EDUCATION NEWS :ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે આ શિક્ષકો ગણાશે કાયમી

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

ડિપ્લોમાં, ડિગ્રીવાળા શિક્ષકોને દિવાળી દરમ્યાન સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. હંગામી નોકરીને હવે કાયમી ગણાશે.

ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે કે રાજ્યની સરકારી પોલીટેક્નિક અને ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં એડહોક તરીકે ફરજ બજાવતા 500થી વધુ પ્રોફેસરોની નોકરી હવે કાયમી ગણાશે. આ નિર્ણયથી વર્ષોથી પોતાની સેવાઓ આપી રહેલા શિક્ષકોના સપનાને સાચી લાગણી મળી છે.

Download Jawahar Navodaya Entrance Exam Practice Paper PDF

Nipun Bharat : FLESH CARDS Downlod now – sarv shixa abhiyan

Nipun Bharat: ALPHABET CHART મૂળાક્ષર ચાર્ટ

સરકારે જાહેરાત કરી છે કે જીપીએસસી પાસ કરી ચૂકેલા અને હાલ સરકારી કોલેજોમાં પ્રોફેસર તરીકે કાર્યરત એવા શિક્ષકોની એડહોક સેવા હવે નિયમિત ગણાશે. ખાસ કરીને આ સેવાને પેન્શન અને રજા માટે સળંગ સેવા તરીકે પણ માન્યતા આપવામાં આવશે.

આ નિર્ણયનો લાભ રાજ્યની 364 પોલીટેક્નિક કોલેજના અને 216 ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકોને મળશે. વર્ષો થી આ શિક્ષકો સરકાર સમક્ષ પોતાની નોકરીને કાયમી ગણવામાં આવે તેવી માગણી કરી રહ્યા હતા. હવે સરકારના આ નિર્ણયથી તેમની માંગ સંતોષાઈ છે. શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે કે આ પગલાથી શિક્ષકોમાં વિશ્વાસ વધશે અને શૈક્ષણિક ગુણવત્તામાં પણ સુધારો થશે.

Leave a Comment

0

Subtotal