SMC Recruitment 2025 : સરકારી નોકરી ની શોધમાં છો ? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
SMC માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી 2025
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટનું નામ | ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 6 |
નોકરી સ્થાન | સુરત, ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | 10 ઓક્ટોબર 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ઓક્ટોબર 2025 (11:00 વાગ્યા સુધી) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | 18,500 |
જગ્યાઓ
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
પોસ્ટ નામ | જગ્યાઓ |
ટેકનિકલ આસિસ્ટન્ટ | 4 |
લેબોરેટરી આસિસ્ટન્ટ | 2 |
શૈક્ષણિક લાયકાત
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની આ ભરતીમાં પદો અનુસાર શૈક્ષણિક લાયકાત અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે.
- ટેકનિકલ આસિસ્ટન્ટ (ક્ર. ૨૧૧): આ પદ માટે ઉમેદવારે કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, ડેરી કેમેસ્ટ્રી, ફૂડ ટેક્નોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન જેવા વિષયોમાં માસ્ટર ડિગ્રી (Master’s degree) અથવા ડેરી/ઓઇલ વિષયમાં બેચલર ઓફ ટેક્નોલોજી (Bachelor of Technology)ની ડિગ્રી અથવા કાયદા દ્વારા સ્થાપિત યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં ડિગ્રી (Veterinary Sciences) ધરાવતા હોવા જોઈએ.
- આ ઉપરાંત, ‘ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ દ્વારા ફૂડ એનાલિસિસ વિભાગમાં લેવાયેલી પરીક્ષા દ્વારા ‘એસોસિયેટ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’નું પ્રમાણપત્ર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પણ માન્ય રહેશે.
કેટલી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી માટે મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બંને પદો માટે અરજી કરનાર ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. જોકે, સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળી શકે છે
SMC Recruitment 2025 અરજી ફી
- અરજી ફી અંગેની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી હશે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે તેની ચકાસણી કરવી. ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને/અથવા ઇન્ટરવ્યુના આધારે થઈ શકે છે. પસંદગીના તબક્કાઓ અંગેની ચોક્કસ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.
આ ભરતી માટે અરજી કરવાની શરૂઆતની તારીખ 10 ઓક્ટોબર 2025 છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2025 (બપોરે 11:00 વાગ્યા સુધી) નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ છેલ્લી ઘડીની ગરબડ ટાળવા માટે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં SMCની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે.
- મળશે માસિક ₹ 18,500 સુધીનો પગાર
- ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા નિશ્ચિત પગાર ધોરણ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ પસંદગી પામનાર ઉમેદવારોને ટેકનિકલ આસિસ્ટન્ટ પદ માટે માસિક ₹ 18,500/- નો પગાર ચૂકવવામાં આવશે, જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટ પદ માટે માસિક ₹ 17,500/- નું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
SMC Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌપ્રથમ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની સત્તાવાર વેબસાઇટ suratmunicipal.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, “Recruitment” અથવા “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
- સંબંધિત ભરતીની જાહેરાત (ટેકનિકલ આસિસ્ટન્ટ / લેબોરેટરી આસિસ્ટન્ટ) શોધો અને તેને ધ્યાનપૂર્વક વાંચો.
- “Online Apply” લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો સાથે Registration કરો.
- તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, આધારકાર્ડ, LC, માર્કશીટ, જાતિનો દાખલો વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો (જો લાગુ હોય તો), તમારા ફોર્મની સમીક્ષા કરો અને “સબમિટ કરો” પર ક્લિક કરો.
- સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી