ગુજરાત સરકાર દ્વારા 2025 માં શરૂ કરાયેલLaptop Sahay Yojana Gujarat 2025💻 રાજ્યના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને મફત લેપટોપ અથવા સબસિડી સહાય આપવામાં આવશે જેથી તેઓ ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ લર્નિંગ અને ટેક્નોલોજીની સુવિધાઓનો લાભ લઈ શકે.
Laptop Sahay Yojana 2025 Gujarat💻: યોજનાનો મુખ્ય હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં પાછળ ન રહી જાય. Free Laptop Sahay Yojana Gujarat 2025💻 અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયતા મળે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે.
💻કોણ મેળવી શકે લાભ?
આ યોજનામાં મુખ્યત્વે ગુજરાત રાજ્યના સરકાર માન્ય શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગ અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ટેકનિકલ, ડિગ્રી અને વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ સહાય મળી શકે છે.
💻લાભ કેવી રીતે મળશે?
વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી યોગ્ય વિદ્યાર્થીઓને સબસિડી રૂપે સહાય આપવામાં આવશે અથવા સરકાર દ્વારા મફત લેપટોપ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડ, વિદ્યાર્થી ઓળખપત્ર અને અભ્યાસનું પુરાવું જરૂરી રહેશે.
💻અપેક્ષિત અસર
આ યોજનાથી હજારો વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ તરફ વાળવા પ્રોત્સાહન મળશે. ખાસ કરીને ગામડાં અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સફળ થવા માટે જરૂરી સાધનો સરળતાથી મળી શકશે.
Conclusion:
Laptop Sahay Yojana 2025 Gujaratવિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક સમાન છે. મફત અથવા સબસિડીવાળા લેપટોપથી તેઓ ડિજિટલ દુનિયામાં જોડાઈ શકે છે અને તેમના અભ્યાસમાં વધુ સારી પ્રગતિ મેળવી શકે છે.
Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે છે. યોજના સંબંધિત વિગતવાર નિયમો, પાત્રતા અને અરજી પ્રક્રિયા માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ તપાસવી જરૂરી છે.
Ahmedabad Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, માનદ વેતન, અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Ahmedabad Traffic Brigade Bharti, અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા અને ધો.9 સુધી જ ભણેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે ઉમેદવારો પસંદ કરવા ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કૂલ 650 જગ્યાઓ પર સ્ત્રી અને પુરુષની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવી છે.
📝Ahmedabad traffic Bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
પોસ્ટ
ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકો
જગ્યા
650
વય મર્યાદા
18થી 40 વર્ષ
એપ્લિકેશન મોડ
ઓફલાઈન
ક્યાં અરજી કરવી
નીચે સ્થળ નીચે જણાવેલ છે
📝અમદાવાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાકોની પસંદગી કરવામાં આવનારી છે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી.
પોસ્ટ
જગ્યા
મહિલા ટ્રાફિક બ્રિગેડ
214
પુરુષ ટ્રાફિક બ્રિગેડ
436
total
650
📝અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ન્યુનત્તમ ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
📝શારીરિક લાયકાત
ઉમેદવાર
ઊંચાઈ
વજન
દોડ
પુરુષ સેવક
SC/ST/OBC-162 સેમી
55 kg
800 મીટર/4 મિનિટ
જનરલ-165 સેમી
55 kg
800 મીટર/4 મિનિટ
મહિલા સેવક
SC/ST/OBC-150 સેમી
45 kg
400 મીટર/3 મિનિટ
જનરલ-155 સેમી
45 kg
400 મીટર/3 મિનિટ
વય મર્યાદા
ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ હોવી જોઈએ.
ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક-સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન 300 રૂપિયા માનદવેતન તરીકે આપવામાં આવશે.
✨ અન્ય શરતો
👉શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરીટ લિસ્ટ બનશે.(જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે)
👉પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ. લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
👉ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.
👉અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.(રેક્ટરનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.)
31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.
➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.
NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- સુરેન્દ્રનગર અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર લીંબડ પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૬ થી ૮ પસંદ કરેલા ૪ વિષયો- પોષણ આરોગ્ય અને સ્વચ્છતા, પિતા બેટી સંમેલન ,મારુ વર્તુળ, માસિક સ્વચ્છતા(MHM કૉર્નર), હિંસા અને ઇજાઓ સામે સલામતી અને સુરક્ષા પોકસો – એક્ટ વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.
કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.
એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)
NEP-2020 અન્વયે AWP&B થી મળેલ મંજૂરી “Special Projects For Equity” સમગ્ર શિક્ષા-ગાંધીનગર, DITE- સુરેન્દ્રનગર અને BRC-CRCકૉ.શ્રી દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન અનુસાર લીંબડ પ્રાથમિક શાળામાં “એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ” (Adolescent Education Program – AEP) ધોરણ-૧ થી ૫ પસંદ કરેલા ૪ વિષયો- સુરક્ષિત સ્પર્શ-અસુરક્ષિત સ્પર્શ,પોષણ આરોગ્ય અંગેની સમજ,મારુ વર્તુળ,આદર અને દયાના ગુણો વિષય ઉપર તાલીમ મેળવેલ શિક્ષકો અને તજજ્ઞ દ્વારા વિવિધ સેશન યોજવામાં આવ્યા. પરિપત્ર સાથે આપેલ મોડ્યુલની મદદથી તમામ વિધાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાનસભર માહિતી મળી.
કિશોરાવસ્થામાં આવતા શારીરિક, માનસિક અને સામાજિક પરિવર્તનો અંગે જાગૃતિ લાવવી, યોગ્ય મૂલ્યો વિકસાવવાં અને જીવન કૌશલ્યો વિકસાવવા માટે પોસ્ટર અને ચાર્ટ પ્રદર્શન, સમૂહ ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર, વિડિઓ/પ્રેઝેન્ટેશન પ્રથમ સત્ર દરમ્યાન થયું.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવામાં આવી, તેમના પ્રશ્નોનું નિવારણ થયું અને તેમને જીવનમાં યોગ્ય દિશા માટે માર્ગદર્શન મળ્યું.
ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
ભારતમાં 10 થી 19 વર્ષની વયના બાળકોને Adolescents કહેવાય છે. આ વયમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે મોટા ફેરફારો થાય છે. આ પરિવર્તનોને સમજવા અને સાચી દિશામાં આગળ વધવા માટે Adolescent Education Program (AEP) અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 21% જનસંખ્યા કિશોરાવસ્થામાં છે, એટલે કે દેશના વિકાસમાં આ યુવાનોની મોટી ભૂમિકા છે. AEP દ્વારા તેમને સ્વસ્થ, જવાબદાર અને જાગૃત નાગરિક બનાવવાનો પ્રયત્ન થાય છે.
ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)
લિંગ સમાનતા, ભેદભાવ દૂર કરવો, સ્ત્રી-પુરુષ સમાનતા.
Health & Nutrition
સ્વચ્છતા, પોષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી.
સમગ્ર શિક્ષા ગુજરાતનો “ઉજાસ ભણી” કાર્યક્રમ
ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા માટે ખાસ “ઉજાસ ભણી” નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યો વિકસાવવાનો છે.
➕માનસિક આરોગ્ય, કાઉન્સેલિંગ અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રવૃત્તિઓ.
➕”ઉજાસ ભણી” કાર્યક્રમ દ્વારા કિશોરોમાં સંવાદકૌશલ્ય, મૂલ્ય શિક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ આવે છે. આથી તેઓ ભવિષ્યમાં સમાજના જવાબદાર નાગરિક બની શકે છે.
શિક્ષકો અને પેરેન્ટ્સની ભૂમિકા
શિક્ષકની ભૂમિકા
પેરેન્ટ્સની ભૂમિકા
👌વિદ્યાર્થીઓને સાચી માહિતી અને માર્ગદર્શન આપવું
👌બાળકો સાથે ખુલ્લી ચર્ચા માટે વાતાવરણ આપવું.
👌લિંગ સમાનતા, નૈતિક મૂલ્યો શીખવવા
👌બાળકોને શારીરિક અને માનસિક ફેરફારો સ્વીકારવામાં મદદ કરવી.
👌વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું.
👌નકારાત્મક પ્રભાવોથી બાળકોને બચાવવું.
પ્રોગ્રામના ફાયદા
💥કિશોરોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વિકસે છે.
💥સામાજિક દબાણ, નશાની લત અને ખોટી માન્યતાઓથી બચી શકાય છે.
💥સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે.
💥લિંગ સમાનતા અને સામાજિક મૂલ્યો વિકસે છે.
💥માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ અંગે જાગૃતિ વધે છે.
AEP એ કિશોરોને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને લૈંગિક આરોગ્ય અંગે સાચી માહિતી આપતો પ્રોગ્રામ છે.
Q2: “ઉજાસભણી” કાર્યક્રમ શું છે?
ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કિશોરાઓ માટે શરૂ કરાયેલ વિશેષ કાર્યક્રમ છે, જે કિશોરોને સ્વસ્થ જીવનશૈલી, લિંગ સમાનતા, નશામુક્તિ અને માનસિક આરોગ્ય અંગે જાગૃત કરે છે.
Q3: આ પ્રોગ્રામનો સીધો લાભ કોને મળે છે?
શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરેન્ટ્સ અને સમગ્ર સમાજને તેનો લાભ મળે છે.
સરકાર, શિક્ષણ મંત્રાલય, NCERT અને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વર્કશોપ, સેમિનાર, ટ્રેનિંગ અને “ઉજાસભણી” જેવા પ્રોગ્રામ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
નિષ્કર્ષ📢
Adolescent Education Program (AEP) અને ગુજરાતનું “ઉજાસભણી” કાર્યક્રમ કિશોરોના સર્વાંગી વિકાસ માટે અત્યંત અગત્યનું છે. આ પ્રોગ્રામ દ્વારા કિશોરોને સાચી માહિતી, જીવનકૌશલ્ય અને મૂલ્યો મળી શકે છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર, સ્વસ્થ અને જાગૃત નાગરિક બની શકે.
Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
📌જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી 2025
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
📌ઉમેદવારે પ્રમાણપત્રો માટેની સૂચના
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
NEET PG 2025 Result: NEET PG પરીક્ષા 2025 (NBEMS) માં શામેલ થયેલા કેંડિડેટ્સની આતુરતાનો આવી ગયો છે અંત NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ – natboard.edu.in અને nbe.edu.in પર સ્કોરકાર્ડ ચકાસી શકશે.
📝પરીક્ષા ક્યારે યોજાઈ હતી?
NEET PG પરીક્ષા 3 ઓગસ્ટ 2025 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં હજારો મેડિકલ ઉમેદવારોએ હાજરી આપી હતી. MD, MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા ફરજિયાત છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પરિણામ પછી જ આગળ વધશે.
📝NEET PG રિઝલ્ટ કઈ રીત ચેક કરવુ ?
🖱સત્તાવાર જાહેરાત બાદ ઉમેદવાર નીચે આપેલા સ્ટેપ પ્રમાણે NEET PG 2025નું પરિણામ ચેક કરી શકે છે.
🖱સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાઓ
🖱હોમપેજ પર “NEET PG 2025 પરિણામ લિંક ક્લિક કરો.
🖱નોંધણી નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો.
🖱સબમિટ કરવા પર NEET PG 2025 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
લેપટોપ 📳 ઉપરાંત, ઉમેદવારો NBEMS ની સત્તાવાર વેબસાઇટ પરથી મોબાઇલ ફોન પર પણ પરિણામ (NEET RESULT) ચકાસી શકે છે. મોબાઇલ બ્રાઉઝરમાં લોગ ઇન કરીને સ્કોરકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.
પરિણામો જાહેર થયા પછી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે. આમાં, ઉમેદવારો તેમના રેન્ક અને પસંદગીના આધારે કોલેજો પસંદ કરી શકશે. લાયક ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને તે પછી કોલેજો ફાળવવામાં આવશે. આ પ્રક્રિયા મેડિકલ પ્રવેશમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
📝સ્કોરકાર્ડ શા માટે મહત્વપૂર્ણ છે
પરિણામ સાથે જારી કરાયેલ સ્કોરકાર્ડ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં ઉમેદવારનો સ્કોર, પર્સન્ટાઇલ અને રેન્ક હોય છે. આ સ્કોરકાર્ડ કાઉન્સેલિંગ દરમિયાન પ્રવેશ માટેનો આધાર બનશે.
હમણાં ગાંધીનગરમાં સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તેમાં કર્મચારીઓની મુખ્ય માગણીઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓ અને આ બેઠક બાદ કર્મચારીઓએ સરકારને એક મહિનાની મુદત આપી છે અને સ્પષ્ટ ધમકી કે ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યમાં આંદોલન કરશે અને ગાંધીનગર ને ઘેરી લેશે.
➡ આ માંગણીઓ અને આ નિર્ણય સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગીનું પ્રતીક છે. જે હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
➡ કયા કયા પ્રશ્નો અને માગણીયો મુખ્ય છે તે નીચે જોઈએ.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સૌથી અગ્રતા કમી જૂની પેન્શન યોજના Ops ( old pension shame ) જૂની પેન્શન યોજનાની સ્થાપિત કરવી અને ફિક્સ પે નીતિમાં સુધારો કરવો. આ બંને મુખ્ય માગણીઓ છે. સંકલન સમિતિ નું કહેવું છે કે નવી પેન્શન યોજના તેમના ભવિષ્ય માટે સુરક્ષિત નથી માટે તેને બંધ કરવી જોઈએ અને ગુજરાતના તમામ કર્મચારીઓને ઓ પી એસ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવી જોઈએ.
ફિક્સ કે યોજના એ ગુજરાતના યુવા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. આ બંને મુદ્દાઓ પર કર્મચારીઓ છે અને તેઓ માને છે કે સરકાર આ પ્રથા નો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
આ ઉપરાંત અન્ય માંગણીઓમાં સાતમા પગાર પંચના લાભો પથ્થર અને અન્ય પ્રશ્નો ચર્ચા હતા.
સરકાર અને કર્મચારીઓ વચ્ચે સુમેર અનિવાર્ય
આ પરિસ્થિતિ સરકાર માટે એક મોટો પડકાર છે જો સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રાજ્યવ્યાપી આંદોલન સરકારી વિવિધ કામગીરીઓને ખોરવી શકે છે. કર્મચારીઓનું આંદોલન માત્ર તેમની માંગણીઓ પૂરતું સીમિત નથી પરંતુ તે સરકારની નીતિઓ સામેના અસંતોષનું પણ પ્રતિબિંબ છે. સરકાર અને કર્મચારીઓ બંનેની સંવાદ અને વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે.
Gujarat High Court’s Anganwadi verdict
Gujarat High Court Anganwadi verdict: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) અને સહાયકો (Anganwadi Helpers)ના પગાર (Salary) અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની બેન્ચે સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને ₹20,300નું વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ આદેશમાં, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે 1લી એપ્રિલથી બાકી રહેલી રકમ (arrears) પણ તેમને ચૂકવવી પડશે. અગાઉ આંગણવાડી કાર્યકરોને ₹14,800 અને સહાયકોને ₹10,000 મળતા હતા.
ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી
રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે
કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક કર્યો નથી, તેમને પણ સમાન લાભો મળશે.
કર્મચારીઓ અલગથી અરજીઓ દાખલ કરવાની જરૂર નથી.
Equal work, equal pay
હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણાવવાના સરકારના દાવાને નકારી કાઢ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે બંધારણની કલમ 14 અને 16(1) નો ઉલ્લેખ કરીને સમાનતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે, જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
નિયમિત કરવા માટે નીતિ: હાઈકોર્ટે સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભો ચૂકવવા માટે 6 મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ, પગાર ધોરણ, અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે.
Why is this ruling important?
આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે, જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે. અગાઉ, સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે, જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.