BEML Recruitment 2025: સરકારી કંપનીમાં 100 જગ્યાઓ પર સીધી ભરતી, ₹43,000 પગાર સુધી

BEML Recruitment 2025: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીની ખબર સામે આવી છે. ભારત સરકારની અંડર આવતી જાણીતી પબ્લિક સેક્ટર કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જુનિયર એક્ઝિક્યુટિવ (Junior Executive) પદ માટે કરવામાં આવી રહી છે અને કુલ 100 જગ્યાઓ ખાલી છે.

અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ

BEML ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 5 નવેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે, જ્યારે અંતિમ તારીખ 12 નવેમ્બર 2025 રાખવામાં આવી છે. અરજી કર્યા બાદ લાયક ઉમેદવારોને સીધા Walk-in Interview માટે બોલાવવામાં આવશે. આ ઇન્ટરવ્યુ 15 અને 16 નવેમ્બર 2025ના રોજ BEML કલા મંદિર, BEML ટાઉનશીપ, બેંગ્લોર (560075) ખાતે યોજાશે.

લાયકાત અને અનુભવ

આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી BE અથવા B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ, ઉમેદવારે એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
તે ઉપરાંત, ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.

ખાલી જગ્યાઓ નીચે મુજબ છે:

  • જુનિયર એક્ઝિક્યુટિવ – મિકેનિકલ / ઇન્ડસ્ટ્રિયલ / પ્રોડક્શન એન્જિનિયર
  • જુનિયર એક્ઝિક્યુટિવ – ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર
  • જુનિયર એક્ઝિક્યુટિવ – ઇલેક્ટ્રિકલ એન્જિનિયર

કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

સત્તાવાર વેબસાઇટ bemlindia.in પર જાઓ.
“Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
જરૂરી માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
લોગિન કરીને ફોર્મ સંપૂર્ણ રીતે ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
ફોર્મ સબમિટ કર્યા બાદ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સાચવી લો.

પગાર અને સુવિધાઓ

  • BEML કંપનીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ વર્ષે ₹35,000 પગાર મળશે. બીજા વર્ષે પગાર ₹37,500 થશે, ત્રીજા વર્ષે ₹40,000 અને ચોથા વર્ષે ₹43,000 થશે.

આ ઉપરાંત, ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

BEML Recruitment 2025: સરકારી કંપનીમાં 100 જગ્યાઓ પર સીધી ભરતી, ₹43,000 પગાર સુધી

FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

  Nmms Question Paper Answer Key

Leave a Comment

0

Subtotal