું ભારત . 

ii મારી શાળા મારા વિચારો 

iii . પર્યાવરણ બચાવો દેશ બચાવો 

iv . મારી સામાજિક ફરજ

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – કક્ષા ધોરણ પ્રાથમિક | 1 થી કક્ષા 5

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ 

બાળવાર્તા , બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત – સંગીત – અભિનય પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે 

લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ 

– લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કક્ષા ધોરણ  ઉચ્ચ પ્રાથમિક કક્ષા 6 થી 8

ફ્યુઝ બાંધવો , સ્ક્રૂ લગાવવો , કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી , ટાયરનું પંચર રીપેર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન / ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે

મોનીટરીંગ ફોર્મ 

3. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનીટરીંગ ફોર્મ સામેલ છે . 

જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . 

 કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ 

• બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . . . . .

 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકન 

– પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 

5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 

6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે , જેનું પત્રક આ સાથે સામેલ છે . 

7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , મહાનગર પ્રા.શિ.સ સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -1 થી 8 ) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 

ક્રમ 1 2 2 3 . — ‘

ગ્રાન્ટ કેટલી મળશે?

વિદ્યાર્થીની સંખ્યા 1 થી 100 101 થી 200 201 થી 400 401 થી 600 601 થી 800 801 થી 1000 1001 થી વધુ શાળા દીઠ રકમ રૂ . 800 રૂ . 1000 રૂા . 1200 રૂા . 1400 રૂા . 1600 રૂ . 1800 A. 2200

8. જિલ્લામાં બાળમેળા / લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 

9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે , 

10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . ( આ સાથે સામેલી છે ) નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર

બાળમેળો યુટીલાઇજેશન 

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031