patdi nagarpalika Bharti, Gujarat Bharti 2025, પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Gujarat Patdi Municipality Job Recruitment 2025, પાટડી નગરપાલિકા ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે જિલ્લામાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી પાટડી નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ એન્જીનિયરની પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.
પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપલ એન્જીનિયર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
પાટડી નગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | પાટડી નગરપાલિકા |
પોસ્ટ | મ્યુનિસિપલ એન્જીનિયર |
જગ્યા | 1 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 june |
ક્યાં અરજી કરવી | સરનામું નીચે આપેલું છે |
પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
પાટડી નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જીનિયરની એક જગ્યા 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરવાની છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ સાથે 30 જૂન 2025 સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી મોકલવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત મ્યુનિસિપ એન્જીનિયરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે બી.ઈ. સિવિલ કરેલું હોવું જોઈએ
પગાર ધોરણ
પાટડી નગરપાલિકાની આ ભરતી તદ્દમ હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ મહિને 35,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.
ક્યાં અરજી કરવી?
આ ભરતી માટે રસ ધરાવત ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ સાથે 30 જૂન 2025, સાંજના છ વાગ્યા સુધીમાં મળી જાય એ પ્રમાણે રજિસ્ટર એડી કે કુરિયરથી મોકલી આપવી.
અરજી મોકલવાનું સ્થળ
પાટડી નગરપાલિકા, મુ. પાટડી, તા. પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, પીન કોડ નંબર – 382765
Notifecation
