LIC Bharti 2025:નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતીય જીવન વીમા નિગમમાં (LIC) અધિકારીની પદ માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સહાયક વહીવટી અધિકારી તેમજ જર્નલીસ્ટ સહાયક એન્જિનિયર સહાયક (AE)વહીવટ અધિકારી તેમજ નિષ્ણાંત ની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે અમે તમને અરજી પ્રક્રિયાથી માંડીને અરજી કરવા માટે ફી અંગેની પણ વિગતો આપી છે સાથે જ અરજી કરવાની પ્રક્રિયા પણ તમે વાંચી શકો છો
એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યાની વાત કરીએ તો 800થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને આઠ સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે જો તમે lic માં અધિકારીને નોકરી મેળવવા માટે રસ ધરાવો છો તો તમે નોકરી મેળવી શકો છો અરજી પ્રક્રિયા ની વિગતો પણ નીચે આપી છે
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બી.ઈ./બી.ટેક. તેમજ ગ્રેજ્યુએટ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ઉંમર 8 સપ્ટેમ્બર 2025 ના રોજ ઓછામાં ઓછા 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે આ સાથે જ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
આ ભરતી માટે અરજી ની વાત કરીએ તો અલગ અલગ થી નક્કી કરવામાં આવી છે જેમ કેSC/ST/PWD ઉમેદવારોએ 85 રૂપિયા + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST ચૂકવવા પડશે. આ ઉપરાંત, અન્ય તમામ ઉમેદવારોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST સાથે 700 રૂપિયા ફી ચૂકવવી પડશે.
એલ.આઇ.સી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે LIC ની વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર નોટિફિકેશન વાંચી શકો છો વેબસાઈટના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો સાથે જ નોકરી માટે સિલેક્શન પ્રક્રિયા પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ નો સમાવેશ થાય છે ત્યારબાદ તમે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે ત્યારબાદ આઠ નવેમ્બર 2025 ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી અને મહત્વાકાંક્ષી રોજગાર પ્રોત્સાહન યોજના છે, જેના માધ્યમથી યુવાનોને પહેલી નોકરી મેળવવા પર સીધો લાભ અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને ભરતી માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે અને તેનું લક્ષ્ય દેશમાં 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનો છે. તો આ યોજના શું છે? તેનો હેતુ શું છે? તેના મુખ્ય લાભો શું છે? કોણ પાત્ર છે? અરજી ક્યાં અને કેવી રીતે કરવી? જરૂરી દસ્તાવેજો કયા છે? અને સહાય રકમ કેવી રીતે મળશે? – આવા બધા પ્રશ્નોના જવાબ તમને આજના આ લેખમાં સરળ ભાષામાં મળશે.
देश के नौजवानों के लिए खुशखबरी!
प्रधानमंत्री श्री @NarendraModi जी ने लाल क़िले की प्राचीर से अपने संबोधन में आज से ‘पीएम विकसित भारत रोजगार योजना’ को लागू करने की घोषणा की है।
लगभग 1 लाख करोड़ की लागत वाली इस योजना से देश में 3.5 करोड़ रोज़गार का निर्माण होगा।
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PM-VBRY) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના છે. આ યોજના હેઠળ પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવનારા યુવાનોને સીધો આર્થિક લાભ મળશે. સાથે સાથે નોકરીદાતાઓને પણ નવા કર્મચારીઓને ભરતી કરવા માટે દર મહિને પ્રોત્સાહન મળશે. આ યોજનાનો અમલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) મારફતે કરવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત બની રહે.
યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં મોટા પાયે નવી નોકરીઓનું સર્જન કરવાનો છે. યુવાનોને પહેલીવાર નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવું, ખાનગી ક્ષેત્રમાં ભરતીને વેગ આપવો, અને ઉદ્યોગોને વધારે રોજગાર ઊભું કરવા પ્રોત્સાહિત કરવું એ તેના મુખ્ય હેતુઓ છે. આ યોજના રોજગાર સાથે કૌશલ્ય વિકાસ, નાણાકીય જાગૃતિ અને બચત પ્રોત્સાહન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ જોડે છે, જેથી યુવાનો માત્ર નોકરી મેળવવા પૂરતા જ નહીં પરંતુ લાંબા ગાળે આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બને.
યોજનાના મુખ્ય લક્ષ્યો
આ યોજના દ્વારા 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન 3.5 કરોડ નવી નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. યુવાનોને પહેલી નોકરી મળતાં જ પ્રોત્સાહન આપીને તેઓને કાર્યક્ષેત્રમાં ટકાવવા, ઉદ્યોગોને વધુ ભરતી માટે આર્થિક સહાય આપવી, તેમજ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગાર સર્જનને લાંબા ગાળે મજબૂત બનાવવાનું આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે.
યોજનાના લાભો
આ યોજનાના લાભો બે પ્રકારના છે – યુવાનો માટે અને નોકરીદાતાઓ માટે.
યુવાનોને પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવતા જ કુલ ₹15,000 સુધીનું પ્રોત્સાહન મળશે. આ રકમ બે હપ્તામાં મળશે – પહેલો હપ્તો 6 મહિના સતત કામ કર્યા પછી અને બીજો હપ્તો 12 મહિના પૂર્ણ કર્યા પછી. બીજો હપ્તો મેળવવા માટે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કરવો ફરજિયાત રહેશે.
નોકરીદાતાઓને દરેક નવા કર્મચારીની ભરતી પર દર મહિને ₹3,000 સુધીનું પ્રોત્સાહન મળશે, જે 2 વર્ષ સુધી માન્ય રહેશે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે આ લાભ 4 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે.
યોજના માટે પાત્રતા
આ યોજના ફક્ત ખાનગી ક્ષેત્રની પહેલી નોકરી મેળવનારા યુવાનો માટે છે. ઉમેદવારનો માસિક પગાર ₹1 લાખ સુધીનો હોવો જોઈએ. અરજદાર અગાઉ ક્યારેય EPFO અથવા કોઈ એક્ઝેમ્પ્ટ ટ્રસ્ટમાં નોંધાયેલા ન હોવા જોઈએ. નોકરીદાતા કંપની EPFO માં નોંધાયેલ હોવી ફરજિયાત છે. સાથે સાથે, કંપનીના કર્મચારીઓની સંખ્યા મુજબ ઓછામાં ઓછા નવા લોકોની ભરતી કરવી પડશે – 50 થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીએ 2 અને 50 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીએ ઓછામાં ઓછા 5 નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
અરજી પ્રક્રિયા
યુવાનો માટે
પહેલી નોકરી મળતાં જ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જનરેટ કરવો અને એક્ટિવેટ કરવો પડશે. EPF યોગદાન શરૂ કરવું, ફેસ ઓથેન્ટિકેશન કરવું અને પાત્રતાની શરતો પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
નોકરીદાતાઓ માટે
ચોક્કસ સંખ્યામાં નવા કર્મચારીઓની ભરતી કર્યા બાદ તેમને EPFO માં નોંધણી કરાવવી પડશે. ત્યાર બાદ જ પ્રોત્સાહન મેળવવાની પ્રક્રિયા શરૂ થશે
જરૂરી દસ્તાવેજો
અરજી કરતા પહેલા ઉમેદવાર પાસે નીચેના દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ –
આધાર કાર્ડ
બેંક ખાતાની વિગતો અને રદ થયેલ ચેક
રોજગાર કરાર અથવા નિમણૂક પત્ર
EPFO સાથે જોડાયેલ વિગતો (UAN નંબર)
ફોટો અને ઓળખ પુરાવો
સહાય રકમ અને કઈ રીતે મળશે
યુવાનોને આપવામાં આવતી ₹15,000 ની સહાય બે હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પહેલો હપ્તો 6 મહિના સુધી સતત કામ કર્યા પછી મળશે. બીજો હપ્તો 12 મહિના પૂર્ણ થયા બાદ અને નાણાકીય સાક્ષરતા મોડ્યુલ પૂર્ણ કર્યા બાદ મળશે. નોકરીદાતાઓને દર મહિને ₹3,000 સુધીની સહાય EPFO માધ્યમથી જમા કરવામાં આવશે. ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ માટે આ સહાય 4 વર્ષ સુધી ચાલુ રહેશે.
યોજનાનો સમયગાળો
આ યોજના 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન થયેલી ભરતી જ પ્રોત્સાહન માટે પાત્ર ગણાશે.
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના યુવાનોને પહેલી નોકરી માટે પ્રોત્સાહિત કરતી સાથે સાથે નોકરીદાતાઓને નવા રોજગાર ઊભું કરવા માટે સહાય કરે છે. આ યોજના રોજગાર સર્જન સાથે સાથે કૌશલ્ય વિકાસ, નાણાકીય જાગૃતિ અને બચતને પણ પ્રોત્સાહિત કરે છે. લાંબા ગાળે આ યોજના ભારતને આત્મનિર્ભર બનાવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
Primary Gyan Sahayak Bharti 2025 ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી 2025 માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી યોજાઈ છે. આ ભરતી શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સોનેરી તક સાબિત થઈ શકે છે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે અરજી કરનાર ઉમેદવારોએ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે. યોગ્યતા સંબંધિત તમામ વિગતો માટે ઉમેદવારોએ ઑફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો જરૂરી છે.
અગત્યની તારીખો
ઓનલાઈન અરજી શરૂ
19 ઓગસ્ટ, 2025 (બપોરે 14:00 વાગ્યાથી)
છેલ્લી તારીખ
26 ઓગસ્ટ, 2025 (રાત્રે 23:59 સુધી)
પગાર ધોરણ
પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને ફિક્સ પગાર ₹21,000/- આપવામાં આવશે.
Primary Gyan Sahayak Bharti 2025 શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક છે. દર મહિને ₹21,000 ફિક્સ પગાર સાથે પ્રાથમિક શાળાઓમાં સેવા આપવા માંગતા ઉમેદવારોએ 26 ઓગસ્ટ, 2025 પહેલાં ઓનલાઈન અરજી કરવી જોઈએ.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) રજીસ્ટ્રેશન
શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ) રજીસ્ટ્રેશન
શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.
રોજગાર ભરતી મેળો 2025 – ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધી કંપનીઓમાં નોકરી મેળવવાનો મોટો મોકો
ઘણા યુવાનો રોજગાર માટે ચિંતિત છે. ડિગ્રી કે ડિપ્લોમા કર્યા પછી પણ, “હવે નોકરી ક્યાંથી મળશે?” એવો પ્રશ્ન મનમાં ઉદભવે છે. જો તમને પણ આ જ ચિંતા છે, તો આ વખતે એક સુવર્ણ તક આવી છે. પાલનપુર રોજગાર ભરતી મેળો 2025 માં જાણીતી બે કંપનીઓ સીધી ભરતી કરવા આવી રહી છે. Rojgar Bharti Melo 2025
રોજગાર ભરતી મેળો 2025ની મુખ્ય વિગતો
તારીખ
25 ઓગસ્ટ 2025
સમય
સવારે 11:00 વાગ્યે
સ્થળ
લોક્નીકેતન વિનયમંદિર, વિરમપુર (તા. અમીરગઢ), બનાસકાંઠા
એક જ દિવસે સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. અને મશિનો પ્લાસ્ટો પ્રા. લિ. સીધી પસંદગી પ્રક્રિયા કરશે.
Machino Plasto Pvt. Ltd. (Vanod, Ahmedabad)
પદનું નામ
Operator
કુલ જગ્યાઓ
150
લાયકાત
SSC / HSC / ITI / Diploma
ઉંમર મર્યાદા
18 થી 27 વર્ષ
લિંગ
માત્ર પુરૂષ ઉમેદવાર
Suzuki Motor Gujarat Pvt. Ltd. (Becharaji)
પદનું નામ: Line Operator
કુલ જગ્યાઓ: 100
લાયકાત: SSC / HSC / ITI / Graduate
ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
લિંગ: માત્ર પુરૂષ ઉમેદવાર
ભરતી મેળામાં સાથે શું લાવવું?
આવો ત્યારે આ દસ્તાવેજો સાથે રાખજો
શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને મૂળ
પાસપોર્ટ સાઈઝના ફોટા
આધારકાર્ડ / પાનકાર્ડ જેવા ઓળખપત્ર
જો હોય તો અપડેટેડ Resume
સાથે સાથે, સુઘડ કપડાં પહેરજો. પ્રથમ છાપ ખૂબ મહત્વની હોય છે.
કંપની
પદ
જગ્યાઓ
લાયકાત
ઉંમર મર્યાદા
લિંગ
Machino Plasto
Operator
150
SSC / HSC / ITI / Diploma
18–27
Male
Suzuki Motor
Line Operator
100
SSC / HSC / ITI / Graduate
18–35
Male
જ્ઞાન સહાયક (પ્રાથમિક) રજીસ્ટ્રેશન
શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ) રજીસ્ટ્રેશન
શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની ભરતીના પોર્ટલની link મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય અને મહત્તમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરી અરજી કરે તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.
mahemdavad nagarpalika Bharti : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
mahemdavad nagarpalika Bharti : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
મહેમદાવાદપોસ્ટ 2025ની મહત્વની માહિતી
સંસ્થા
મહેમદાવાદ નગરપાલિકા
પોસ્ટ
સીટી મેનેજર
જગ્યા
1
નોકરીનો પ્રકાર
11 માસ કરાર
એપ્લિકેશન મોડ
વોક ઈન ઈન્ટરવ્યુ
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ
19 ઓગસ્ટ 2025
ઈન્ટરવ્યુ સ્થળ
મહેમદાવાદ
મહેમદાવાદ job 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકામાં સીટી મેનેજર 11 માસ કરાર આધારિત જગ્યા માટે 19 ઓગસ્ટ 2025ના સોમવારના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદએ હાજર રહેવું.
આજના સમયમાં મોબાઈલ હેકિંગ અને સાઇબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર આપણે અજાણતા Play Store સિવાયની APK ફાઇલ ઇન્સ્ટોલ કરી દઈએ છીએ. આ નાની ભૂલને કારણે બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે, પાસવર્ડ ચોરી થઈ શકે છે અને મોબાઈલ ડેટા પણ હેકર સુધી પહોંચી શકે છે.
જો આપના મોબાઈલમાં ભૂલથી .apk extension ધરાવતી ફાઇલ ઇન્સ્ટોલ થઈ ગઈ હોય, તો તરત નીચે મુજબ પગલાં લેવાથી આપનું બેંક એકાઉન્ટ સલામત રહેશે અને મોબાઈલ ડેટા સુરક્ષિત રહેશે.
⚠️ કેમ APK ફાઇલ જોખમી છે?
આ ફાઇલમાં માલવેર કે સ્પાય સોફ્ટવેર હોઈ શકે છે.
હેકર આપનો મોબાઈલ રિમોટથી કંટ્રોલ કરી શકે છે.
વૉઇસ કોલ ડાયવર્ટ થઈને OTP ચોરી થઈ શકે છે.
ફોન પે, GPay, Paytm જેવી બેંકિંગ એપ્સ માંથી પૈસા ચોરી થઈ શકે છે.
દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.
જાણો, ફાસ્ટેગ પાસના નિયમો
સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.
NHAIએ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.
FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.
FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.
વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ કારચાલક નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી 1 વર્ષની રહેશે તેમજ વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે.
FAQ ❓
પ્રશ્ન 1 ::નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે?
જવાબ::કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે.
પ્રશ્ન 2 ::ટ્રિપની ગણતરી કઈ રીતે થશે?
જવાબ: એક ટોલ ક્રોસિંગને એક એક ટ્રિપ ગણવામાં આવે છે. રાઉન્ડ ટ્રિપ (આવવું-જવું) કરવામાં આવે તો 2 ટ્રિપ ગણાશે. બંધ ટોલ પ્લાઝા પર એન્ટ્રી અને એક્ઝિટને એક ટ્રિપ માનવામાં આવશે. તેમજ NHAIએ જણાવ્યું છે કે FASTag Annual Pass લેવો ફરજિયાત નથી. તમે ઇચ્છો તો FASTagની હાલની સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં તમારે રિચાર્જ કરાવવું પડશે.
પ્રશ્ન 3 ::શું બધાને પાસ મળશે?
જવાબ FASTag Annual Pass બધા પ્રકારના વાહનો માટે નહીં હોય. ફક્ત VAHAN ડેટાબેઝ દ્વારા તપાસ કર્યા પછી ખાનગી નોન-કોમર્શિયલ વાહનોને જ મળશે.
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં….
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની જાહેરાત એક મોટી રાહત બની રહેવાની આશા હતી, પરંતુ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે.
8th Pay Commission 2027 news: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો 2027ના અંત અથવા 2028ની શરૂઆતમાં જ લાગુ થઈ શકશે. સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હોવા છતાં, અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક તેમજ કાર્યની રૂપરેખા (ToR) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આ વિલંબ થવાની શક્યતા છે.
2027માં આવશે 8મું પગાર પંચ!
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રાહ વધુ લાંબી બની રહી છે. જોકે સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની સત્તાવાર રચના થઈ નથી. આ વિલંબને કારણે, એવું માનવામાં આવે છે કે ભલામણો લાગુ થવામાં 2027ના અંત અથવા 2028ની શરૂઆત સુધીનો સમય લાગી શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કર્મચારીઓમાં વધતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની ચિંતા વધી છે.
8th Pay Commission વિલંબ પાછળના કારણો
8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી શકી નથી. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કે કાર્યની રૂપરેખા (ToR)ની સત્તાવાર જાહેરાત ન થવાને કારણે પંચનું કાર્ય શરૂ થઈ શક્યું નથી. 7મા પગાર પંચના ઉદાહરણને જોતાં, જેની જાહેરાતથી અમલીકરણમાં લગભગ 2 વર્ષ અને 9 મહિનાનો સમય લાગ્યો હતો, આ વખતે પણ લાંબી પ્રક્રિયા થવાની શક્યતા છે. આ કારણોસર, ભલામણો 2027ના અંત સુધી કે 2028ની શરૂઆતમાં જ લાગુ થવાની સંભાવના છે.
8th Pay Commission સરકાર અને કર્મચારીઓની સ્થિતિ
નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારને વિવિધ પક્ષો તરફથી સૂચનો મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંચ તેની ભલામણો સમયસર આપશે.
બીજી તરફ, 10 વર્ષના ચક્ર મુજબ 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, અને નવું પંચ 2024-25માં આવવાનું હતું. પરંતુ આ વખતે થયેલા વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરો, ખાસ કરીને વધતી મોંઘવારીના માહોલમાં, ચિંતિત છે. જોકે, એવું જરૂરી નથી કે 8મા પગાર પંચની સમયરેખા 7મા પગાર પંચ જેવી જ રહે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં વિલંબ નિશ્ચિત જણાઈ રહ્યો છે.
ઉપરના કોષ્ટકમાં મળતા લાભો મળવામાં વિલંબ થઈ શકે છે. કારણ કે હજી સમિતિની પણ રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં તો સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં પણ વિલંબ થયો હતો. સાતમા પગાર પંચની ભલામણો હજી કેટલાક રાજ્યોમાં લાગુ કરવાની પણ બાકી છે. આ મુજબ જોતો આઠમું પગાર પંચ લાગુ પાડવામાં વિલંબ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
8th Pay Commission 8મા પગાર પંચનો અમલ news
8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાની ધારણા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સુધારેલા પગાર માળખા અને ભથ્થાઓ લાવશે. સામાન્ય રીતે, સમીક્ષાઓ અને ભલામણો માટે પૂરતો સમય આપવા માટે પગાર પંચની રચના તેમની અમલીકરણ તારીખના લગભગ 18 મહિના પહેલા કરવામાં આવે છે.પણ અત્યારના સમાચાર મુજબ હજી સુધી આઠમા પગાર પંચની સમિતિની પણ રચના થઈ નથી આ સમાચાર કર્મચારીઓ માટે આજકારૂપ છે
અહીંયા બાળકોના આધાર કાર્ડ અને પુખ્ત વ્યક્તિઓના આધાર કાર્ડ, વિદ્યાર્થીઓના આધાર કાર્ડ માં ફોટો બદલાવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો, આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે .જો તમે આધાર કાર્ડમાં કેટલાક અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
જો તમે આધાર કાર્ડમાં કેટલાક અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આધાર કાર્ડ ધારકો તેમની વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો કે, ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટો જેવી બાયોમેટ્રિક વિગતો ઓનલાઈન અપડેટ કરવા માટે, બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી જરૂરી છે. જો તમે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માંગતા હો, તો અહીં અમે તમને ફોટો અપડેટની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
આધાર કાર્ડ ફોટો અપડેટ હાઇલાઇટ્સ
આધાર ફોટો ઓનલાઈન અપડેટ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો, આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે
આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો?
👉સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
👉હવે તમારે વેબસાઇટ પરથી આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે (આ ઉપરાંત, ફોર્મ નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પરથી પણ લઈ શકાય છે.)
👉હવે નોંધણી ફોર્મમાં બધી જરૂરી વિગતો દાખલ કરો.
👉જો તમે ઇચ્છો, તો તમે તેને નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પર સબમિટ કરી શકો છો. નજીકનું કેન્દ્ર શોધવા માટે, તમે આ લિંક appointments.uidai.gov.in/ પર ક્લિક કરી શકો છો.
👉કેન્દ્ર પર હાજર આધાર એક્ઝિક્યુટિવ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા બધી માહિતીની પુષ્ટિ કરશે.
👉પછી એક્ઝિક્યુટિવ નવા ફોટા પર ક્લિક કરીને તેને આધાર કાર્ડમાં અપડેટ કરશે.
👉આ સેવા માટે GST સાથે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
👉ત્યારબાદ તમને એક સ્વીકૃતિ સ્લિપ સાથે અપડેટ વિનંતી નંબર (URN) આપવામાં આવશે, જેનો ઉપયોગ UIDAI વેબસાઇટ પર અપડેટ સ્થિતિને ટ્રેક કરવા માટે થઈ શકે છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આધાર કાર્ડ પરની માહિતી અપડેટ થવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે. તમે આધાર કાર્ડની સ્થિતિ તપાસવા માટે URN નંબરનો ઉપયોગ કરી શકો છો. અપડેટ પછી, તમે આધાર વેબસાઇટ પરથી આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા નજીકના કેન્દ્રની મુલાકાત લઈને તેને પ્રિન્ટ કરાવી શકો છો.
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ 2025 માટે મોટી ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. આ તક દ્વારા યુવાનોને માત્ર નોકરી જ નહીં પરંતુ ₹1.42 લાખ સુધીનો માસિક પગાર મેળવવાની સંભાવના પણ છે.
ISROના LPSC વિભાગમાં Technician, Sub-Officer અને Driver સહિત 23 જગ્યાઓ ખાલી છે. આ માટે ઓનલાઈન અરજી 12 ઑગસ્ટથી 26 ઑગસ્ટ 2025 સુધી કરી શકાશે. આ પદો માટે ₹19,900થી ₹44,900 સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે.
કોણ અરજી કરી શકે?
આ ભરતીમાં 10મી પાસથી લઈ B.Tech સુધીના ઉમેદવારો પાત્ર ગણાશે. ઉંમરની મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અનુસાર ઉમેદવારોની પસંદગી થશે. ભારતીય નાગરિકો જ આ ભરતી માટે અરજી કરી શકશે.
જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો ISRO ભરતી 2025 તમારા માટે એક સોનેરી તક છે. સમય ગુમાવ્યા વગર તુરંત અરજી કરો અને તમારી સફળતા તરફ આગળ વધો.