GSSSB વર્ક આસિસ્ટન્ટ ભરતી 2026: માર્ગ અને મકાન વિભાગમાં 336 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળ વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3) પદ માટે મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત રાજ્યભરના વિવિધ વિભાગોમાં કુલ 336 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેના કારણે સિવિલ ડિપ્લોમા ધરાવતા યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ઊભી થઈ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા job અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા jobઅહીં ક્લિક કરો
fb /Instagram પર Follow કરવા jobઅહીં ક્લિક કરો

16 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ

Arts & Commerce College Recruitment Gujarat: ગુજરાતની આર્ટસ અને કોમર્સ કોલેજમાં ક્લાર્કના પદો પર ભરતી જાહેર

આ ભરતી માટે ઉમેદવારો 16 જાન્યુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી 30 જાન્યુઆરી 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ખોટી માહિતી ભરવાથી અરજી રદ થવાની શક્યતા રહે છે

રાજ્યભરના વિભાગોમાં ભરાશે 336 જગ્યાઓ

GSSSB દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ માર્ગ અને મકાન વિભાગની કચેરીઓમાં કુલ 336 વર્ક આસિસ્ટન્ટની ભરતી થશે. આ જગ્યાઓ સામાન્ય, EWS, SC, ST, SEBC સહિત તમામ કેટેગરીમાં અનામત મુજબ ફાળવવામાં આવી છે.

ડિપ્લોમા સિવિલ ધરાવનાર ઉમેદવારોને તક

આ ભરતી માટે ઉમેદવાર પાસે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે B.E. Civil અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર નથી, જેથી ખાસ કરીને ડિપ્લોમા ધારકોને રોજગારની તક મળે. સાથે સાથે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

ઉંમર મર્યાદા અને છૂટછાટ

30 જાન્યુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ અનામત કેટેગરી, મહિલાઓ, દિવ્યાંગ અને માજી સૈનિકોને વધારાની ઉંમર છૂટછાટ પણ મળશે

માસિક ₹26,000 ફિક્સ પગારથી શરૂઆત

પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ તેમની સેવાઓ સંતોષકારક રહે તો તેમને 7મા પગાર પંચ મુજબ લેવલ-4 (₹25,500 થી ₹81,100) ના પગાર ધોરણમાં નિયમિત કરવામાં આવશે.

અરજી કરવા માટે મહત્વની વેબસાઇટ

ઉમેદવારો ઓનલાઈન અરજી માટે ojas.gujarat.gov.in અને ભરતી સંબંધિત તમામ અપડેટ માટે gsssb.gujarat.gov.in વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા સૂચવવામાં આવ્યા છે.

26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

Leave a Comment

0

Subtotal