CBSE CTET-2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ડિસેમ્બર 2025ની પરીક્ષા માટે આગામી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)ની જાહેરાત કરી છે. આ પરીક્ષા હવે 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. CBSEએ શુક્રવારે (24 ઓક્ટોબર) આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પહેલા લેવાયેલી CTETની પરીક્ષા 14 ડિસેમ્બર, 2024ના રોજ યોજાઈ હતી. ચાલો જાણીએ કેટલા શહેરોમાં CTET-2026નું આયોજન થશે અને તેના માટે અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે?
અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78
CTET-2026 દેશભરના 132 શહેરોમાં યોજાશે
| CBSEએ 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનારી CTETના 21મા એડિશનને લઈને નોટિફિકેશન જાહેર કર્યુ છે. CBSE મુજબ, CTET-2026 દેશભરના 132 શહેરોમાં યોજાશે. |
20 ભાષાઓમાં પરીક્ષા યોજાશે
| CBSE દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, CTETના 21મા એડિશન, એટલે કે CTET-2026 એ 132 શહેરોમાં 20 ભાષાઓમાં લેવાશે. CBSEએ જણાવ્યું છે કે, CTET પેપર 1 અને પેપર 2 રવિવાર(8 ફેબ્રુઆરી, 2026)ના રોજ યોજાશે. |
ઓનલાઈન અરજી કરવાની રહેશે
CBSE દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, CTET-2026 માટે અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. ઉમેદવારો CTETની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. CBSEએ જણાવ્યું છે કે, અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે એક અલગ બુલેટિન જાહેર કરાશે. આ બુલેટિન દ્વારા ઉમેદવારો પરીક્ષાનો અભ્યાસક્રમ, ભાષાઓ, લાયકાત, પરીક્ષા ફી, પરીક્ષા શહેરો અને મહત્ત્વપૂર્ણ તારીખો વિશે વિગતે જાણકારી મેળવી શકશે.
| CBSEના જણાવ્યા મુજબ, આ બુલેટિન સત્તાવાર CTET વેબસાઇટ મુકવામાં આવશે. આ સાથે CTET-2026 સંબંધિત તમામ માહિતી ઉમેદવારો CBSEની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે. |

BRO Bharti 2025: ધો.10 અને ITI પાસ માટે સરકારી નોકરી, અરજી કરતા પહેલા આ ખાસ વાતો જાણી લો!
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
balachadi sainik school admishan start 2025
balachadi sainik school admishan start 2025
Dpe Gujarat.in platform for Primary Teacher.




