Gujarat Teachers Recruitment : શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે
| Gujarat Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે આવી શાળાઓમાં સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારોની ભરતી કરી શકાશે. શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. |
- પરિપત્ર અનુસાર, જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો કેટલીક પરિસ્થિતિમાં લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે.
- ધોરણ 1 થી 5 માટે HSC અને PTC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકાશે.
- ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક થઈ શકશે.
11 મહિનાનો કરાર અને પગાર
| આ ભરતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે. કરાર આધારિત શિક્ષકોને રૂ. 21,000ના નિશ્ચિત માસિક પગાર પર રાખવામાં આવશે. જો બાદમાં સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષક મળી જશે, તો કરાર આધારિત શિક્ષકોની સેવા સમાપ્ત કરવામાં આવશે. સાથે જ, જો કોઈ નિયમિત શિક્ષક લાંબી રજા પર હશે તો પણ તેની જગ્યાએ કરાર આધારિત ભરતી કરી શકાશે. |
સ્થાનિક સ્તરે જ ભરતી
આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક કક્ષાએથી હાથ ધરાશે. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ જાહેર કરી છે, જેથી પારદર્શક રીતે પસંદગી થઈ શકે. ખાસ નોંધનીય છે કે આ છૂટછાટ માત્ર ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે જ લાગુ પડશે. સરકારનો ઉદ્દેશ શિક્ષણમાં સતતતા જાળવી રાખવાનો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
.GSSSB Clerk Bharti 2026: 5,370 પદ પર સરકારી નોકરીની સુવર્ણ તક, આજે જ કરો અરજી!
