દેશની સૌથી મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી છે. ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને આ ભરતી વિશે વિગતવાર માહિતી આપી છે. જાણો આ ભરતી પ્રક્રિયામાં કોણ-કોણ સામેલ થઈ શકે છે અને આ માટે કેવી રીતે અરજી કરવી.
IB ACIO (II) Executive 2025: દેશની સૌથી મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) એ ACIO (II) એક્ઝિક્યુટિવની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ વખતે 3717 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો આ પ્રતિષ્ઠિત સેવાનો ભાગ બનવા ઈચ્છે છે, તેઓ 19 જુલાઈ 2025થી ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 છે
IB JOB INFO…
IB ACIO (II) એક્ઝિક્યુટિવ (IB ACIO (II) Executive)એ ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) હેઠળ આવતી ગ્રુપ C (નોન-ગેઝેટેડ) પોસ્ટ છે. આ અધિકારીઓની જવાબદારી દેશની આંતરિક સુરક્ષા માટે ગુપ્તચર માહિતી એકઠી કરવાની, નિરીક્ષણ (સર્વેલન્સ) કરવાની અને જરૂરી ઓપરેશનને અંજામ આપવાની હોય છે.
કોણ કરી શકે છે અરજી?
- 💥 કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવાર અરજી કરી શકે છે.
- – 💥કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત નથી, પરંતુ જો હોય તો પ્રાધાન્ય મળી શકે છે.
- – 💥ઉંમરની વાત કરીએ તો 10 ઓગસ્ટ 2025 સુધી ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી
જનરલ, OBC અને EWS વર્ગ | Rs 650 |
SC, ST અને PWD વર્ગ: | ₹ 550 |
– ફી ઓનલાઈન મોડ દ્વારા જ ચૂકવવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- 👉ઓફિશિયલ વેબસાઈટ mha.gov.in પર જાઓ.
- 👉IB Executive Recruitment 2025 લિંક પર ક્લિક કરો.
- 👉અરજી ફોર્મમાં તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
- 👉ડોક્યુમેન્ટ્સ, ફોટો અને સહી અપલોડ કરો.
- 👉અરજી ફી ઓનલાઈન ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા (Objective Test): 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 1 કલાક. દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક કપાશે.
– ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા: 50 માર્ક્સ
– ઇન્ટરવ્યૂ: 100 માર્ક્સ
– ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ
IB ACIO Executive 2025: Vacancy Details (Category-wise)
Category Vacancies
UR 1537
EWS 442
OBC 946
SC 566
ST 226
Total 3717
Notification 🔔


- aheval school programs
- bharti
- educational news
- Elecation
- essay
- FLN MATRIYAL
- Gratuity
- raja list
- time tebal
- Uncategorized
- yojna
- ગુજરાતી વ્યાકરણ
- શૈક્ષણિક આયોજન