Definition of Leave Rules 2002# રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ સમજવા અને જાણવા લાયક
નિમણુંક સત્તાધિકારી =
- નોકરી કે હોદ્દા ઉપર સરકારી કર્મચારી ની નિમણુંક કરવાની સત્તા ધરાવતો અધિકારી
વાહન ભથ્થું
- એટલે મર્યાદિત વિસ્તારમાં વધારે પ્રમાણમાં થયેલ પ્રવાસ કે જે ફરજ પાલન માં જરૂર સંભવિત ખર્ચને પગારમાં સમાવેશ કર્યો ન હોય તેવા સરકારી કર્મચારીને મંજુ૨ ક૨વામાં આવતું ભથ્થું
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
પ્રથમ નિમણૂક ની તારીખ =
- એટલે સરકારી કર્મચારીએ સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂકની જગ્યાએ ફરજ સંભાર્યાંની તારીખ અથવા જો આ તારીખ વહેલી હોય તો પેંશન માટે ગણતરીમાં લેવામાં આવતી કોઈપણ ફ૨જ સાંભળ્યા ની
દૈનિક ભથ્થુ =
એટલે મુખ્ય મથક ૫૨ ગે૨હાજરી બદલ તેણે કરેલા સામાન્ય દૈનિક ખર્ચને પહોંચી વળવા અપાતું દૈનિક ભથ્થું
કચેરી ના વડા | 👉સરકારે જાહેર કરેલા રાજ્ય પતિ અધિકારી અને તેમાં કચેરી ના વડા તરીકે જેમને સક્ષમ સત્તાધિકારી દ્રારા અધિકૃત કરાયેલ હોય તે વ્યક્તિ |
રજા એટલે | 👉ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો 2002હેઠળ સક્ષમ સત્તાધિકારી એ ફરજ ઉપરથી ગેરહાજર રહેવા આપેલ મંજૂરી |
ઘર ભાડા ભથ્થા | 👉જે સ્થળ પર ઘરભાડા ઊંચા હોય ત્યાં ઘરભાડું ચૂકવવા માટે અથવા નિઃશુલ્ક રહેઠાણ ના બદલા માં આપવામાં આવતું માસિક ભાડુ |
હાજર થવાનો સમય | 👉સરકારી કર્મચારી ને નવીન જગ્યા પર જોડાવા અથવા જે સ્થળ નિમણુંક થઇ હોય તે સ્થળ જવા આવવા આપવામાં આવતો સમય |
અજમાયશી એટલે | 👉જે તે ખાતા ના સંવર્ગમાં કાયમી કે અંગત ધોરણે ખાલી જગ્યા ની સામે અજમાયશી ધોરણે નીમવામાં આવતો સરકારી કર્મચારી |
અવેજી કામગીરી | 👉જે જગ્યા ઉપર અન્ય વ્યક્તિ નો ધારણાધિકાર હોય તે જગ્યા ખાલી હોય તો અન્ય કર્મચારી ને સક્ષમ અધિકારી ને યોગ્ય લાગે તો અવેજી ની કામગીરી બજાવવા નિમણુંક કરી શકાયઃ |
નિર્વાહ ભથથું | 👉જેને પગાર કે રજા નો પગાર ન મળતો હોય તેવા કર્મચારી ને આપવામાં આવતું ભથ્થું |
માઈલેજ ભથ્થું | 👉કર્મચારી ને મુસાફરી ના અંતર ના આધારે ગણતરી કરી આપવામાં આવતું ભથ્થું |
જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો
દિવસ એટલે
- એક મધ્યરાત્રી થી શરૂ થઈ અને તેના પછીની બીજી મધ્યરાત્રીએ પૂરો થતો સમય ગાળો (12 am to 12 am
ગ્રેજ્યુઇટી એટલે
- ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 ના નિયમ 81 હેઠળ ચુકવવામાં આવતી રકમ
ઓડિટ અધિકારી=
- એટલે જેમને કેગ દ્વારા નિમણૂક આપવામાં આવેલ હોય તેવા સત્તાવાર અધિકારી, હિસાબી અધિકાર ક્ષેત્રમાં કોઈ સરકારી કર્મચારી નોકરી કરતો હોય તે.
સંવર્ગ એટલે
- જુદા એકમ તરીકે મંજુર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગનું સંખ્યાબળ
મુકામ રસાલો
- એટલે મુકામ ની હેરફેર કરવા માટેના સાધનો
મુકામ સરંજામ એટલે=
- મુકામ ખસેડવા માટે જરૂરી સાધનો અને તંબુ ઊભા કરવા માટે જાહેર હિતમાં પોતાની સાથે લઈ જ્વી જરૂરી હોય તેવી વસ્તુઓ
વળતર ભથ્થુ
- એટલે કોઈ વિશિષ્ટ સંજોગોમાં ફ૨જ બજાવાને કારણે થતા અંગત ખર્ચને મુસાફરી ભથ્થા નો સમાવેશ થાય છે
સક્ષમ સત્તાધિકારી
- એટલે સત્તા વા૫૨વાના કિસ્સામાં સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી
પેંશન માટે ચુકવણી અધિકારી
- એટલે નિવૃત્ત સરકારી કર્મચારી પોતાનું પેન્શન જ્યાંથી મેળવે છે તે રાષ્ટ્રીયકૃત બેંકની શાખા અથવા તિજોરી સહિત તિજોરી અને પેન્શન ચુકવણી કચેરી
ફરજ ના સમયમાં નીચે મુજબનો સમાવેશ થાય છે
- (1) અજમાઈશી નોકરી
- (2) હાજર થવાનો સમય
- (3) નોકરી સંબંધી શિક્ષણ કે તાલીમ અભ્યાસ વર્ગો
- (4) સરકારે નિયત કરેલી ભાષા કે અન્ય પરીક્ષામાં ઉપસ્થિત થવાનો સમયગાળો
- (5) ખાતાકીય પરીક્ષામાં સ્થિત થવાનો સમયગાળો
જોકે આ સવલત ફરયિાત પરીક્ષાઓના કિસ્સામાં બેથી વધુ વાર મળતી નથી
જો કર્મચારી પરીક્ષા પૂરી થયા બાદ રજા પર ઉતરે છે તો જે દિવસથી રજા શરૂ થતી હોય તે જ ગણાશે પરંતુ કોઈ રજા પર રહેલો કર્મચારી રજા પૂરી થયાના તરત બાદ આવી પરીક્ષા માટે હાજર રહેતો તે સમયગાળો રજામાં જ ગણાશે
નીચેના કિસ્સાઓમાં જ્યારે સરકારી કર્મચારીઓને નિમણૂકના આદેશના અભાવે ફરજ્યિાત પ્રતીક્ષા કરવી પડે તેવો સમયગાળો
- (1) બદલી ની જગ્યાએ હાજર થવાના સમયગાળા દરમિયાન બદલીના હુકમો રદ થયા હોય કે સુધારા થયા હોય કે મુલવતી રખાયા હોય
- (2) ૨જા કે પ્રતિનિયુક્તિ પરથી પાછા ફરતી વખતે મૂળ જગ્યા ખાલી ન હોય તો નિમણુકના આદેશોની ફરજ્યિાત પ્રતીક્ષા કરવી પડેલ સમય
- (3) જે જ્ગ્યા ૫૨ સરકારી કર્મચારીને નિમવામાં આવ્યો હોય તે જગ્યાના મુખ્ય મથકે પહોંચતા છૂટ થનાર કર્મચારી પાસેથી જ્ઞાનો હવાલો સંભાળી લેવાની સ્થિતિમાં ન હોય ત્યારે