ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.
અમલ | 15.11.2002 |
કુલ પ્રકરણ | 9 |
કુલ નિયમો | 101 |
કુલ પરિશિષ્ટ | 3 |
કુલ નમૂના | 9 |
ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા | મુંબઈ મુલકી સેવા નિયમો 1959 |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી | નરેન્દ્ર મોદી |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ | સુંદરસિંહ ભંડારી |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી | અટલબિહારી બાજપાઈ |
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ | એ ,પી જે અબ્દુલ કલામ |
નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની ) | ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ |
નાણાં વિભાગ ના અગ્રસચિવ તે વખતના (સહી છે તેમની ) | એસ .જી માંકડ |
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ
પ્રકરણ | નિયમ કેટલા |
1. સામાન્ય | 1-8 =8 |
2 .વ્યાખ્યા – જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે | 9=1 |
3.સામાન્ય શરતો | 10-23=14 |
4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત | 24-45=22 |
5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો | 46-68=23 |
6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર | 69-76=8 |
7. અભ્યાસ રજા | 77-94=18 |
8 પ્રકીર્ણ | 95-100=6 |
9.રદ કરવા બાબત અને અપવાદો | 101=1 |
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ
- પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
- પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
- પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે
ખેલ મહાકુંભ માહિતી ➡✅
Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!
નમૂનો | તેની વિગત /નમૂનો શું છે . |
નમૂનો -1 | રજા મેળવવા અથવા લંબાવવા અરજી |
નમૂનો -2 | રજાનો હિસાબ |
નમૂનો -3 | સરકારી કર્મચારી ઓને રજા રજા ના દિવસો લંબાવવા અથવા રૂપાંતરિત રજા ની ભલામણ અંગેનું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો-4 | રજા પરથી પાછા ફરતા યોગ્યતા અંગે નું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો -5 | સરકારી કર્મચારી ના કુટુંબના સભ્યની બીમારી ના આધારે રૂપાંતરિત રજા માટે નું તબીબી પ્રમાણપત્ર |
નમૂનો -6 | અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પરના સરકારી કર્મચારીએ કરી ને આપવાનું ખત |
નમૂનો -7 | જે કાયમી નોકરી પરના સરકારી કર્મચારી ને અભ્યાસ રજા લંબાવવા સરકારી કર્મચારીએ કરી ને આપવાનું ખત |
નમૂનો -8 | અભ્યાસ અંગેની રજા પર જતા કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત |
નમૂનો -9 | અભ્યાસ અંગેની રજા લંબાવવાની મંજૂરી મેળવવા અને કાયમી નોકરી પર ન હોય તેવા સરકારી કર્મચારીઓ એ કરી આપવાનું ખત |