LIC Golden Jubilee Scholarship 2025: તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હોય તો (LIC Scholarship) ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ યોજના 2025 નું નોટિફિકેશન હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે જેને અનુસંધાને ગરીબ પરિવારના બાળકો જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે તેમને ₹40,000 સુધીની સ્કોલરશીપ પ્રોવાઇડ કરવામાં આવે છે જો તમે પણ આ સ્કોલરશીપ લેવા રસ ધરાવતા હોય તો આર્ટીકલ ની અંત સુધી જરૂર વાંચજો જેથી કરીને તમે આ યોજના અંગે તમામ વિગતો અને માહિતી સરળતાથી મેળવી શકો. આ સાથે જ ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં દવા અને એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે
👉આપ સૌને જણાવી દઇએ તો આ યોજના હેઠળ જે સ્કોલરશીપ મળવા પાત્ર છે તે તમારી ઇન્ટરશીપ અને સ્ટાઈપેડ મળવાનું શરૂ થાય તેના આધારે તમારી સ્કોલરશીપ બંધ થઈ જશે આ સાથે જ અલગ-અલગ જે અભ્યાસ કરતા હોય જેમકે જો તમે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરો છો તો તમને દર વર્ષે ₹30,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ એટલે કે ₹15,000 રૂપિયાની સ્કોલરશીપ તમને બે હપ્તામાં મળી શકે છે
👉આ સિવાય જો તમે ડિપ્લોમા આર.ટી અભ્યાસ કરો છો તો તમને ₹10000 રૂપિયા સુધીની સ્કોલરશીપ વર્ષમાં બે વખત મળી શકે છે છોકરીઓ માટે ખાસ શિષ્યવૃત્તિની પણ યોજના શરૂ કરવામાં આવી છે જો તમે બારમાં અથવા ડિપ્લોમા અભ્યાસ કરો છો તો તમને દર વર્ષે ₹15000 રૂપિયા ની સબસીડી 2 હપ્તામાં મળી શકે છે
🎯આ સ્કોલરશીપ માટે પાત્રતા
આજ સ્કોલરશીપ માટે પાત્રતાની વાત કરીએ તો જે પરિવારને વાર્ષિક ઇન્કમ 4,50,000 થી ઓછી છે તેમના બાળકોને આ સ્કોલરશીપ નો લાભ આપવામાં આવે છે ધોરણ 10 પછી શૈક્ષણિક વર્ષ 2023- 25 અને 2024- 25 માં ધોરણ 10 માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ સિવાય ધોરણ 10માં ઓછામાં ઓછા 60% મેળવેલા હોય. વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે છોકરીઓ માટે ધોરણ 10 માં 60% ગુણ મેળવેલા હોય કેવી છોકરીઓને આ યોજના દ્વારા સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે
👉મળતી માહિતી અનુસાર lic ની 112 વિભાગીય કચેરીઓ વિદ્યાર્થીઓની પસંદગી કરશે જેમાંથી 80 વિદ્યાર્થીઓને સામાન્ય સ્કોલરશીપ આપવામાં આવશે અને 40 છોકરાઓ માટે અને 40 છોકરીઓ માટે યોગ્યતા અને પાત્રતા નક્કી કરવામાં આવશે જે પાત્રતા અને યોગ્યતા માં સામેલ થશે તેમને આ સ્કોલરશીપ આપવામાં આવશે આ સિવાય બાકીની 20 વિશેષ સ્કોલરશીપ છોકરીઓને આપવામાં આવશે અને તેમને આ સ્કોલરશીપ નો લાભ આપવામાં આવશે નીચે અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ વિગતો આપી છે
🎯ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની પ્રક્રિયા
આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://licindia.in વેબસાઈટ પર જવાનું રહેશે
હોમપેજ પર lic ગોલ્ડન જુબેલી શિષ્યવૃત્તિ 2025 માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરવાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે
જેમાં આપેલી તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી અરજી ફોર્મ ને સબમિટ કરી દેવાનું છે
આ રીતે તમે આજ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકો છો.
LIC Golden Jubilee, LIC Golden Jubilee Scholarship 2025, LIC Scholarship 2025
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારત સરકારના RTO (Regional Transport Office) 🚘દ્વારા હાલ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) અને RC બુક (Registration Certificate) માં મોબાઇલ નંબર અપડેટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ નિયમ તમામ વાહન ચાલકો અને વાહન માલિકો માટે મહત્વનો છે. કારણ કે, તમારા લાઇસન્સ અને વાહનની માહિતી, ઇ-ચાલાન, નોટિફિકેશન તથા વિવિધ સેવા અપડેટ હવે સીધા જ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળશે.
મોબાઇલ નંબર અપડેટ કેમ જરૂરી છે?
ઇ-ચાલાન અને દંડ સંબંધિત મેસેજ સીધા મોબાઇલ પર મળશે.
Driving License renewal, RC renewal તથા અન્ય RTO Service Updates તરત જ SMS/OTP દ્વારા મળી શકશે.
વાહન ટ્રાન્સફર, ઇન્શ્યોરન્સ અપડેટ અને ફિટનેસ સર્ટિફિકેટની યાદી પણ મળશે.
ઓનલાઇન સેવા લેતી વખતે OTP જરૂરી હોવાથી Mobile Number લિંક ફરજિયાત છે.
Driving License માં Mobile Number Update કરવાની રીત
જો તમારું Driving License અથવા RC Book માં મોબાઇલ નંબર લિંક નથી, તો તરત જ અપડેટ કરવો જરૂરી છે. આ અપડેટથી તમને RTO દ્વારા મળતી તમામ અગત્યની સૂચનાઓ સીધા જ તમારા મોબાઇલ પર મળશે.
👉 Online Update માટે Parivahan Portal નો ઉપયોગ કરો અથવા નજીકના RTO Officeમાં સંપર્ક કરો.
ભારતની બધી સરકારી અને ખાનગી શાળાઓ 22 ઓગસ્ટ સુધી બંધ છે. રજાઓની યાદી અહીં જુઓ.
શાળા રજાના સમાચાર: દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, હવે વિવિધ રાજ્ય સરકારોએ તે જિલ્લાઓમાં રજા જાહેર કરી છે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે અને જિલ્લા કલેક્ટરને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જે જિલ્લામાં ભારે વરસાદ પડે છે અને તેની શક્યતા હોય ત્યાં કલેક્ટર હવે તેમના જિલ્લામાં બે દિવસની રજા આપી શકે છે.
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.
ઓગસ્ટ 2025 વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણા મોટા તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને સપ્તાહાંત એકસાથે આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગના દિવસોમાં શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે. વિવિધ ન્યૂઝ પોર્ટલ અનુસાર, ઓગસ્ટ મહિનામાં યોગ્ય લોક અને પ્રાદેશિક રજાઓની નીચે મુજબ યાદી બનાવવામાં આવી છે:
રક્ષાબંધન (૯ ઓગસ્ટ, શનિવાર): ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ઘણી રાજ્ય સરકારો આ દિવસે જાહેર રજા જાહેર કરે છે, જેના કારણે શાળાઓ, કોલેજો અને ઘણી સરકારી કચેરીઓ બંધ રહેશે.
રવિવાર (૧૦ ઓગસ્ટ): રક્ષાબંધન પછીના દિવસે સાપ્તાહિક રજા રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓને બે દિવસનો લાંબો સપ્તાહાંત મળશે.
સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ, શુક્રવાર): આ ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ હશે. આ દિવસે દેશભરમાં જાહેર રજા રહેશે. શાળાઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ શાળાઓ બંધ રહેશે.
જન્માષ્ટમી (૧૬ ઓગસ્ટ, શનિવાર): ભગવાન કૃષ્ણના જન્મજયંતીના દિવસે મોટાભાગના રાજ્યોમાં રાજપત્રિત રજા જાહેર કરવામાં આવી છે. ઘણી શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.
રવિવાર (૧૭ ઓગસ્ટ): જન્માષ્ટમી પછીના દિવસે રવિવારની રજા રહેશે, તેથી બાળકોને ફરીથી ત્રણ દિવસનો લાંબો સપ્તાહાંત મળશે.
ગણેશ ચતુર્થી (27 ઓગસ્ટ, બુધવાર): ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં શાળાઓ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કેટલીક પ્રાદેશિક રજાઓ અલગ અલગ તારીખે આવી શકે છે, જેમ કે ચેહલુમ, ઓણમ, હરતાલિકા તીજ વગેરે.
✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁
ઓગસ્ટ 2025 વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ઘણા મોટા તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને સપ્તાહાંત એકસાથે આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગના દિવસોમાં શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે.
નમસ્કાર મિત્રો મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.
મુંબઈ સામાન્ય ભવિષ્યની નિયમો નો અમલ ગુજરાત રાજ્યમાં 01.10.1936 થી કરવામાં આવ્યો હતો અને 01.04.1976 ભવિષ્યની જી સાથે વીમા યોજના ની પણ શરૂઆત કરવામાં આવી હતી.
બચતદાર ની પત્ની અથવા પત્નીઓ બચત દારના બાળકો બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો બચત દાર ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી ➡ સ્ત્રી બચતદાર
બચત દારનો પતિ અને બાળકો બચત દાર ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો બચત દારના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.
ફાળાની શરત અને દર
શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50%
ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે
નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે
કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે
એક માસથી વધુ LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી
ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.
વ્યાજ
દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે હાલ વ્યાજનો દર 8.7 ટકા છે (no shor)
GPF અગત્ય ના Faq
નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય
એક વખત
કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય?
ફરજ મોકૂફી દરમિયાન
કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે )
મકાન ખરીદવા માટે
ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?
સંબંધિત વહીવટી વિભાગ
સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?
12 થી 14 હપ્તા
સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?
ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?
6 (છ ) માસ
સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?
50 મહિના
સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે?
કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય?
છ માસ
એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?
ફાળો કપાત ન થાય
એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે?
મંજૂર કરી શકાય
જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે?
એકાઉન્ટ જનરલ
વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે?
નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે?
જમા રકમના 90 ટકા
સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે?
સપ્ટેમ્બર
પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય
જાણો 15 ઓગસ્ટ 2025 ની થીમ : હર ઘર તિરંગા અને સ્વચ્છતા ની થીમ પર સ્વાતંત્ર પર્વની ઉજવણી
સ્વાતંત્ર પર્વ 2025 15 ઓગસ્ટ 2025 ની ઉજવણી ની તૈયારીઓ ગુજરાતમાં ચાલુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર દિવસની ઉજવણી રંગીચંગે થાય તે માટે રાજ્ય સરકાર / ગુજરાત સરકારના લોકલાડીલા મંત્રી શ્રી હર્ષ સંઘવી એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી 33 જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓને હર ઘર તિરંગાની ઉજવણી અંગેની માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શન 15 મી ઓગસ્ટ 2025 ની ઉજવણી સંદર્ભે હતું.
શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર સમારોહનું આયોજન કરાશે
હરઘરતિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. સુજલ, સ્વચ્છ ગામનો સંકલ્પ લેવામાં આવશે. ✅ શાળાઓમાં, ગ્રામ પંચાયતોમાં, વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરાશે, વિવિધ સમુદાયો સંસ્થાઓ સાથે બાળકોની ભાગીદારી સૂચિત કરાશે અને તે દિવસે હર ઘર તિરંગા અભિયાન તળે હર ઘર તિરંગા સેલ્ફી લેવા અને અપલોડ કરવા માટે બધા જ બાળકો અને ગામના યુવાનો પ્રોત્સાહિત કરવામાં આવશે. ✅ શાળા અને ગામની દીવાલોની જાહેર ઇમારતોની દીવાલોની સજાવટ કરવામાં આવશે
NMMS શિષ્યવૃત્તિ 2025: મિત્રો, જો તમે ધોરણ 9 થી ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરી રહ્યા છો અને તમને નાણાકીય મદદની જરૂર હોય, તો NMMS અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ તમારા માટે એક શ્રેષ્ઠ તક છે! તમે NMMS માંથી દર વર્ષે ₹12,000 મેળવી શકો છો, અને પોસ્ટ-મેટ્રિક તમને ટ્યુશન ફી, જાળવણી ભથ્થું (₹230-₹1,200 / મહિનો) અને સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે PG માં ₹36,200 સુધી મદદ કરી શકે છે. આ બધા માટે અરજી કરવાની રીત નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (scholarships.gov.in) પર છે. ચાલો હવે વિગતવાર સમજીએ! અને તમને યોજનાનો લાભ કેવી રીતે મળશે તે જાણવા માટે, સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી કાળજીપૂર્વક વાંચો.
NMMS NEW NOTIFECATION 2026
NMMS INFORMESHAN
જાહેરનામુ બહાર પડ્યા એની તારીખ
7/11/2025
વેબસાઈટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનું સમયગાળો
10/11/2025 TO 22/11/2025
પરીક્ષાની ફી ઓનલાઈન ભરવાનું સમયગાળો
10/11/2025 THI 24/11/2025
સંભવિત પરીક્ષા તારીખ અને મહિનો
03/01/2026
વાલીની વાર્ષિક આવક તમામ કેટેગરી
3,50000
NMMS scholarship 2025 Highlights
યોજનાનું નામ
NMMS અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ (SC/ST/OBC/EBC/લઘુમતી/UGC)
કોણે શરૂ કરી ?
ભારત સરકાર (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને UGC)
લાભાર્થી કોણ છે ?
NMMS: ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ; મેટ્રિક પછી: ધોરણ 11 થી PG ના વિદ્યાર્થીઓ
NMMS એટલે કે નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ એક એવી યોજના છે જે એવા વિદ્યાર્થીઓને મદદ કરે છે જેમના પરિવારની વાર્ષિક આવક ₹1.5 લાખ થી ₹3.5 લાખ ની વચ્ચે હોય. આ યોજના ખાસ કરીને ધોરણ 9 થી શરૂ થાય છે અને ધોરણ 12 સુધી ચાલુ રહે છે.
તમને કેટલી મદદ મળે છે?
દર વર્ષે ₹૧૨,૦૦૦ (એટલે કે ₹૧,૦૦૦ પ્રતિ માસ) સીધા તમારા આધાર-લિંક્ડ બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા આવશે.
કોણ અરજી કરી શકે છે?
સરકારી અથવા સ્થાનિક સંસ્થાની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 ના વિદ્યાર
તેઓ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
SCERT અથવા રાજ્ય બોર્ડ દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે જેમાં માનસિક ક્ષમતા અને શૈક્ષણિક પરીક્ષણોનો સમાવેશ થાય છે. દર વર્ષે દેશભરમાં 1 લાખ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળે છે.
આ યોજના ધોરણ ૧૧ થી અંડરગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે છે. આ ખાસ કરીને SC/ST/OBC/EBC અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે છે.
શું આવરી લેવામાં આવ્યું છે?
👉ટ્યુશન ફી
👉જાળવણી ભથ્થું (₹230-₹1,200/મહિનો)
👉કેટલાક કિસ્સાઓમાં પુસ્તકો, પરીક્ષા ફી અને હોસ્ટેલ ભથ્થું માટે ગ્રાન્ટ.
આવક મર્યાદા:
💥SC/ST: ₹2 લાખ/વર્ષ
💥OBC/EBC/લઘુમતી: ₹2-2.5 લાખ/વર્ષ
અરજી તારીખો:
શરૂઆત
૨-૨૫ જૂન ૨૦૨૫
છેલ્લી તારીખ
૩૧ ઓક્ટોબર ૨૦૨૫
સંસ્થા અને નોડલ ઓફિસર ચકાસણી: ૧૫-૩૦ નવેમ્બર ૨૦૨૫.
જો તમે ગ્રેજ્યુએટ (UG) અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ (PG) કોર્સ કરી રહ્યા છો, તો અહીં કેટલીક ખાસ શિષ્યવૃત્તિઓ છે:
UG માટે: ₹12,000/વર્ષ
વ્યાવસાયિક અભ્યાસક્રમ (4-5 વર્ષ): ₹20,000/વર્ષ
PG ટેકનિકલ અભ્યાસક્રમ (1-3 વર્ષ): ₹12,000/વર્ષ
PG ઇન્દિરા ગાંધી સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ:
સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે: ₹36,200/વર્ષ (2 વર્ષ સુધી)
અરજી કરવાની છેલ્લી તારીખ: 31 ઓક્ટોબર 2025
કેવી રીતે અરજી કરવી? પગલું-દર-પગલાની માર્ગદર્શિકા
તો ચાલો હવે જોઈએ કે તમે આ શિષ્યવૃત્તિઓ માટે કેવી રીતે અરજી કરી શકો છો. આ પગલાં અનુસરો:
👉NSP પર OTR ID બનાવો:
👉scholarships.gov.in પર જાઓ અને “નવી નોંધણી → વન-ટાઇમ નોંધણી (OTR)” પસંદ કરો. આધાર-લિંક્ડ મોબાઇલ નંબર પરથી OTP દાખલ કરીને નોંધણી કરો. આ OTR ID તમારા અભ્યાસ દરમ્યાન ઉપયોગી થશે.
👉લોગિન:
👉તમારા OTR ID અને પાસવર્ડ સાથે NSP ડેશબોર્ડ પર લોગિન કરો. પહેલી વાર લોગિન કર્યા પછી પાસવર્ડ બદલો.
👉સ્કોલરશીપ પસંદ કરો:
👉“સ્કોલરશીપ માટે અરજી કરો” પર જાઓ અને NMMS, પોસ્ટ-મેટ્રિક (SC/ST/OBC/લઘુમતી) અથવા UGC યોજના પસંદ કરો. નોંધ કરો, એક સમયે ફક્ત એક જ યોજના પસંદ કરો.
શું હું NMMS અને પોસ્ટ-મેટ્રિક બંને માટે અરજી કરી શકું?
હા, તમે કરી શકો છો! NMMS ધોરણ 9-12 માટે છે, અને પોસ્ટ-મેટ્રિક ધોરણ 11 થી PG માટે છે. એક યોજના માટે ફક્ત એક એપ્લિકેશન ID નો ઉપયોગ કરો.
જો NSP પર “ખામીયુક્ત” દેખાય તો શું કરવું?
NSP પર તમારી અરજી તપાસો. જો દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય (જેમ કે ઝાંખું પ્રમાણપત્ર અથવા ખોટી શ્રેણી), તો તેને સુધારો અને ફરીથી સબમિટ કરો. NMMS માટે 15 સપ્ટેમ્બર અને પોસ્ટ-મેટ્રિક માટે 15 નવેમ્બર સુધીમાં સુધારો.
તો મિત્રો, આજે આપણે NMMS અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ 2025 વિશે બધું સમજી ગયા. NMMS ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓને ₹12,000/વર્ષ મેળવવામાં મદદ કરી શકે છે, અને પોસ્ટ-મેટ્રિક ધોરણ 11 થી PG સુધી ટ્યુશન ફી અને જાળવણી ભથ્થામાં મદદ કરે છે. સિંગલ છોકરી માટે PG માટે ₹36,200/વર્ષની શિષ્યવૃત્તિ પણ છે. ફક્ત scholarships.gov.in ની મુલાકાત લો, OTR ID બનાવો, દસ્તાવેજો અપલોડ કરો અને 31 ઓગસ્ટ (NMMS) અથવા 31 ઓક્ટોબર (પોસ્ટ-મેટ્રિક) સુધીમાં અરજી કરો. કોઈપણ સમસ્યા ટાળવા માટે તમારી શાળા અને NSP ડેશબોર્ડ તપાસતા રહો. આ તક ચૂકશો નહીં, તે તમારા અભ્યાસને સરળ બનાવી શકે છે!
8મું પગાર પંચ: ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર અને સેવાની સ્થિતિમાં સુધારો લાવવા માટે આઠમું પગાર પંચ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ તાજેતરમાં કર્મચારી અને તાલીમ વિભાગને આઠમા પગાર પંચ માટે એક વ્યાપક દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તમાં સરકારી કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાં, પેન્શન પ્રણાલી અને સેવાની શરતોમાં ધરમૂળથી ફેરફારની માંગ કરવામાં આવી છે..આ કમિશન 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓને અસર કરશે.
નવા પગાર માળખાની રૂપરેખા
કર્મચારી સંગઠનોએ 1 જાન્યુઆરી, 2026 થી નવા. પગાર પેકેજને લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા માળખામાં, સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્ણયોને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવ્યો છે જેથી કર્મચારીઓનું જીવનધોરણ સુધારી શકાય. આ સાથે, 1957 ના ડૉ. આયક્રોયડ ફોર્મ્યુલાને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અનુસાર અપડેટ કરવાની ભલામણ કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ 2019 માં શ્રમ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખિત મુજબ, પ્રતિ પરિવાર ત્રણ પોઇન્ટ છ વપરાશ એકમોના ફોર્મ્યુલાને અપનાવવાનું સૂચન કર્યું છે.
પ્રમોશન અને કારકિર્દી વૃદ્ધિની તકો
સરકારી સેવા દરમિયાન ઓછામાં ઓછા ત્રણ પ્રમોશન સુનિશ્ચિત કરવાની માંગ કર્મચારી સંગઠનોની પ્રાથમિકતાઓમાંની એક છે. આ ઉપરાંત, સુધારેલ ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ યોજનાને પ્રમોશન આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિસ્ટમ કર્મચારીઓને નિર્ધારિત સમયગાળામાં પ્રમોશનની ખાતરી આપશે અને તેમની કારકિર્દી વૃદ્ધિને વેગ આપશે. પગાર મેટ્રિક્સના સ્તર એક, બે અને ત્રણને અનુક્રમે સ્તર ચાર, પાંચ અને છમાં મર્જ કરવાનો પણ પ્રસ્તાવ છે.
મોંઘવારી ભથ્થું અને તાત્કાલિક રાહત પગલાં
મોંઘવારી ભથ્થાના વર્તમાન ટકાવારીનો મૂળ પગાર અને પેન્શનમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. .આ ઉપરાંત, આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક નાણાકીય રાહત. આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો હેતુ આગામી પગાર પંચનો અહેવાલ આવે ત્યાં સુધી કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેમની નાણાકીય મુશ્કેલીઓ ઓછી થઈ શકે.
પેન્શન સિસ્ટમ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો
સાતમા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવા સાથે, પેન્શન, ફેમિલી પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા નિવૃત્તિ લાભોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.સંસદીય સમિતિની ભલામણ મુજબ પંદર વર્ષની જગ્યાએ બાર વર્ષમાં રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવાની અને દર પાંચ વર્ષે પેન્શન વધારવાની માંગ છે. તબીબી સુવિધાઓને સરળ, કેશલેસ અને બધા પેન્શનરો માટે સુલભ બનાવવાની તેમજ નિશ્ચિત તબીબી ભથ્થામાં વધારો કરવાની પણ ભલામણ છે.
શિક્ષણ ભથ્થું અને જોખમ ભથ્થું
બાળકોના શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીને અનુસ્નાતક સ્તર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. રેલ્વે અને સંરક્ષણ કર્મચારીઓ માટે તેમના જોખમી કાર્યકારી વાતાવરણને કારણે ખાસ જોખમ ભથ્થાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સુધારાઓથી સરકારી કર્મચારીઓના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.
અસ્વીકરણ:
આ લેખ સામાન્ય માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આઠમા પગાર પંચની વાસ્તવિક ભલામણો અને તેનો અમલ સરકારી નિર્ણયો પર આધાર રાખે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતીની પુષ્ટિ કરવી જરૂરી છે.
શું તમે ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કર્યા છે .જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે .વેબસાઈટ WWW.EDUCATION PARIPAR COM ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર .
નાના સુવિચાર ગુજરાતીમાં
✔શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
✔શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.
✔શિક્ષણ એ આત્માનું ખોરાક છે.
✔શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.
✔વિદ્યા એ શક્તિ છે.
✔જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
✔શિક્ષણ એ સમાજનો આધાર છે.
✔શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.
✔શિક્ષણ એ શાંતિનું સાધન છે.
✔શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
✔શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.
✔શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.
✔શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.
✔શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.
✔શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.
✔શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.
✔શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર |
👉શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
👉શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
👉શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે
💥આજનું કામ આજે જ કરો.
💥સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
💥જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
💥શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
💥સમયનું મૂલ્ય જાણો.
💥સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
💥પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
💥સહકાર એ સફળતાનો પાયો છે.
💥દાન એ ભગવાનનું ધર્મ છે.
💥અહિંસા એ સૌથી મોટું બળ છે.
💥સત્ય એ જીવનનો પાયો છે.
💥ભગવાનમાં વિશ્વાસ રાખો.
💥મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
💥સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.
💛જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.
💛ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે.
💛સમયનો સારો ઉપયોગ કરો.
💛જીવનને સરળતાથી લો.
💛ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.
💛સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.
💛જીવન એક અનુભવ છે, તેને માણો.
💛બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.
💛પ્રેમ કરો અને પ્રેમ પામો.
💛સ્વીકારો અને છોડી દો.
💛આજે જ શરૂઆત કરો.
💛તમારી જાતને પ્રેમ કરો.
💛કૃતજ્ઞ રહો.
💛સંશોધન કરો અને જાણો.
💛પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.
💛તમારા સપનાને પૂર્ણ કરો.
💛જવાબદારી લો.
💛આત્મવિશ્વાસ રાખો.
💛સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.
💛જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.
💛જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
💛જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.
ગુજરાતી સુવિચાર શાળા માટે | નાના સુવિચાર | Gujarati Suvichar for School
હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.
અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાં શરૂ થાય છે.
💜આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા. 💜ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. 💜મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે. 💜ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ. 💜શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ. 💜તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે .💜મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે 💜 દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે. 💜કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે. 💜ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ. 💜શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે. 💜તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે. 💜જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો. 💜શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. 💜પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
✅વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
✅સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.
✅બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
✅ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન – આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.
✅જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
✅આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
✅તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
✅અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
✅તમે આળસને માત્ર “આજ” આપશો, તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
✅જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
✅જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
✅સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
✅હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
✅જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન
✅જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
✅ જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
✅જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
✅જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
✅પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
✅ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
✅કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
ગુજરાતી શુભ સુવિચાર શાળામાં લખી શકાય તેવા સુવિચાર
💢જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ. 💢જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર. 💢સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ. 💢પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી 💢આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ. 💢મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ 💢પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા 💢ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો. 💢ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા. 💢જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે. 💢તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ. 💢પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. 💢જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી. 64. સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે. 💢સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય. 💢તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે. 💢બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે. 💢દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ. 💢પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે. 💢માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ. 💢સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ. 💢હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો. 💢કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે. 💢વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે. 💢આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય. 💢ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો. 💢કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ. 💢જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે. 💢દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન. 💢ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. 💢માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. 💢જે મળે તે ગમે એનું નામ સુખ.
SCHOOL GOOD SUVICHAR
💖માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
💖સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
💖જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
💖રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
💖શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
💖શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
💖જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
💖જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
💖સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
💖આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
💖ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
💖ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
💖મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
💖જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
💖આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
💖તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
💖જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
💖પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
💖પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
💖પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
💖સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
💖પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
💖મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
💖વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
👉હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
👉આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
👉સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
👉વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
👉જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.
👉બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
👉કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
👉પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
👉જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.
LEKHAK :Gujarati Suvichar for School
(1) મારી પ્રજાનું કલ્યાણ થાઓ. – કૃષ્ણકુમારસિંહજી
(2) વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, પુષ્પો; વનોની છે વનસ્પતિ.ઉમાશંકર જોશી
(3) “મારો મત એ મારું ભવિષ્ય..
(4) દરેક જાતિ કે રાષ્ટ્ર ખાલી તલવારથી બહાદુર નથી બનતું, સંરક્ષણ માટે તલવાર જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની પ્રગતિ તેની નૈતિકતાથી જ માપી શકાય છે.સરદાર વલ્લભભાઈ પટેલ
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) પરીક્ષાનું કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો: ઓજાસ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ. હોમપેજ પર, “Call Letter” અથવા “Download Call Letter” નામનું ટેબ/લિંક શોધો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા (15 જૂન 2025) માટે કોલલેટર 7 જૂન 2025, બપોરે 1:00 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. “લોકરક્ષક/PSI કોલ લેટર 2025” અથવા સંબંધિત લિંક પર ક્લિક કરો. તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, અથવા અન્ય જરૂરી વિગતો (જેમ કે જન્મ તારીખ) દાખલ કરો. આ વિગતો તમે અરજી ફોર્મ ભરતી વખતે મેળવેલ હશે. વિગતો દાખલ કર્યા પછી, “Download” અથવા “Submit” બટન પર ક્લિક કરો. તમારું કોલલેટર PDF ફોર્મેટમાં દેખાશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરી લો
લોકરક્ષક કેડરની જાહેર કરેલ Provisional Answer Key અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુમાં છે. Final Answer Key આશરે એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) July 21, 2025
આજના ડિજિટલ યુગમાં, શાળાની દરેક પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. પ્રવેશોત્સવથી લઈને રમત-ગમત દિવસ સુધી, દરેક કાર્યક્રમનો વ્યવસ્થિત અહેવાલ તૈયાર કરવો એ એક સમય માંગી લેતું કાર્ય હોઈ શકે છે. તમારો આ જ સમય બચાવવા અને કામને સરળ બનાવવા માટે, અમે અહીં શાળાના તમામ જરૂરી અહેવાલોના તૈયાર નમૂના લઈને આવ્યા છીએ.
તમે આ તમામ અહેવાલની PDF અને Word ફાઈલ મફત ડાઉનલોડ કરી શકો છો, જેમાં શાળાનો લોગો, લેટરપેડ અને ફોટોગ્રાફ્સ ઉમેરવાની પણ સુવિધા છે.
અહેવાલના નમૂનામાં શું ખાસ છે?
આ અહેવાલના નમૂનાઓ તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ એક SEO-ફ્રેંડલી અને માનવ-લેખિત સામગ્રી છે જે તમને ગમશે.
પ્રોફેશનલ ફોર્મેટ: દરેક અહેવાલ એક પ્રોફેશનલ લેટરપેડની ડિઝાઇનમાં તૈયાર કરેલો છે.
લોગો અને ફોટો: તમે સરળતાથી તમારી શાળાનો લોગો અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ ઉમેરી શકો છો.
વર્ડ અને PDF ફાઈલ: તમને ફાઈલને એડિટ કરવા માટે Word ફોર્મેટ અને સીધી પ્રિન્ટ કરવા માટે PDF ફોર્મેટ બંને મળશે.
સરળ ભાષા: અહેવાલની ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ રાખવામાં આવી છે, જેથી કોઈ પણ તેને સરળતાથી સમજી શકે.
તમામ વિષયોનો સમાવેશ: શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાતી લગભગ તમામ પ્રવૃત્તિઓના અહેવાલ અહીં ઉપલબ્ધ છે.
કયા કયા અહેવાલો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે?
અહીં નીચે આપેલા તમામ શાળાના કાર્યક્રમોના અહેવાલ તમે ડાઉનલોડ કરી શકો છો
આજના ડિજિટલ યુગમાં, શાળાની દરેક પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. પ્રવેશોત્સવથી લઈને રમત-ગમત દિવસ સુધી, દરેક કાર્યક્રમનો વ્યવસ્થિત અહેવાલ તૈયાર કરવો એ એક સમય માંગી લેતું કાર્ય હોઈ શકે છે. તમારો આ જ સમય બચાવવા અને કામને સરળ બનાવવા માટે, અમે અહીં શાળાના તમામ જરૂરી અહેવાલોના તૈયાર નમૂના લઈને આવ્યા છીએ.