Gujarati Essay નિબંધ: સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Swachhta Tya Prabhuta Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય પર નિબંધ

➡ સ્વચ્છતા પખવાડિયાનો અહેવાલ

અહીં ગુજરાતી સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે બે નિબંધ રજુ કાર્ય છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ સ્વચ્છતા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

સ્વચ્છતા નિબંધ | સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ વિષે ગુજરાતીમાં નિબંધ
  1. પ્રસ્તાવના
  2. સ્વચ્છતાની જરૂર
  3. ગામડાં અને શહેરોની ગંદકી
  4. ગંદકીની અસર
  5. સ્વચ્છતાની અસર
  6. સ્વચ્છતા માટેના ઉપાયો
  7. ઉપસંહાર

જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા.

ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા ને સ્વચ્છ આકાશ હોય, તો જીવવાની કેવી મજા આવે ! પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઊતરી આવે !

આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ , કપડાં વગેરે સ્વચ્છ હોવાં જોઈએ. આપણું ઘર મોટું હોય, તેમાં સુંદર રાચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય , તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ હોય, તો જ સુંદર લાગે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય અને વાતાવરણ પ્રફુલ્લિત બની રહે.

Sardar Vallabhbhai Patel Essay in Gujarati

ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો લેફાલે છે. લોકોનાં શરીર, કપડાં અને ઘર પણ ઘણાં ગંદાં હોય છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે . ઠેર ઠેર અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે.

કચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.

ચરાના ઢગલા ખડકાયેલા હોય લોકોના સ્વાસ્થ્ય ૫૨, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે. તેઓનાં શરીર તંદુરસ્ત રહી શકતાં નથી. તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી, બાળકો સારી રીતે ભણી શકતાં નથી.

સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે. તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અંકુશમાં રહે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે.

આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી. જેવાં પ્રસારમાધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનું અભિયાન ચલાવવું જોઈએ. શાળાના શિક્ષણકાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ. દરેક બાળક શાળાના સફાઈ-કાર્યક્રમમાં જોડાય અને સફાઈકામ કરવામાં નાનમ ન અનુભવે. મહિનામાં એક વાર શાળામાં સફાઈસપ્તાહ ઊજવવું જોઈએ. વળી ગામના અને શહેરના રસ્તાઓ, જાહેર સ્થળો વગેરેની સફાઈના કાર્યક્રમો પણ યોજવા જોઈએ. આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે. સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુધડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ | સ્વચ્છતા નિબંધ – 100 શબ્દો

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

જ્યાં સ્વચ્છતા , ત્યાં પ્રભુતા સ્વચ્છતા કોને ન ગમે ?

આપણું શરીર સ્વચ્છ હોય , આપણાં કપડાં સ્વચ્છ હોય, આપણું ઘર આંગણું સ્વચ્છ હોય , આપણો લત્તો સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણાં જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય.

Essay on my favourite game kho kho

આપણામાં ઘણી કુટેવો છે. આપણે જ્યાંત્યાં ગંદકી કરીએ છીએ. ગમે ત્યાં કચરો નાખીએ છીએ. ગમે ત્યાં થૂંકીએ છીએ. જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દીવાલો ગંદી કરીએ છીએ. ખુલ્લામાં કુદરતી હાજતે જઈએ છીએ. કચરાપેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આપણે રોગોના સહેલાઈથી ભોગ બનીએ છીએ.

આપણે આપણી કુટેવો સુધારવી જોઈએ. આપણે આપણાં શરીર સ્વચ્છ રાખવાં જોઈએ. ઘરની સફાઈની, શાળાની સફાઈની, જાહેર સ્થળોની સફાઈની આપણે કાળજી રાખવી જોઈએ.

અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ. સ્વચ્છતા રાખવાથી આપણાં તન અને મન તાજગી અનુભવે છે. કામ કરવાનો આપણો ઉત્સાહ વધે છે. રોગચાળો ફેલાતો અટકે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં સુંદરતા. સ્વચ્છતા ત્યાં પવિત્રતા.

Conclusion :

All essays useful in school

ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

Leave a Comment

0

Subtotal