Gujarat Law Society Bharti 2025: અમદાવાદમાં સ્થિત ગુજરાત લો સોસાયટી (GLS University) દ્વારા આચાર્ય (Principal) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કાયદા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક પ્રતિષ્ઠિત તક છે. GLS સંચાલિત બિનસરકારી અનુદાનિત કોલેજોમાં આ ભરતી થશે.
ભરતીની મુખ્ય માહિતી
સંસ્થા | ગુજરાત લો સોસાયટી |
પોસ્ટ | આચાર્ય |
કુલ જગ્યા | 2 |
એપ્લિકેશન મોડ | ઑફલાઈન |
અંતિમ તારીખ | 11 ઓક્ટોબર 2025 |
અરજી કરવાનું સરનામું | માનદ મંત્રી, ગુજરાત લો સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ – 380006 |
પોસ્ટની વિગતો
આ ભરતી માટે નીચેની બે કોલેજોમાં આચાર્યની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે :
- આઈ.એમ. નાણાવટી લો કોલેજ, એલીસબ્રીજ, અમદાવાદ
- માણેકલાલ નાણાવટી લો કોલેજ, લાલ દરવાજા, અમદાવાદ
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે LLM (કાયદાની અનુસ્નાતક ડિગ્રી) હોવી જોઈએ, જેમાં ન્યુનત્તમ 55% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો આવશ્યક છે.
યુજીસી રેગ્યુલેશન્સ 2018 મુજબ, ઉમેદવાર પાસે 6 કેટેગરીમાંથી 3 કેટેગરીમાં ઓછામાં ઓછા 110 API સ્કોર હોવો ફરજિયાત છે.
ઉમેદવાર હાલ અસોસિયેટ પ્રોફેસર કે પ્રોફેસર તરીકે કાર્યરત હોવો જોઈએ. સાથે જ, આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને પ્રોફેસર સુધીનું 15 વર્ષનું શૈક્ષણિક અને સંશોધન અનુભવ હોવો જોઈએ.
10 રિસર્ચ પબ્લિકેશન પિયર રિવ્યુડ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલ્સમાં પ્રસિદ્ધ થયેલા હોવા જરૂરી છે.
પગાર ધોરણ
- પસંદ થયેલા ઉમેદવારોને રાજ્ય સરકાર અને યુજીસીના પ્રવર્તમાન નિયમો મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે. આ કારણે આ પદ માત્ર પ્રતિષ્ઠિત જ નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
અરજી પ્રક્રિયા
મેદવારોએ પોતાની શૈક્ષણિક માર્કશીટ્સ (ધોરણ 12થી અનુસ્નાતક સુધી), રિસર્ચ પબ્લિકેશન્સ, API સ્કોરની વિગતો તેમજ જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલવી રહેશે.
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp Chenal | Join Now |
WhatsApp Group2 | Join Now |
WhatsApp Group3 | Join Now |
- અરજી 11-10-2025 સુધી ગુજરાત લો સોસાયટી, અમદાવાદના સરનામે પહોંચવી આવશ્યક છે.
બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો
