MDM Bharti 2025 : સાબરકાંઠા જિલ્લામાં આવેલ પી.એમ. પોષણ યોજના (PM POSHAN Yojana) અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી મધ્યાહન ભોજન યોજના (MDM) ના અમલીકરણ માટે ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે છે.
આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ની જગ્યાઓ માટે કુલ 8 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઓનલાઈન નહિ, પરંતુ ઓફલાઈન (ટપાલ દ્વારા) અરજી કરવાની રહેશે.
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ભરીને તા. ૦૩/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૧૦ કલાક સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને પોસ્ટ મુજબ ₹૧૮,૦૦૦/- થી ₹૨૫,૦૦૦/- સુધીનું માસિક ફિક્સ મહેનતાણું મળશે.
સાબરકાંઠા MDM ભરતી 2025 – મુખ્ય વિગતો
સંસ્થા | પી.એમ. પોષણ યોજના (PM POSHAN Yojana) – સાબરકાંઠા |
પ્રોગ્રામ | જિલ્લા/તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝર |
કુલ જગ્યાઓ | ૮ |
નોકરીનો પ્રકાર | ૧૧ માસ કરાર આધારિત |
અરજી કરવાની રીત | (રજીસ્ટર એડી/સ્પીડ પોસ્ટ) |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૩/૧૧/૨૦૨૫ (સાંજે ૦૫:૧૦ કલાક સુધી) |
પોસ્ટનું નામ, સંખ્યા અને માસિક મહેનતાણું
ક્રમ | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | માસિક મહેનતાણું (ફિક્સ) |
1 | જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર | 1 | ₹૧૮,૦૦૦/- |
2 | તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર | 7 | ₹૨૫,૦૦૦/- |
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો
લાયકાત અને વય મર્યાદા:
- આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સત્તાવાર સૂચનાઓ/માર્ગદર્શિકા જિલ્લાની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી છે. ઉમેદવારોએ આ વેબસાઇટ પરથી વિગતવાર લાયકાત મેળવવાની રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજીપત્રક તૈયાર કરીને, અરજી સાથે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો જોડીને નીચે આપેલા સરનામે રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું:
જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી,
પી.એમ. પોષણ યોજના શાખા,
કલેક્ટર કચેરી, પોલો ગ્રાઉન્ડ,
હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા
અગત્યની નોંધ
balachadi sainik school admishan start 2025
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: ૦૩/૧૧/૨૦૨૫ (સાંજે ૦૫:૧૦ કલાક). આ સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહિ.
- નિયત સમયમર્યાદા પહેલાં ભરેલી અરજીઓ જ માન્ય ગણાશે.
- પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના કચેરીના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.
- મેરીટમાં અગ્રીમતા મેળવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીના ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.
અગત્યની લિંક્સ
NOTIFECATION

અન્ય ભરતીની માહિતી જોવા માટે: Click Here
GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ