પ્રસુતિ રજા (Maternity Leave)

પ્રસ્તાવના

સ્ત્રી કર્મચારીઓના આરોગ્ય, માતૃત્વ સુરક્ષા તથા નવજાત શિશુની યોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રસુતિ રજા અંગેની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીનો સમય સ્ત્રીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, સરકાર દ્વારા માનવતા અને કલ્યાણના હેતુસર પ્રસુતિ રજા આપવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ, કાયમી/અસ્થાયી/અધ્યાપિકા/કર્મચારીને કુલ 180 દિવસ (છ મહિના) ની સંપૂર્ણ પગાર સાથે પ્રસુતિ રજા મંજૂર કરવાની જોગવાઈ છે. આ રજા પ્રથમ તથા બીજી સંતાન પ્રસુતિ માટે લાગુ પડે છે.

પ્રસુતિ રજાનો હેતુ સ્ત્રી કર્મચારીને પ્રસુતિ પૂર્વ અને બાદમાં પૂરતો આરામ, આરોગ્ય સંભાળ અને બાળકના પોષણ માટે સમય આપવાનો છે, જેથી કર્મચારી પુનઃ ફરજ પર તંદુરસ્ત અને કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.

પ્રસુતિ રજા વિશે મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

➡️ નિયમ ➖69 ( પ્રસુતિ રજા )

  • 🖍️તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ ફિક્સ પગારદાર કર્મચારીને મળે.
  • 🖍️ સ્ત્રી કર્મચારી અરજી કરે ત્યારથી કે પ્રસુતિની તારીખથી મળવાપાત્ર.
  • 🖍️ બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ પ્રસુતિની રજા રજા ના હિસાબમાં ઉતારવામાં આવતી નથી.

નોકરી લાગે ના પ્રથમ દિવસથી જ ➡️ 180 દિવસ વગર પગાર ની રજા.
અગાઉથી જ માતૃત્વ ધારણ કરી નોકરીમાં જોડાય તો પણ પ્રસુતિ થયા તારીખથી 180 દિવસ સુધીની મર્યાદામાં રજા મળવાપાત્ર થાય છે.

  • સળંગ બે વર્ષથી વધુ નોકરી 180 દિવસ પુરા પગારે રજા
  • પ્રસુતિ રજા અને રજા સાથે સંયોજિત કરી શકાય
  • પ્રસુતિ રજા સાથે મેડિકલ પ્રમાણપત્ર વગર 60 દિવસની રજા જોડી શકાય.
  • પ્રસુતિ પહેલા કે પ્રસુતિ બાદ કોઈ એક બાજુ રજા જોડી શકાય

પ્રસુતિ રજાના પત્રો

નમસ્કાર મિત્રો પ્રસ્તુ ધીરજાના પત્રો જે કંઈ પણ હશે તે અહીંયા મુકેલા હશે. અને નવા જે કંઈ પણ મળશે તે પણ નીચે મૂકવામાં આવશે

તારીખ 31.3.2016 નો પત્ર નિયામક કચેરી નો પત્ર

bijo ek patr che jeni be image che .

અગત્યના કટીંગ પ્રસુતિ રજા

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Leave a Comment

0

Subtotal