Know the rules of FASTag pass

દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.

જાણો, ફાસ્ટેગ પાસના નિયમો

  • સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.
  • NHAIએ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
  • જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.
  • FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
  • FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.
  • FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
  • FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.

Dearness Allowance Calculation (DA Merger)

વાર્ષિક ફાસ્ટેગ પાસ એક્ટિવ કરવાની સિમ્પ્લ પ્રોસેસ

વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ કારચાલક નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી 1 વર્ષની રહેશે તેમજ વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે.

FAQ ❓

જવાબ::કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે.

જવાબ: એક ટોલ ક્રોસિંગને એક એક ટ્રિપ ગણવામાં આવે છે. રાઉન્ડ ટ્રિપ (આવવું-જવું) કરવામાં આવે તો 2 ટ્રિપ ગણાશે. બંધ ટોલ પ્લાઝા પર એન્ટ્રી અને એક્ઝિટને એક ટ્રિપ માનવામાં આવશે. તેમજ NHAIએ જણાવ્યું છે કે FASTag Annual Pass લેવો ફરજિયાત નથી. તમે ઇચ્છો તો FASTagની હાલની સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં તમારે રિચાર્જ કરાવવું પડશે.

જવાબ FASTag Annual Pass બધા પ્રકારના વાહનો માટે નહીં હોય. ફક્ત VAHAN ડેટાબેઝ દ્વારા તપાસ કર્યા પછી ખાનગી નોન-કોમર્શિયલ વાહનોને જ મળશે.

Gujarati Suvichar for School

8th Pay Commission: 8th Pay Commission will come in 2027, salary hike in 2028….

8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં….

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની જાહેરાત એક મોટી રાહત બની રહેવાની આશા હતી, પરંતુ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે.

8th Pay Commission 2027 news: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો 2027ના અંત અથવા 2028ની શરૂઆતમાં જ લાગુ થઈ શકશે. સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હોવા છતાં, અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક તેમજ કાર્યની રૂપરેખા (ToR) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આ વિલંબ થવાની શક્યતા છે.

2027માં આવશે 8મું પગાર પંચ!

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રાહ વધુ લાંબી બની રહી છે. જોકે સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની સત્તાવાર રચના થઈ નથી. આ વિલંબને કારણે, એવું માનવામાં આવે છે કે ભલામણો લાગુ થવામાં 2027ના અંત અથવા 2028ની શરૂઆત સુધીનો સમય લાગી શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કર્મચારીઓમાં વધતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની ચિંતા વધી છે.

8th Pay Commission વિલંબ પાછળના કારણો

8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી શકી નથી. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કે કાર્યની રૂપરેખા (ToR)ની સત્તાવાર જાહેરાત ન થવાને કારણે પંચનું કાર્ય શરૂ થઈ શક્યું નથી. 7મા પગાર પંચના ઉદાહરણને જોતાં, જેની જાહેરાતથી અમલીકરણમાં લગભગ 2 વર્ષ અને 9 મહિનાનો સમય લાગ્યો હતો, આ વખતે પણ લાંબી પ્રક્રિયા થવાની શક્યતા છે. આ કારણોસર, ભલામણો 2027ના અંત સુધી કે 2028ની શરૂઆતમાં જ લાગુ થવાની સંભાવના છે.

8th Pay Commission સરકાર અને કર્મચારીઓની સ્થિતિ

નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારને વિવિધ પક્ષો તરફથી સૂચનો મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંચ તેની ભલામણો સમયસર આપશે.

બીજી તરફ, 10 વર્ષના ચક્ર મુજબ 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, અને નવું પંચ 2024-25માં આવવાનું હતું. પરંતુ આ વખતે થયેલા વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરો, ખાસ કરીને વધતી મોંઘવારીના માહોલમાં, ચિંતિત છે. જોકે, એવું જરૂરી નથી કે 8મા પગાર પંચની સમયરેખા 7મા પગાર પંચ જેવી જ રહે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં વિલંબ નિશ્ચિત જણાઈ રહ્યો છે.

Big news about the 8th Pay Commission, hope returns on the faces of central employees, big increase in salary

8th Pay Commission કયા ઘટકોનો સમાવેશ થશે

8મા પગાર પંચના પગાર માળખામાં નીચેના ઘટકોનો સમાવેશ થશે:

મૂળભૂત પગાર➡મૂળભૂત પગાર, જે વર્તમાન મૂળ પગારમાં ફિટમેન્ટ પરિબળ લાગુ કરીને નક્કી કરવામાં આવે છે.
ભથ્થાં➡મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), અને મુસાફરી ભથ્થું (TA) જેવા મુખ્ય ઘટકોની ગણતરી અપડેટેડ મૂળ પગાર અનુસાર કરવામાં આવશે.
કુલ પગાર➡કુલ કમાણી, જે મૂળ પગાર અને ભથ્થાંના સરવાળા તરીકે ગણવામાં આવે છે, જે એકંદર મહેનતાણું દર્શાવે છે.

Dearness Allowance Calculation (DA Merger)

ઉપરના કોષ્ટકમાં મળતા લાભો મળવામાં વિલંબ થઈ શકે છે. કારણ કે હજી સમિતિની પણ રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં તો સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં પણ વિલંબ થયો હતો. સાતમા પગાર પંચની ભલામણો હજી કેટલાક રાજ્યોમાં લાગુ કરવાની પણ બાકી છે. આ મુજબ જોતો આઠમું પગાર પંચ લાગુ પાડવામાં વિલંબ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

8th Pay Commission 8મા પગાર પંચનો અમલ news

8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાની ધારણા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સુધારેલા પગાર માળખા અને ભથ્થાઓ લાવશે. સામાન્ય રીતે, સમીક્ષાઓ અને ભલામણો માટે પૂરતો સમય આપવા માટે પગાર પંચની રચના તેમની અમલીકરણ તારીખના લગભગ 18 મહિના પહેલા કરવામાં આવે છે.પણ અત્યારના સમાચાર મુજબ હજી સુધી આઠમા પગાર પંચની સમિતિની પણ રચના થઈ નથી આ સમાચાર કર્મચારીઓ માટે આજકારૂપ છે