રાજ્ય સરકારે ભારે વરસાદને લઈ પરિપત્ર જાહેર કર્યો, શિક્ષણ અધિકારીઓને આપી આ મહત્વની સૂચના .ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર જાહેર કરીને મહત્વની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને લઈ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરીને મહત્વની ચાર સૂચનાઓ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદને લઈને પરિસ્થિતી વણસી છે. ઘણા બધા તાલુકા અને ગામડાઓ તો એવા છે કે જ્યા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ભારે વરસાદને કારણે પરિસ્થિતી વણસી છે. જેથી શાળામાં જતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સાથેજ અમુક ગામડાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
પરિપત્રમાં સરકાર દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તથા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી જે કોઈ પણ સુચના આપવનામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાથે જ ભારે વરસાદ કે પુરની પરિસ્થિતિમાં સમગ્ર પરિસ્થિતિ પર ચોક્સઈ પૂર્વક નજર રાખવાની રહેશે અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને કાર્યવાહી કરવાની રહેશે.
bhavnagar ,botad heavy rains leave
