GSSSB CCE Syllabus 2026 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલ CCE ભરતી 2026 અંતર્ગત ગ્રુપ-A અને ગ્રુપ-B માટે મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા પર આધારિત છે. ઉમેદવારો માટે પરીક્ષા પદ્ધતિ, માર્કિંગ સ્કીમ અને સિલેબસ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ લેખમાં તમને GSSSB CCE 2026 ની પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, વિષયવાર સિલેબસ, લઘુત્તમ લાયકાત ધોરણ અને મહત્વની સૂચનાઓ સરળ ભાષામાં મળશે.
GSSSB CCE Syllabus 2026 – પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
GSSSB CCE Syllabus 2026 ભરતી માટે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:
- તબક્કો – 1 : પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination)
- તબક્કો – 2 : મુખ્ય પરીક્ષા (Main Examination)
પ્રાથમિક પરીક્ષા (Prelims)
પ્રાથમિક પરીક્ષા ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત રહેશે અને ફક્ત સ્ક્રિનિંગ હેતુથી લેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા વિગતો
- પરીક્ષા પ્રકાર: MCQ (CBRT પદ્ધતિ)
- કુલ પ્રશ્નો: 150
- કુલ ગુણ: 150
- દરેક પ્રશ્ન: 1 ગુણ
- પરીક્ષાનો સમય: 120 મિનિટ
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ

દિવ્યાંગ ઉમેદવારો માટે
- પ્રતિ કલાક 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા વિષયવાર ગુણ વિતરણ
| વિષય | ગુણ |
| English | 15 |
| Gujarati | 15 |
| General Awareness & Current Affairs | 15 |
| Quantitative Aptitude | 30 |
| Reasoning | 30 |
| કુલ ગુણ | 60 |
પ્રાથમિક પરીક્ષા અંગે મહત્વની બાબતો
- પ્રાથમિક પરીક્ષા માત્ર Screening Test છે.
- આ પરીક્ષામાં મેળવેલ ગુણ અંતિમ મેરીટ લિસ્ટમાં ગણાશે નહીં.
- પ્રાથમિક પરીક્ષા બાદ કેટેગરીવાઇઝ જગ્યાના 7 ગણાં ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પસંદ કરાશે.
- ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મેરીટ લિસ્ટ તૈયાર થશે.
મુખ્ય પરીક્ષા (Main Examination)
- પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા ગ્રુપ પ્રમાણે અલગ પદ્ધતિથી યોજાશે.

ગ્રુપ-A મુખ્ય પરીક્ષા (Descriptive Test)
ગ્રુપ-A માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) રહેશે.

ગ્રુપ-A મુખ્ય પરીક્ષા માળખું (Appendix-G)
| પેપર | વિષય | ગુણ | સમય |
| Paper-I | Gujarati Language Skill | 100 | 3 કલાક |
| Paper-II | English Language Skill | 100 | 3 કલાક |
| Paper-III | General Studies | 150 | 3 કલાક |
| કુલ ગુણ | 350 |
GSSSB CCE Syllabus 2026

GSSSB CCE Syllabus 2026
Paper-I : Gujarati Language Skill (Descriptive)
- ગુણ: 100
- સમય: 3 કલાક
- માધ્યમ: ગુજરાતી
Gujarati Paper સંપૂર્ણ સિલેબસ

GSSSB CCE Syllabus 2026
- નિબંધ લેખન (250 શબ્દો) – 15 ગુણ
- વિચારવિસ્તાર – 10 ગુણ
- સંક્ષેપીકરણ – 10 ગુણ
- ગદ્ય સમીક્ષા – 10 ગુણ
- પ્રચાર માધ્યમ માટે નિવેદન – 5 ગુણ
- પત્રલેખન – 5 ગુણ
- ચચાગપત્ર – 10 ગુણ
- અહેવાલ લેખન – 10 ગુણ
- અંગ્રેજીથી ગુજરાતીમાં ભાષાંતર – 10 ગુણ
- ગુજરાતી વ્યાકરણ – 15 ગુણ
Paper-II : English Language Skill (Descriptive)
- ગુણ: 100
- સમય: 3 કલાક
- માધ્યમ: English
English Paper સંપૂર્ણ સિલેબસ
- Essay Writing
- Letter Writing (Formal)
- Report Writing
- Speech Writing
- Writing on Visual Information
- Precis Writing
- Reading Comprehension
- Grammar (Tenses, Voice, Narration, Articles, Prepositions, Idioms, One-word substitution)
- Translation
Paper-III : General Studies (Descriptive)
- ગુણ: 150
- સમય: 3 કલાક
- માધ્યમ: ગુજરાતી
General Studies સંપૂર્ણ સિલેબસ
History of India & Gujarat
- સિંધુ ઘાટી સંસ્કૃતિ
- મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય
- સ્વાતંત્ર્ય સંગ્રામ
- સરદાર પટેલની ભૂમિકા
- મહાગુજરાત આંદોલન
Cultural Heritage
- ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ
- લોકસંસ્કૃતિ
- કલા અને સાહિત્ય
Geography
- ભારત અને ગુજરાતનું ભૂગોળ
- પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન
Science & Technology
- ICT, Space Program, Cyber Security
Constitution & Public Administration
- નૈતિકતા
- ભાવનાત્મક બુદ્ધિ
Indian Economy & Planning
- NITI Aayog
- ભારતીય અને ગુજરાત અર્થતંત્ર
ગ્રુપ-B મુખ્ય પરીક્ષા (MCQ Based)
- કુલ ગુણ: 200
- સમય: 120 મિનિટ
- પદ્ધતિ: MCQ
ગ્રુપ-B વિષયવાર સિલેબસ
- ભારતીય રાજ્ય વ્યવસ્થા
- ભારતીય અને રાજ્ય અર્થતંત્ર
- જાહેર વહીવટ
- નૈતિકતા
- સરકારની યોજનાઓ
- કરંટ અફેર્સ
- ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃતિ
- વિજ્ઞાન, પર્યાવરણ અને IT
- Gujarati & English
લઘુત્તમ લાયકાત ધોરણ (Qualifying Marks)
- પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષામાં 40% ગુણ ફરજિયાત
- કોઈ પણ કેટેગરી માટે છૂટછાટ ઉપલબ્ધ નથી
મહત્વની સૂચનાઓ
- પરીક્ષા તારીખ અને પ્રવેશપત્ર GSSSB ની વેબસાઇટ પર જાહેર થશે
- Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 લાગુ પડશે
- ખોટી માહિતી આપનાર ઉમેદવારની ઉમેદવારી રદ થઈ શકે છે
- GSSSB CCE Syllabus 2026 GSSSB CCE ભરતી 2026 એ ગુજરાત સરકારની નોકરી માટે એક શ્રેષ્ઠ તક છે. જો ઉમેદવાર પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંને માટે સિલેબસ મુજબ યોગ્ય આયોજન સાથે તૈયારી કરશે તો સફળતા ચોક્કસ મળશે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.