Home Jaadui Pitara school STUDY MATERIAL જાદુઈ પિટારા જાદુઈ પિટારા (Jaadui Pitara) : રમતાં-રમતાં શીખવાની નવી ક્રાંતિ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જાદુઈ પિટારા (Magic Box) એ નાના બાળકો માટે રમતાં-રમતાં શીખવાની એક અનોખી પહેલ છે. આ યોજના NCERT દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય 3 થી 8 વર્ષની વયના બાળકોમાં Foundational Learningને આનંદદાયક, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે.
“જાદુઈ પીટારા” (Jadui Pitara): જે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવતર પહેલ છે. આ પહેલ વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
મુખ્ય લાક્ષણિકતાઓ અને સામગ્રી
ટોય બેઝ પેડાગોજી: આ પીટારા ખાસ કરીને રમકડાં આધારિત શિક્ષણ (Toy Based Pedagogy) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં રમત, કલા, સંગીત અને પ્રોજેક્ટ જેવી ૩૦ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે.
સમાવિષ્ટ સાધનો: જાદુઈ પીટારામાં નીચે મુજબની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે:
સંગીત અને રમત-ગમતના સાધનો.
પપેટ્સ (કઠપૂતળી) અને મણકા.
શૈક્ષણિક રમકડાં અને પઝલ .
રસોડા સેટ અને અન્ય સર્જનાત્મક સામગ્રી.

ગુજરાતમાં અમલીકરણ
- 💥પ્રથમ રાજ્ય: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે તમામ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકોને આ પીટારા આપશે.
- 💥લાભાર્થીઓ: રાજ્યમાં ૭૪ હજારથી વધુ જાદુઈ પીટારા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેનાથી અંદાજે ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
- 💥શિક્ષકો માટે સહાય: આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ વર્ગખંડમાં અસરકારક શિક્ષણ આપવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવે છે.
- 💥આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના મજબૂત પાયાના નિર્માણ માટે એક ઐતિહાસિક ડગલું છે.
જાદુઈ પિટારા શું છે?
જાદુઈ પિટારા એ માત્ર શૈક્ષણિક કીટ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલ એક Play-Based Learning System છે. આમાં રમકડાં, વાર્તા પુસ્તકો, પઝલ્સ, ફ્લેશકાર્ડ્સ, પોસ્ટર્સ અને વર્કશીટ્સનો સમાવેશ થાય છે, જે બાળકોને રમતાં-રમતાં શીખવા માટે પ્રોત્સાહિત કરે છે.
જાદુઈ પિટારાનો મુખ્ય હેતુ
જાદુઈ પીટારાનો મુખ્ય ઉદ્દેશ્ય અને પૃષ્ઠભૂમિ
💥હેતુ: આ પહેલનો મુખ્ય હેતુ બાળકો ગોખણિયું શિક્ષણ છોડીને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તેવો છે. આ દ્વારા બાળકોને ‘ભાર 💥વિનાનું ભણતર’ અને લાંબા ગાળા સુધી યાદ રહે તેવું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
💥શિક્ષણ નીતિ: આ પ્રોજેક્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-૨૦૨૦) અને નિપુણ ભારત મિશના લક્ષ્યોને ધ્યાને રાખીને NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
💥ટેકનોલોજીનો ઉપયોગ: આજના ટેકનોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો પર આધારિત ન રહેતા રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શીખી શકે તે માટે આ ડિજિટલ અને ફિઝિકલ સંસાધનો વિકસાવવામાં આવ્યા છે.
💥રમતાં-રમતાં શીખવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવું
💥NEP 2020 અનુસાર Foundational Stage (3-8 વર્ષ)ને મજબૂત બનાવવી
💥બાળકોમાં ભાષા, ગણિત, સર્જનાત્મકતા અને વિચારશક્તિ વિકસાવવી
💥ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક પરિસ્થિતિને આધારે શીખણ સામગ્રી પૂરી પાડવી
જાદુઈ પિટારામાં શું-શું મળે છે?
- પ્લેબૂક્સ (Playbooks)
- શૈક્ષણિક રમકડાં
- પઝલ્સ અને એક્ટિવિટી ગેમ્સ
- ફ્લેશકાર્ડ્સ અને પોસ્ટર્સ
- વાર્તા પુસ્તકો અને વર્કશીટ્સ
- ડિજિટલ શીખણ સામગ્રી (e-Jaadui Pitara)
- ડિજિટલ જાદુઈ પિટારા (e-Jaadui Pitara)
- NCERT દ્વારા વિકસિત e-Jaadui Pitara એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં AI આધારિત બોટ્સ દ્વારા માતા-પિતા અને શિક્ષકોને તરત માર્ગદર્શન મળે છે.
- કથા સખી (Katha Sakhi) – બાળકો માટે વાર્તાઓ
- પેરેન્ટ તારા (Parent Tara) – માતા-પિતાને માર્ગદર્શન
- ટીચર તારા (Teacher Tara) – શિક્ષકો માટે સહાય
ભાષા અને ઉપલબ્ધતા
જાદુઈ પિટારા 13 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી દેશના દરેક ખૂણે બાળકો સરળતાથી તેનો લાભ લઈ શકે. આ સામગ્રી શાળાઓ ઉપરાંત ઘરમાં પણ ઉપયોગી છે.
જાદુઈ પિટારા કેવી રીતે મેળવો?
- વેબસાઈટ: ejaaduipitara.ncert.gov.in
- DIKSHA પોર્ટલ: diksha.gov.in
- WhatsApp: +91 95999 61445
- Telegram: @eJaaduiPitara_bot
- IVRS: 15108 (વાર્તા અને ગીતો) / 18002120173
નિષ્કર્ષ
PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP
રૂપાંતરિત રજા Rupantarit leave
જાદુઈ પિટારા એ ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે બાળકોને ભણતરથી ડર્યા વિના આનંદ સાથે શીખવાની તક આપે છે. આ પહેલ માતા-પિતા, શિક્ષકો અને બાળકો માટે એક સાચું શિક્ષણનું જાદુઈ બોક્સ સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
