દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.
જાણો, ફાસ્ટેગ પાસના નિયમો
- સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.
- NHAIએ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
- જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.
- FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
- FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.
- FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
- FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.
Dearness Allowance Calculation (DA Merger)
વાર્ષિક ફાસ્ટેગ પાસ એક્ટિવ કરવાની સિમ્પ્લ પ્રોસેસ
વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ કારચાલક નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી 1 વર્ષની રહેશે તેમજ વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે.
FAQ ❓
પ્રશ્ન 1 ::નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે?
જવાબ::કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે.
પ્રશ્ન 2 ::ટ્રિપની ગણતરી કઈ રીતે થશે?
જવાબ: એક ટોલ ક્રોસિંગને એક એક ટ્રિપ ગણવામાં આવે છે. રાઉન્ડ ટ્રિપ (આવવું-જવું) કરવામાં આવે તો 2 ટ્રિપ ગણાશે. બંધ ટોલ પ્લાઝા પર એન્ટ્રી અને એક્ઝિટને એક ટ્રિપ માનવામાં આવશે. તેમજ NHAIએ જણાવ્યું છે કે FASTag Annual Pass લેવો ફરજિયાત નથી. તમે ઇચ્છો તો FASTagની હાલની સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં તમારે રિચાર્જ કરાવવું પડશે.
પ્રશ્ન 3 ::શું બધાને પાસ મળશે?
જવાબ FASTag Annual Pass બધા પ્રકારના વાહનો માટે નહીં હોય. ફક્ત VAHAN ડેટાબેઝ દ્વારા તપાસ કર્યા પછી ખાનગી નોન-કોમર્શિયલ વાહનોને જ મળશે.
Divel seem vistar