Gujarat Karmayogi Health Protection Scheme 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ

રાજ્યના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ditel 

યોજના નું નામ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજન
કોણ આપશે ગુજરાત સરકાર 
કુટુંબ દીઠ 10 લાખ 
કેવી રીતે કેશલેશ 
Card Pmjay ગ કાર્ડ 
રજુ કરનાર આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ
પેકેજ નામ કેશલેસ હેલ્થ બેનીફિટ

PMJAY-મા યોજના અંતર્ગત “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ 

રાજ્યના અંદાજીત ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ મળશે લાભ

રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેવા સંજોગોમાં નિયમાનુસાર મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે. 

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) કરશે. 

જેના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલ પ્રોસીજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. 

યોજના હેઠળ બહારનાં દર્દી તરીકે (OPD) સારવારનો સમાવેશ થશે નહી. હાલ આપવામાં આવતું માસીક મેડીકલ એલાઉન્સ (૧૦૦૦/- રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે.

રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર AB-PMJAY-MAA માં ઉપલ્બ્ધ ન હોય તેમજ હોસ્પિટલ PMJAY માં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. 

અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે. 

રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે. 

રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે. 

ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. 

આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ ચૂકવશે

“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” હેઠળ PMJAY “G” કેટેગરી કાર્ડ મેળવવા માટે, તમારે તમે સેવા આપતા કર્મચારી છો કે પેન્શનર છો તેના આધારે આ પગલાંઓનું પાલન કરવાની જરૂર છે.

1. પ્રમાણપત્ર (પરિશિષ્ટ ફોર્મેટ) એકત્રિત કરો

  • તેને તમારા કાર્યાલયના વડા/વિભાગ દ્વારા તેમની સીલ સાથે ભરીને સહી કરાવો.

2. પ્રમાણપત્ર સબમિટ કરો:

  • તમારા સંબંધિત DDO (ડ્રોઇંગ અને વિતરણ અધિકારી) અથવા તમારા વિભાગમાં PMJAY માટે નિયુક્ત નોડલ અધિકારી.
  • તેઓ તેને પ્રક્રિયા માટે રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાતને મોકલશે.

3. E-KYC પ્રક્રિયા:

  • તમારા અને તમારા આશ્રિત પરિવારના સભ્યો માટે આધાર-આધારિત e-KYC પૂર્ણ કરો.
  • આ ઓનલાઈન અથવા સરકાર દ્વારા તમારી ઓફિસમાં આયોજિત કેમ્પ દ્વારા કરી શકાય છે.

4. કાર્ડ જનરેટિંગ:

  • એકવાર ચકાસણી થઈ ગયા પછી, PMJAY “G” કેટેગરીનું ઈ-કાર્ડ જનરેટ થશે.
  •  તમને BIS (લાભાર્થી ઓળખ સિસ્ટમ) પોર્ટલ અથવા આયુષ્માન ભારત PMJAY ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરવા માટે સૂચિત કરવામાં આવશે.

1. પ્રમાણપત્ર ચકાસાયેલ અને સહી થયેલ મેળવો:

  1. જિલ્લા ટ્રેઝરી ઓફિસ / સબ-ટ્રેઝરી ઓફિસ / પેન્શન ચુકવણી ઓફિસ પર જાઓ જ્યાંથી તમને તમારું પેન્શન મળે છે.
  2. વૈકલ્પિક રીતે, તમે જે ઓફિસમાંથી નિવૃત્ત થયા છો તેના વડા પણ પ્રમાણપત્ર જારી કરી શકે છે.

2. SHA ને પ્રમાણપત્ર સબમિટ કરો:

  • ઓફિસ તેને માન્યતા માટે SHA ગુજરાતને સબમિટ કરશે.

3. પૂર્ણ e-KYC:

  • તમારા અને તમારા આશ્રિતો માટે આધાર e-KYC ફરજિયાત છે.

4. કાર્ડ જારી કરવું:

  • એકવાર ચકાસણી થઈ ગયા પછી, તમને તમારા PMJAY “G” શ્રેણી કાર્ડની ઍક્સેસ મળશે.

📍તમારી ઓફિસનો HR/વહીવટી વિભાગ – સંપર્કનો પ્રથમ બિંદુ.

📍જિલ્લા આરોગ્ય કચેરી (DHO) / ​​તાલુકા આરોગ્ય કચેરી (THO)

📍જિલ્લા ટ્રેઝરી અથવા સબ-ટ્રેઝરી કચેરી (પેન્શનરો માટે)

📍રાજ્ય આરોગ્ય એજન્સી (SHA), ગુજરાત – વધારાની કાર્યવાહી અથવા સીધા માર્ગદર્શન માટે.

🔗 મદદરૂપ પોર્ટલ:

https://pmjay.gov.in (રાષ્ટ્રીય પોર્ટલ)

https://ayushmanbharat.gujarat.gov.in (ગુજરાત-વિશિષ્ટ)

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના FAQ?

ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના, જેને કર્મયોગી સ્વસ્થ સુરક્ષા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે શરૂ કરાયેલ કેશલેસ આરોગ્ય યોજના છે. આ યોજના વિશે કેટલીક મુખ્ય વિગતો અહીં છે:

 મુખ્ય લાભો

કેશલેસ ટ્રીટમેન્ટ?

આ યોજના વાર્ષિક ₹10 લાખ પ્રતિ પરિવાર સુધીની કેશલેસ સારવાર પૂરી પાડે છે.

નાણાકીય સુરક્ષા?

તે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે તેઓ ખર્ચની ચિંતા કર્યા વિના ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ મેળવી શકે.

પાત્રતા

 – રાજ્ય કર્મચારીઓ?

: આ યોજના રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડે છે.

 – પેન્શનરો?

પેન્શનરો પણ આ યોજના હેઠળના લાભો માટે પાત્ર છે.

 અન્ય યોજનાઓ સાથે સમાનતા

 – આ યોજના હેઠળના લાભો હાલમાં રાજ્યમાં અમલી PMJAY-MAA યોજના હેઠળ ઉપલબ્ધ લાભો જેવા જ છે.

અમલીકરણ

 – ગુજરાત સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરી છે.

 – સરકારી કર્મચારીઓએ કર્મયોગી એપ પર નોંધણી કરાવવી જરૂરી છે, જે શાસનમાં ડિજિટલ એકીકરણ માટે સરકારના દબાણને દર્શાવે છે 

કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા અંગે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત patr

hospital list

🔰📚 સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment