Ojas New Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધો.12 પાસ યુવાઓ માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 13 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવો છો તો આ ભરતી માટે જરૂર અરજી કરો.
ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025
વિગતો | માહિતી |
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
વિભાગ | શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ |
પોસ્ટ | ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3) |
કુલ જગ્યાઓ | 13 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજીની શરૂઆતની તારીખ | 1 સપ્ટેમ્બર 2025 |
અરજીની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
સત્તાવાર વેબસાઈટ | ojas.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે HSC પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. સાથે જ ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કોર્સનું પ્રમાણપત્ર ફરજિયાત છે. Heavy Motor Vehicleનું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે. ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનો પાયોનો જ્ઞાન તથા હિન્દી-ગુજરાતી ભાષાનો પૂરતો પરિચય હોવો જરૂરી છે.
શારીરિક લાયકાત
- પુરુષ ઉમેદવાર (અનુ.જ.જા.): ઊંચાઈ 160 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
- પુરુષ ઉમેદવાર (અન્ય): ઊંચાઈ 165 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
- મહિલા ઉમેદવાર (અનુ.જ.જા.): ઊંચાઈ 156 સેમી, વજન 40 કિ.ગ્રા.
- મહિલા ઉમેદવાર (અન્ય): ઊંચાઈ 158 સેમી, વજન 40 કિ.ગ્રા.
પગાર
પસંદગી બાદ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી પ્રતિ માસ ₹26,000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ **₹19,900 થી ₹63,200 (લેવલ-2)**ના નિયમિત પગારમાં નિમણૂક કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
👉ઉમેદવારે સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
👉“Current Advertisement” વિભાગમાં જઈને GSSSB Fireman Cum Driver ભરતી પસંદ કરવી.
👉“Apply Online” પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરી અરજી કરવી.
👉અરજી સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટ કાઢવો જરૂરી છે.
ઉપયોગી લિંક 🔗
ALSO READ :: ગુજરાત બોર્ડે જાહેર કર્યું 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર,દિવાળી વેકેશન 16 ઑક્ટોબરથી શરૂ
TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે