1) મુદ્દા : નગરનો માર્ગ – માર્ગમાં પથ્થર – પથ્થર અનેકનેનડે છે. કોઈ પથ્થર ખસેડતું નથી – છેવટે એક માણસ પથ્થર
ઉપાડે છે. – પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોનામહોર નીકળે
છે – ચિઠ્ઠીમાં લખ્યું છે, “પથ્થર ખસેડવાનું ઇનામ” – બોધ.
એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.

એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.
થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ” તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો .
શીર્ષક- પથ્થર ખસેડવાનું ઈનામ
– બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે.
ALSO READ : ARRTILKAL BY EDUCATION PARIPATR.COM
વાંચન ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્ય![]() | CLICK HERE |
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR ![]() | CLICK HERE |
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)![]() | CLICK HERE |
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.![]() | CLICK HERE |
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?![]() | CLICK HERE |