ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણના UEE હેતુને પરીપૂર્ણ કરવા માટે તથા વર્ગખંડની વધુને વધુ જીવંત બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને જોડતી કડીઓ શાળા કક્ષાએ અમલમાં મૂકવામાં આવે છે. મોટેભાગે પોતાના વર્ગખંડના ઉત્કૃષ્ટ કાર્યો અને તેના સફળ પરિણામો સમાજ સમક્ષિત કરવાનું અવસર શિક્ષકની મળી શકતો નથી. શિક્ષક તરીકે વર્ગખંડમાં તથા શાળા કક્ષાએ ઘણી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પરંતુ શિક્ષક તેની અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકે છે. અને તેના દ્વારા જ પોતાનો સ્વ વિકાસ કરી શકે છે તથા પરોક્ષ રીતે ગુણવત્તા યુક્ત કામગીરી કરી શકે તે માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ADEPTS એડ઼ેપટ્સ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો
ADEPTS
Advancement of educational performance through teachers support
ગુજરાતી
શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ
➡️ શિક્ષકોની મદદ માટેની વ્યવસ્થા
ADEPTS વિશે મહત્વની માહિતી
- ADEPTS કાર્યક્રમ સૌપ્રથમ પાંચમી સપ્ટેમ્બર 2007 થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 458 શાળાઓમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાયો.
- બીજો તબક્કો 15મી ઓગસ્ટ 2008 થી શરૂ થયો. ગુજરાત રાજ્યની કુલ 7000 પ્રાશાળાઓનું સમાવેશ કરવામાં આવ્યો.
- ત્રીજો તબક્કો 2010 માં 22000 જેટલી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મુકાયો ની હાલમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલે છે.
ADEPTS ના ચાર પરિમાણ
જ્ઞાનાત્મક પરિમાણ | 39 વિધાનો |
સામાજિક પરિમાણ | 16 વિધાનો |
ભૌતિક પરિમાણ | 06 વિધાનો |
સંસ્થાકીય પરિમાણ | 19 વિધાનો |
ADEPTS કુલ 80 વિધાન
- ADEPTS પ્રવૃત્તિ મોડયુલ એ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન / દિશા સૂચન છે શિક્ષક પોતાની વિશિષ્ટ સુજ અને આવડત દ્વારા વિશેષ નવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ પ્રયોગો કરી શકે છે
- વિધાનોની સિદ્ધિ માટે ક્રમિકતા જરૂરી નથી
- પોતાની પરિસ્થિતિ અને અનુકૂળતા મુજબ તેની પ્રાથમિકતા નક્કી કરી શકાય છે
- તમામ એસી વિધાનો ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી પણ તે મહત્તમ સિદ્ધિનું રાખવું જોઈએ
- ADEPTS એ શિક્ષકોના વલણ ગર્તનો કાર્યક્રમ હોવાથી શિક્ષકે સિદ્ધ કરેલા વિધાન તેના વ્યક્તિત્વમાં આત્મસ સાત સમાઈ જાય છે. તેથી વ્યક્તિગત રીતે આ વિધાન વારંવાર કે નવા શૈક્ષણિક વસ્તી સિદ્ધિ કરવાનું રહેતું નથી
- દા :ત શિક્ષક પોતાના વ્યવસાય અને સંસ્થા સાથે આત્મીયતા કેળવે છે.
ADEPTS શા માટે?
- શિક્ષકના શિક્ષકોની નિખારવા
- વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા
- શાળાની સમાજમાં ઉત્તમ સ્થાન અપાવવા
- વિદ્યાર્થી અને શિક્ષકના વલણ ઘડતર માટે
- શિક્ષણમાં હકારાત્મક ફેરફાર કરવા
- સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવા
- આંતરિક ક્ષમતાઓનો વિકાસ કરવા
- શિક્ષણમાં સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને દિશા પ્રેરવા માટે જરૂરી છે
ADEPTS ના હેતુઓ
- ગુણવત્તા સભર શિક્ષણ આપવું
- જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું
- શાળા અને સમુદાયનો સમન્વય કરવો
- ઉપલબ્ધ સામગ્રીનું અસરકારક ઉપયોગ કરવો
- સ્વં મૂલ્યાંકનની સમજ કેળવવી
- શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો ઘનિષ્ઠ બનાવવા
- શિક્ષકની વ્યવસાયિક સજેતામાં વધારો કરવા
- શિક્ષક અને વિદ્યાર્થીના વલણમાં અપેક્ષિત પરિવર્તન અને ફેરફારો લાવવા માટે જરૂરી છે
ADEPTS IMP FAQ
ભૌતિક પરિમાણ ના કેટલા વિધાનો છે?
- ભૌતિક પરિમાણના છ વિધાનો છે
સંસ્થાકીય પરિમાણ કેટલા વિધાનો છે?
- સંસ્થાકીય પરિમાણના 19 વિધાનો છે
અહીંયા મેં adapts બાબતોની અને તેના વિધાનોની ચર્ચા કરેલ છે. આગામી આવનાર કેળવણી નિરીક્ષણ ની પરીક્ષા અને શિક્ષકોની પરીક્ષાઓમાં આ આપને ઉપયોગી થશે. આપને આ બાબત ગમી હોય તો શેર જરૂરથી કરશો
શિક્ષકો ની બદલી હાજર છુટા રિપોર્ટ
શિક્ષકો ની બદલી હાજર છુટા રિપોર્ટ 2 jilla fer