Sardar Vallabhbhai Patel family,National Unity Day

18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવારસરદાર. વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

mPokket App — Instant Loan for Students & Young Professionals

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીયાડમાં થયો હતો. તેમની સાચી જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે 31 ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા.

નાનપણમાં સરદાર વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા ઝવેરબા સાથે થયા હતા.

સરદાર વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી

ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી હતી. તેમના સરદાર વલ્લભ ભાઈ પટેલ અને ઝવેરબાને બે સંતાનો 1904માં મણીબેન તથા 1906માં ડાહ્યાભાઈ હતા.

36 વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહીનાનો અભ્યાસક્રમ 30 મહીનામાં પતાવી ક્લાસમાં પહેલા સ્થાને આવ્યા હતા. ભારત પરત આવી અમદાવાદમાં સ્થાયી થયા હતા.

સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું.

1991માં સરદાર પટેલને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.

TET Exam Preparation

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

January 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Leave a Comment

0

Subtotal