
21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી ૩૪ વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE)૧૯૮૬ના બદલે તેને અમલમાં મુકવામાં આવશે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષે અહીંયા મેં તમામ બાબત ને આવરી લઇ એક નવીન લેખ ,આર્ટિકલ અને તેના પ્રશ્નો મૂક્યા છે .જે નવી રાષ્ટ્રીય શિક્ષણ ની નીતિ 2020 ને સમજવા ઉપયોગી થશે
અત્યાર સુધીમાં કુલ ત્રણ શિક્ષણ નીતિ અમલ માં આવી છે આપણે પેહલા તે જોઈએ
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968 |
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 |
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992 |
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020 |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાની શરૂઆત 27 મે ,2016માં થઇ અને સર્વપ્રથમ ૨.૫ લાખ ગ્રામ પંચાયતો, ૬,૬૦૦ બ્લૉક, ૬,૦૦૦ ULB, ૬૭૬ જિલ્લાઓ પાસેથી પ્રાપ્ત થયેલા ૨ લાખ જેટલા સૂચનોનો મંગાવવામાં આવ્યા હતા . અને એ સમયે TSR સુબ્રમણ્યમ સ્વામી ની અધ્યક્ષતા માં થઇ તેમનું અવસાન 2018 માં થતા આ કમિટીમાં મુખ્ય તરીકે કૃષ્ણાસ્વામી કસ્તુરીરંજન
આવ્યા હતા . અને આ NEP -2020 31 મે 2019 માં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 નું દ્રાફ્ટટીંગ કામ પૂર્ણ થયું હતું .રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, ૨૦૧૯નો ખરડો MHRD ની વેબસાઇટ અને MyGov ઈનોવેટ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. NEP -2020 નો સ્વીકાર 29 જુલાઈ 2020 માં થયો હતો .
ALSO READ :::
Sardar Vallabhbhai Patel Essay in Gujarati CLICK HERE
FIVE PILLARS OF NEP 2020: 5 મુખ્ય સ્તંભ
💥(1) ACCESS | એક્સેસ(પ્રવેશ ,પ્રવેશ માર્ગ |
💥(2) EQUITY | સમાનતા |
💥(3) QUALITY | ગુણવત્તા |
💥(4)AFFORDABILITY | પરવડે તેવી ક્ષમતા |
💥(5) ACCOUNTABILITY | જવાબદારી |
નવી શિક્ષણ નીતિ 2020 કિંમટીના હોદ્દેદારો
💥અધ્યક્ષ | 👉કે.કસ્તૂરીરંગન, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈસરો, બેંગ્લુરુ |
💥સભ્યો | 👉વસુધા કામત, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટી.વી. કેટ્ટીમની, કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ, એમ.કે.શ્રીધર |
💥સચિવ | 👉શકીલા ટી. શેમ્સ, (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ), ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી |
આલેખ/DRAFTING સમિતિના સભ્યો
સભ્યો | 👉મંજુલ ભાગવ, કે. રામચંદ્રન, અનુરાગ બેહર, લીના ચંદ્રન વાડીઆ |
ALSO READ:;
મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’
નવું અભ્યાસ માળખું
નવું અભ્યાસ માળખું 5 + 3+3+4 પેહલા 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં 10+2 હતું . આ 5 + 3+3+4 નવા માળખાનો અભ્યાસ અહીંયા સંપૂર્ણ કોષ્ટક માં કરેલ છે . માળખામાં સૌ પ્રથમ વાર “બાલવાટિકા“નો નવો કોન્સેપટ છે બે કોષ્ટક થી આપ વધુ માહિતી મેળવો
👉ઉંમર 3થી 6 વર્ષ | 👉3 વર્ષ બાલવાટિકા |
👉ઉંમર 3થી 8 વર્ષ | 👉2 વર્ષ (ધો ,1અને 2) |
👉ઉંમર 8થી 11 વર્ષ | 👉3 વર્ષ (ધો ,3થી 5 ) |
👉ઉંમર 11થી 14 વર્ષ | 👉3વર્ષ (ધો 6થી 8) |
👉ઉંમર 14થી 18 વર્ષ | 👉4 વર્ષ (ધો 9 થી 12) |
💥 5+ | 💥 3+ | 💥 3+ | 💥 4+ |
નર્સરી થી ધોરણ 2 ફાઉન્ડેશનલ સ્ટેજ (3 થી 8 વર્ષ ) | ધોરણ 3 થી 5 પ્રિએટરી સ્ટેજ (8 થી 11 વર્ષ ) | ધોરણ 6 થી 8 મિડલ સ્ટેજ (11 થી 14 વર્ષ ) | ધોરણ 9 થી 12 સેકેન્ડરી સ્ટેજ (14 થી 18 વર્ષ ) |
પાયા નું શિક્ષણ | માળખાકીય અભ્યાસ ની શરૂઆત | વિષયવાર જ્ઞાન મેળવવું | જીવન નિર્વાહ અને ઉચ્ય શિક્ષણ ની શરૂઆત |
રમત ગમત દ્રારા શિક્ષણ ઝડપથી મગજ નો વિકાસ | ગણિત -ભાષા અને પર્યાવરણ અભ્યાસ | ઓથોરિટી દ્રારા 3-5-8 ની પરીક્ષા નો પ્રારંભ | બોર્ડ ની પરીક્ષા |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 શાળાકીય શિક્ષણ મહત્વની બાબતો
- ➕ નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી લઇને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER(ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે
- ➕શાળા છોડનારા 2 કરોડ વિધાર્થીઓને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે
- ➕12 વર્ષના શાળાકીય અભ્યાસ અને ૩ વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ રહેશે
- ➕ વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિધાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે
- ➕રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે
- ➕ધોરણ-5 સુધીનો અભ્યાસ માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 ઉચ્ચ શિક્ષણ મહત્વની બાબતો
- ✅રાષ્ટ્રીય સંશોધન કાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે
- ✅ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે
- ✅ 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે
- ✅શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે
- ✅SC, ST, OBC અને અન્ય ડEDG શ્રેણીના વિધાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
- ✅2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે
- ✅વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
- ✅અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે
- ✅વિધાર્થીનું શિક્ષણ કોઇ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
- ✅ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે “એકેડેમિક બેન્ક ઓફ કેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.
