ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો તરફથી મળતી રજૂઆતો તેમજ તાબાની જિલ્લા તિજોરી કચેરીઓ પેન્શન ચૂકવવાના કચેરીઓ દ્વારા માગવામાં આવતા માર્ગદર્શનના અનુસંધાને ધ્યાન દોરવાનું થાય છે કે. ટેન્શનર કુટુંબ ટેન્શન ના પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવતા આધાર પુરાવો માત્ર માનવાચક પ્રત્યેયો જેવા કે “ભાઈ ” “કુમાર ” “દાસ ” “લાલ ” “બેન ” વિગેરે બાબતે જે તફાવત હોય તો તેવા કિસ્સામાં પીપીઓ બુકમાં દર્શાવેલ વ્યક્તિ તથા આધાર પુરાવામાં દર્શાવેલ વ્યક્તિ એક જ હોવા અંગેની બાંહેધરી મેળવી જરૂરી ચકાસણી કર્યા બાદ ચુકવણું કરવામાં વાંધા સરખું નથી
✅ આ ઉપરાંત ગુજરાત તિજોરી નિયમ 2000 ના નિયમ 25 7(1 )મુજબ યોગ્ય વ્યક્તિને જ ચુકવણું થઈ રહ્યું હોવાની ખાતરી કરવામાં આવે અને જરૂરી ચકાસણી પૂર્ણ થાય તો આવા કિસ્સાઓનો નિયમ અનુસાર ચૂકવવાના અંગેની કાર્યવાહી કરવી.
વધુમાં નોંધણીએ છીએ કે પીપીઓ બુકમાં નામ સુધારવાની તથા અન્ય દસ્તાવેજોમાં નામ સુધારવાની પ્રક્રિયા ખૂબ જ jatil અને સમય માંગી લે તેવી હોય છે પરિણામે પેન્શનરો કુટુંબ પે ન્શનરોની અનાવશક ખાલી નો સામનો કરવો પડે છે. સુધારો ન થાય ત્યાં સુધી. પેનશનર ને હાલાકીનો સામનો કરવો પડે છે.
આથી ઉપરોક્ત પરિસ્થિતિ ધ્યાને લેજો પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને આધાર પુરાવોમાં દર્શાવેલ ના વચ્ચે માત્ર માનવાચક પ્રત્યય બાબતે જ વિસંગતતા હોય તો ગુજરાત તિજોરી નિયમ 2000 257(1) મુજબ જરૂરી ચકાસણી કરી અને આવશ્યક બાહેધરી મેળવી પેન્શન નું ચૂકવવાનું કરવું. સમયસર ચૂકવી શકાય
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Model papers are of great importance in the teaching process. They help students understand the subject in an easy and clear manner. Through model papers, students get proper guidance about the structure of the question paper, type of questions and time management. It strengthens their preparation and helps in building confidence. Studying model papers reduces nervousness during the exam and students get practice in writing answers correctly. Also, model papers are useful for teachers as they make it easy to assess the preparation of students. Therefore, model papers are an important tool for achieving success.
મોડલ પેપર શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ મહત્વ ધરાવે છે. તે વિદ્યાર્થીઓને વિષયને સરળ અને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. મોડલ પેપર દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના,પ્રશ્નોના પ્રકાર અને સમય વ્યવસ્થાપન વિશે યોગ્ય માર્ગદર્શન મળે છે. તે તેમની તૈયારીને મજબૂત બનાવે છે અને આત્મવિશ્વાસ વધારવામાં સહાય કરે છે. મોડલ પેપરનો અભ્યાસ કરવાથી પરીક્ષા દરમિયાન ગભરાટ ઓછો થાય છે અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જવાબ લખવાની પ્રેક્ટિસ મળે છે. ઉપરાંત, શિક્ષકો માટે પણ મોડલ પેપર ઉપયોગી છે કારણ કે તે વિદ્યાર્થીઓની તૈયારીનું મૂલ્યાંકન સરળ બનાવે છે. તેથી, સફળતા મેળવવા માટે મોડલ પેપર મહત્વપૂર્ણ સાધન છે.
Model papers are made to explain the subject in a simple way. Through them, students get a clear understanding of the subject and the learning process becomes more interesting. Model papers are a useful tool in educational activities, which helps in understanding the subject visually.
મોડલ પેપર એ વિષયને સરળ રીતે સમજાવવા માટે બનાવવામાં આવે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને વિષયની સ્પષ્ટ સમજ મળે છે અને શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બને છે. મોડલ પેપર શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉપયોગી સાધન છે, જે વિષયને દૃશ્યરૂપે સમજવામાં મદદ કરે છે.
હેતુ
To give students a good understanding of the subject.
To make the learning process easy and interesting.
To explain the subject in an experimental way.
વિદ્યાર્થીઓને વિષયની સારી સમજ આપવી. શીખવાની પ્રક્રિયાને સરળ અને રસપ્રદ બનાવવી. પ્રયોગાત્મક રીતે વિષય સમજાવવો.
ઉદ્દેશ્ય
To develop creativity in students.
To increase interest in the subject.
To develop the spirit of working in a group.
To acquire practical knowledge.
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવી. વિષય પ્રત્યે રસ વધારવો. જૂથમાં કામ કરવાની ભાવના વિકસાવવી. પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરવું.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
12મા ધોરણ પછી યોગ્ય કોર્સ પસંદ કરવો એ દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આજે, કારકિર્દીના વિકલ્પો હવે ફક્ત એન્જિનિયરિંગ અને મેડિકલ સુધી મર્યાદિત નથી રહ્યા, લો, ડિઝાઇન, અર્થશાસ્ત્ર, ડિજિટલ માર્કેટિંગ અને પત્રકારત્વ જેવા ઘણા નવા અને ઝડપથી વિકસતા ક્ષેત્રો ઉભરી આવ્યા છે. આ કોર્સ વિદ્યાર્થીઓને તેમની રુચિઓ અને ક્ષમતાઓ અનુસાર વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત બનવાની તક આપે છે.
યોગ્ય માહિતી અને માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ માત્ર સારી નોકરી જ નથી મેળવી શકતા, પરંતુ તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળ કારકિર્દી પણ બનાવી શકે છે.
કાયદામાં મજબૂત કારકિર્દી
ઈન્ટિગ્રેટેડ LLB એ પાંચ વર્ષનો કોર્સ છે, વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી સીધા જ આ કોર્સ કરી શકે છે. આ કોર્સ BA LLB અથવા BBA LLB તરીકે ઉપલબ્ધ છે. તે બંધારણ, કાનૂની પ્રક્રિયા, ન્યાયિક પ્રણાલી અને કાનૂની તર્ક જેવા વિષયોને આવરી લે છે. આ ડિગ્રી સાથે વિદ્યાર્થીઓ વકીલ બની શકે છે, કોર્પોરેટ કંપનીઓમાં લીગલ એડવાઈઝર તરીકે કામ કરી શકે છે અથવા ન્યાયિક સેવા પરીક્ષાની તૈયારી કરી શકે છે. આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે આદર્શ છે જેઓ ચર્ચા, દલીલ અને સામાજિક મુદ્દાઓમાં રસ ધરાવે છે.
સર્જનાત્મક વિદ્યાર્થીઓ માટે તકો
B.Des એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેઓ સર્જનાત્મક વિચારસરણી અને ડિઝાઇનમાં રસ ધરાવે છે. આ કોર્સ ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન અને UX/UI ડિઝાઇન જેવી વિશેષતાઓ પ્રદાન કરે છે. ડિઝાઇનર્સ કંપની માટે નવી પ્રોડક્ટ્સ, ડિજિટલ એપ્લિકેશન ઇન્ટરફેસ અથવા રહેવાની જગ્યાઓ ડિઝાઇન કરે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ મોટી ડિઝાઇન કંપનીઓ, ફેશન બ્રાન્ડ્સ અથવા ફ્રીલાન્સર્સ તરીકે કામ કરી શકે છે.
વૈશ્વિક સ્તરે કારકિર્દી
ઈન્ટરનેશનલ રિલેશન કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે જેઓ આંતરરાષ્ટ્રીય રાજકારણ, વિદેશ નીતિ અને વૈશ્વિક ઘટનાઓમાં રસ ધરાવે છે. તે રાષ્ટ્રીય સંબંધો, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક સંગઠનોની ભૂમિકા વિશે શીખવે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દૂતાવાસો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બિન-સરકારી સંગઠનો સાથે કામ કરી શકે છે. આ કારકિર્દી માત્ર આદરણીય નથી, પરંતુ વિશ્વભરના વિવિધ દેશો સાથે કામ કરવાની તક પણ આપે છે.
વધતી માંગવાળા ક્ષેત્રો
અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બેંકિંગ, સરકારી નીતિ, સંશોધન અને કોર્પોરેટ ક્ષેત્રમાં અસંખ્ય તકો છે. જો તેઓ ડેટા વિશ્લેષણ પણ શીખે, તો તેઓ બજારના વલણો અને ગ્રાહક વર્તણૂકને સમજવામાં નિષ્ણાત બની શકે છે. આજે કંપનીઓ અને સરકાર બંને એવા નિષ્ણાતોની માંગ કરી રહ્યા છે જે ડેટાના આધારે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરી શકે.
ટુરિઝમ ક્ષેત્રમાં સંભાવનાઓ
હોટેલ મેનેજમેન્ટનો કોર્સ ટુરિઝમ, હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. વિદ્યાર્થીઓને હોટેલ સંચાલન, ગ્રાહક સેવા અને ઈવેન્ટ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ મોટી હોટલ, રિસોર્ટ, ક્રુઝ લાઈન અથવા એરલાઈન્સમાં કામ કરી શકે છે. વધુમાં, પોતાનો રેસ્ટોરન્ટ અથવા હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કરવાની તકો પણ છે.
ઓનલાઈન વિશ્વમાં ઉભરતી કારકિર્દી
ઈન્ટરનેટના વધતા ઉપયોગને કારણે ડિજિટલ માર્કેટિંગની માંગ ઝડપથી વધી છે. આ ક્ષેત્રમાં કંપનીઓની વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન જાહેરાતનું સંચાલન શામેલ છે. વિદ્યાર્થીઓ કન્ટેન્ટ રાઈટિંગ, SEO, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ઓનલાઈન બ્રાન્ડ પ્રમોશન જેવી સ્કિલ્સ શીખે છે. આ ક્ષેત્ર ટૂંકા ગાળામાં આશાસ્પદ કારકિર્દીની તકો પ્રદાન કરે છે.
પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન કોર્સ સમાચાર, લેખન અને મીડિયામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે. આ કોર્સ રિપોર્ટિંગ, ડિજિટલ મીડિયા, ટીવી અને રેડિયો પ્રસારણ વિશે માહિતી પ્રદાન કરે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરી શકે છે. આ ક્ષેત્ર સમાજને સચોટ માહિતી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
👉એક કાકા બેંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું –
*”નમૂનાની સહી”.*
કાકાએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો, ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું …
*“સહીનો નમૂનો”.*
સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે.
*માતૃભાષા દિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ.💐* 😇
"દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા માટે કોઈપણ ભાષા માધ્યમ બની શકે, પરંતુ દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે છે માત્ર માતૃભાષા છે"
આપ સહુને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ની શુભેચ્છાઓ!
" કેવળ માહિતીની આપ-લે થાય એને તો ફક્ત ભાષા જ કહેવાય સાહેબ, પણ હ્ર્દય પર અસર કરી જ્યાં લાગણીઓની આપ-લે થાય એને જ માતૃભાષા કહેવાય."
👉World Mother Language Day : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો તમને જણાવી દઈએ કે ભારતમાં 1 હજાર 652 જેટલી અલગ અલગ ભાષાઓ બોલાય છે. પોતાની માતૃભાષા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ માતૃભાષા દિવસ #!! માતૃભાષા દિવસની શુભેચ્છાઓ !! #21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ #આજે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિવસ!!
મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી મા ગમે છે.
મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જય જય ગરવી ગુજરાત ,……… આપ સર્વેને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા, પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
- ઉમાશંકર જોષી
વિશ્વ માતૃભાષા દિને સૌને જય જય ગરવી ગુજરાતી🙏🏻💐🙏🏻
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે ‘હું’ જ વધ્યો
કોઈએ ન લીધો!!!
કારણ બધા પાસે પોતાનો ‘હું’ હતો. માતૃભાષા દિવસ ની શુભકામના
ગર્વ છે હું ગુજરાતી છું//
કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે,,,?
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
(૧૫) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ની બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તક બાબત કામગીરી?
–ઇ.સ. ૧૯૯૯ થી ધો ૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના ૨૬ જેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કર્યું.
(૧૬) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ના પ્રમુખ કોણ હોય છે?
શિક્ષણમંત્રી
(૧૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારવાની રીત ?
સુધારવા માટે જરુરી આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
સ્થાપના દિન – ૨૧મી ઓક્ટોબર
ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ”વિઘાયન’, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
સભા-સમિતિઓ
મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.
(૧) સામાન્ય સભા
(૨) નિયામક સભા
(૩) કાર્યવાહક સમિતિ
(૪) શૈક્ષણિક સમિતિ
(૫) સંશોધન સમિતિ
(૬) ઉત્પાદન સમિતિ
ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે
મંડળની વિતરણ અંગેની કામગીરી
મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ – ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિદ્યાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. મંડળની
સંશોધન અંગેની કામગીરી
પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી
બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો
ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનુંપ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.
મંડળના ઉદ્દેશો
ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ . કુલ 8 ભાષા માં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર | કરવી.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો
Click here to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
🔗 પીએમસી સ્કૂલ નો અર્થ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા ( Pradhanmantri school for rising India )
➖ આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ( Ministry of Education) દ્વારા સપ્ટેમ્બર 22 મો શરૂ કરવામાં આવી હતી.
➖ તેનો મુખ્ય હેતુ છે દેશભરમો એવી આદર્શ શાળાઓ( Model School) ઊભી કરવી જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020(NEP 2020 )ના સિદ્ધાંતોની સંપૂર્ણ રીતે અમલમાં લાવે..
PM Shree School
➖ યોજનાની શરૂઆત
7 સપ્ટેમ્બર 2022
➖ અમલ સમયગાળો
2022-23 થી 2026-27 (5વર્ષ )
➖ અમલ કરનાર વિભાગ
શિક્ષણ મંત્રાલય ભારત સરકાર
➖ સહભાગી તંત્ર
રાજ્ય સરકારો સંઘ પ્રદેશો
➖ નાણાકીય અનુપાત
60:40( કેન્દ્ર રાજ્ય )90:10 ( ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર માટે)
INDIA LEVALE માં કુલ 14,500 જેટલી શાળાઓ પસંદ કરવામાં આવી છે.
🔗 દરેક જિલ્લાની કેટલીક કેન્દ્રીય રાજ્યો અને સ્થાનિક શાળાઓની પસંદ કરીને તેમની પીએમ શ્રી સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
🔗 આ શાળાઓમાં 18 લાખ વિદ્યાર્થીની સીધું લાભ મળશે
➖ પસંદગી પ્રક્રિયા
શાળાઓની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં થાય છે
પાત્રતા ચકાસણી: રાજ્ય જિલ્લા દ્વારા શાળાઓની મૂળભૂત માપદંડ તપાસ
પોર્ટલ પર અરજી : દરેક શાળા ઓનલાઈન પીએમસી પોર્ટલ પર અરજી કરે છે.
મૂલ્યાંકન અને ફિલ્ડ વેરિફિકેશન,: શિક્ષણ મંત્રાલય અને nvs /KVS ટીમ દ્વારા ચકાસની બાદ મંજૂરી
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે.
મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ
કુપોષણની સમસ્યાનો ઉકેલ
વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મુલ્યોમાં વધારો કરવો.
ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું.
બાળકોના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.
બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડવી.
પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દુર કરવી.
મધ્યાહન ભોજન સામગ્રી ની લેટેસ્ટ વિગતો
વસ્તુ
ધો .1 થી 5
ધો .6 થી 8
અનાજ ઘઉં ,ચોખા
100ગ્રામ /50 ગ્રામ
150 ગ્રામ
દાળ -કઠોળ
20 ગ્રામ
30ગ્રામ
શાકભાજી
50 ગ્રામ
75 ગ્રામ
ખાદ્યતેલ
10 ગ્રામ
10 ગ્રામ
મીઠું મસાલા
જરૂરિયાત
મુજબ
મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી
ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
ભારત માં ફરજીયાત અમલ 2001 માં.
હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ – પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ
ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું.
મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .
મધ્યાહન ભોજન યોજના માળખું
શિક્ષણ ખાતું
કમિશનર (MDM)
જોઈન્ટ કમિશ્નર
કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર
આસી.કમિશ્નર (અમલીકરણ )
ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર
મામલતદાર
નાયબ મામલતદાર ઇન્ચાર્જ
એકાઉન્ટ ઓફિસર
નાયબ મામલતદાર એકાઉન્ટ
રિચર્સ ઓફિસર
નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર
નાયબ મામલતદાર
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
સંચાલક ,શાળાઓ
NEP -2020 આ યોજનાના લાભ :
આ યોજના હેઠળ બાલવાટિકા થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે
મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન
👉1. મધ્યાહન ભોજન કેટલા દિવસ આપવું ?
200
👉2. MDM ન આપી શકાય તો કેટલું અનાજ મળે ?
3 કિલો અનાજ
👉3. ધોરણ 1 થી 5 પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?
કુલ વજન 180 ગ્રામ
👉4. ધોરણ 6 થી 8ઉચ્ચ પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?
✅ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2021 માં શરૂ કરવામાં આવી હતી.
✅ અગાઉ આ યોજનાનું નામ મધ્યાન ભોજન યોજના હતું.
✅ કેન્દ્રની રાજ્ય સરકારનો સહયોગ :: નાણાકીય અનુપાત 60:40 ( કેન્દ્ર રાજ્ય )90 :10➖ ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તારો માટે
➡️ યોજનાની વિશેષતાઓ
પ્રી પ્રાઇમરી બાળકો આંગણવાડી ક્લાસ વન ની પણ ભોજનમાં સમાવિષ્ટ કરાયા છે
દૂધ અને માઈક્રન્યુટ્રીન્સ ઉમેરો ની દિશામાં પ્રયાસ
પીએમ પોસન પોર્ટલ મારફતે ડિજિટલ મોનિટરિંગ
Dbt ➖ direct benefit transfer રસોઈખર્ચ નું સીધો ભૂગતાન
શાળામાં જ કિચન ગાર્ડન શાળામાં શાકભાજી ઉગાડવી
ભાગીદારી સમુદાયની ભાગીદારી વધારવામાં આવી છે
✅mdm app અને pm poshn dashboard દ્વારા રોજિંદા આકલાવ ઓનલાઈન રિપોર્ટ થાય છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
🔅 રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
🔅 આ નવી યોજનાનો લાભ ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને થશે.
🔅 આ યોજના અંતર્ગત, સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્યસામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
🔅 આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
🔅 તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.
🔅 પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા મંજૂર કરાઈ છે.
Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.
સમયપત્રક
સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.
‘એક્ટિવિટી બુક’
આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.
સર્વાંગી વિકાસ (Holistic Development)
બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.
આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ’ (Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.
વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
DISE (DISE (Unified District Information System of Education)
આપણા દેશમાં 1994માં dpep કાર્યક્રમની શરૂઆત થઈ આ કાર્યક્રમ હેઠળ શાળા અને બાળકોનો ડેટા ઓનલાઇન સંચય ક૨વા માટે યુનિસેફ ની મદદથી ન્યુપા દ્વારા કોરડેટા કેપ્ચ૨ નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જે આગળ જઈ dise તરીકે વિકાસ પામ્યું.
વર્ષ 2012 13 થી dise + sencondary education managment information system ને જોડી દેવામાં આવ્યા.
👉11 અંકોનો ડાયસ કોડ નીચે મુજબ બને છે. 👉પ્રથમ બે અંક રાજ્ય નો કોડ દર્શાવે છે 👉ગુજરાત રાજ્ય નો કોડ 24 છે. 👉ત્યારબાદના બે અંક જિલ્લાનો કોડ દર્શાવે છે. 👉ત્યારબાદના ત્રણ અંક ગામનો કોડ બતાવે છે. 👉છેલ્લા બે અંક શાળાનો કોડ બતાવે છે. 👉વિદ્યાર્થીઓ માટે યુ ડાયસ નંબ૨ 18 આંકડાનો હોય છે.
U-DISE (Unified District Information System for Education)
ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ વિભાગ (MHRD), નવી દિલ્હી દ્વારા DISE સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. આ સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન મારફત વર્ષ 2001 થી કાર્યરત છે.
આ સિસ્ટમ માં તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતીનું એકત્રિકરણ આવે છે. જેમાં સરકારી શાળા, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળા, ખાનગી શાળા, આશ્રમશાળા, સીબીએસસી બોર્ડ તેમજ અન્ય કોઇપણ શાળાઓનો સમાવેશ થાય છે.
👉આ માહિતી દર વર્ષે DISE ફોર્મમાં જે તે વર્ષની ૩૦ સપ્ટેમ્બરની સ્થિતિએ એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2012 થી આ તમામ માહિતી ઓનલાઈન ક૨વા માં આવેલ છે. શાળા ડાયસકોડ 11 અંક નો હોય છે.
👉પ્રથમ 2 અંક રાજ્ય માટે હોય છે. 👉જેમકે ગુજરાત નો ક્રમ 24 છે. 👉બીજા બે અંક જિલ્લા માટે હોય છે. 👉ત્યાર બાદ ના બે અંક શાળા જે બ્લોક માં હોય તે દર્શાવે છે. 👉 ત્યાર બાદ ના ત્રણ અંકો ગામ બતાવે છે 👉છેલ્લા બે અંકો શાળા દર્શાવે છે. 👉વિદ્યાર્થી નો ડાયસ નંબર 18 અંકો નો હોય છે જેમાં પ્રથમ 11 અંકો શાળા જ્યારે બાકી ના 7 અંકો વિદ્યાર્થી નો નંબર હોય
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
Home Jaadui Pitara school STUDY MATERIAL જાદુઈ પિટારા જાદુઈ પિટારા (Jaadui Pitara) : રમતાં-રમતાં શીખવાની નવી ક્રાંતિ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જાદુઈ પિટારા (Magic Box) એ નાના બાળકો માટે રમતાં-રમતાં શીખવાની એક અનોખી પહેલ છે. આ યોજના NCERT દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય 3 થી 8 વર્ષની વયના બાળકોમાં Foundational Learningને આનંદદાયક, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે.
“જાદુઈ પીટારા” (Jadui Pitara): જે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવતર પહેલ છે. આ પહેલ વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
મુખ્ય લાક્ષણિકતાઓ અને સામગ્રી
ટોય બેઝ પેડાગોજી: આ પીટારા ખાસ કરીને રમકડાં આધારિત શિક્ષણ (Toy Based Pedagogy) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં રમત, કલા, સંગીત અને પ્રોજેક્ટ જેવી ૩૦ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે.
સમાવિષ્ટ સાધનો: જાદુઈ પીટારામાં નીચે મુજબની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે: સંગીત અને રમત-ગમતના સાધનો.
પપેટ્સ (કઠપૂતળી) અને મણકા.
શૈક્ષણિક રમકડાં અને પઝલ .
રસોડા સેટ અને અન્ય સર્જનાત્મક સામગ્રી.
ગુજરાતમાં અમલીકરણ
💥પ્રથમ રાજ્ય: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે તમામ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકોને આ પીટારા આપશે.
💥લાભાર્થીઓ: રાજ્યમાં ૭૪ હજારથી વધુ જાદુઈ પીટારા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેનાથી અંદાજે ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
💥શિક્ષકો માટે સહાય: આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ વર્ગખંડમાં અસરકારક શિક્ષણ આપવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવે છે.
💥આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના મજબૂત પાયાના નિર્માણ માટે એક ઐતિહાસિક ડગલું છે.
જાદુઈ પિટારા શું છે?
જાદુઈ પિટારા એ માત્ર શૈક્ષણિક કીટ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલ એક Play-Based Learning System છે. આમાં રમકડાં, વાર્તા પુસ્તકો, પઝલ્સ, ફ્લેશકાર્ડ્સ, પોસ્ટર્સ અને વર્કશીટ્સનો સમાવેશ થાય છે, જે બાળકોને રમતાં-રમતાં શીખવા માટે પ્રોત્સાહિત કરે છે.
જાદુઈ પિટારાનો મુખ્ય હેતુ
જાદુઈ પીટારાનો મુખ્ય ઉદ્દેશ્ય અને પૃષ્ઠભૂમિ
💥હેતુ: આ પહેલનો મુખ્ય હેતુ બાળકો ગોખણિયું શિક્ષણ છોડીને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તેવો છે. આ દ્વારા બાળકોને ‘ભાર 💥વિનાનું ભણતર’ અને લાંબા ગાળા સુધી યાદ રહે તેવું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 💥શિક્ષણ નીતિ: આ પ્રોજેક્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-૨૦૨૦) અને નિપુણ ભારત મિશના લક્ષ્યોને ધ્યાને રાખીને NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 💥ટેકનોલોજીનો ઉપયોગ: આજના ટેકનોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો પર આધારિત ન રહેતા રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શીખી શકે તે માટે આ ડિજિટલ અને ફિઝિકલ સંસાધનો વિકસાવવામાં આવ્યા છે. 💥રમતાં-રમતાં શીખવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવું 💥NEP 2020 અનુસાર Foundational Stage (3-8 વર્ષ)ને મજબૂત બનાવવી 💥બાળકોમાં ભાષા, ગણિત, સર્જનાત્મકતા અને વિચારશક્તિ વિકસાવવી 💥ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક પરિસ્થિતિને આધારે શીખણ સામગ્રી પૂરી પાડવી
જાદુઈ પિટારામાં શું-શું મળે છે?
પ્લેબૂક્સ (Playbooks)
શૈક્ષણિક રમકડાં
પઝલ્સ અને એક્ટિવિટી ગેમ્સ
ફ્લેશકાર્ડ્સ અને પોસ્ટર્સ
વાર્તા પુસ્તકો અને વર્કશીટ્સ
ડિજિટલ શીખણ સામગ્રી (e-Jaadui Pitara)
ડિજિટલ જાદુઈ પિટારા (e-Jaadui Pitara)
NCERT દ્વારા વિકસિત e-Jaadui Pitara એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં AI આધારિત બોટ્સ દ્વારા માતા-પિતા અને શિક્ષકોને તરત માર્ગદર્શન મળે છે.
જાદુઈ પિટારા એ ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે બાળકોને ભણતરથી ડર્યા વિના આનંદ સાથે શીખવાની તક આપે છે. આ પહેલ માતા-પિતા, શિક્ષકો અને બાળકો માટે એક સાચું શિક્ષણનું જાદુઈ બોક્સ સાબિત થઈ રહી છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.