ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે.

Gujarat High Court’s Anganwadi verdict

Gujarat High Court Anganwadi verdict: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) અને સહાયકો (Anganwadi Helpers)ના પગાર (Salary) અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની બેન્ચે સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને ₹20,300નું વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ આદેશમાં, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે 1લી એપ્રિલથી બાકી રહેલી રકમ (arrears) પણ તેમને ચૂકવવી પડશે. અગાઉ આંગણવાડી કાર્યકરોને ₹14,800 અને સહાયકોને ₹10,000 મળતા હતા.

પેહલા નું વેતન₹14,800
ચુકાદા બાદ નું વેતન₹24,800
arrearsઆ વર્ષે 1લી એપ્રિલથી

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

Highlights of the High Court’s verdict

  • ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી
  • રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે
  • કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક કર્યો નથી, તેમને પણ સમાન લાભો મળશે.
  • કર્મચારીઓ  અલગથી અરજીઓ દાખલ કરવાની જરૂર નથી.

Equal work, equal pay

હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણાવવાના સરકારના દાવાને નકારી કાઢ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

End of discrimination

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે બંધારણની કલમ 14 અને 16(1) નો ઉલ્લેખ કરીને સમાનતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે, જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

નિયમિત કરવા માટે નીતિ: હાઈકોર્ટે સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભો ચૂકવવા માટે 6 મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ, પગાર ધોરણ, અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

Why is this ruling important?

આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે, જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે. અગાઉ, સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે, જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

news read :: 🚨 APK ફાઈલ ખોલતાં જ 9.65 લાખ ઉડી ગયા – સાવધાન રહો!

Know the rules of FASTag pass

Leave a Comment